Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • યુથકોન કોન્કલેવમાં હર્ષ સંઘવી: અમદાવાદને દેશનું શ્રેષ્ઠ ટ્રાન્સપોર્ટ શહેર બનાવશું

યુથકોન કોન્કલેવમાં હર્ષ સંઘવી: અમદાવાદને દેશનું શ્રેષ્ઠ ટ્રાન્સપોર્ટ શહેર બનાવશું

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્રેડાઈ-GIHEDના યુથકોન – ધ અનસ્ટોપેબલ કોન્કલેવમાં અધ્યક્ષતા કરી – અમદાવાદના ભાવિ વિકાસ, મોબિલિટી અને રિયલ એસ્ટેટ પર મોટી ચર્ચા.

Ahmedabad January 09, 2026
યુથકોન કોન્કલેવમાં હર્ષ સંઘવી: અમદાવાદને દેશનું શ્રેષ્ઠ ટ્રાન્સપોર્ટ શહેર બનાવશું

યુથકોન કોન્કલેવમાં હર્ષ સંઘવી: અમદાવાદને દેશનું શ્રેષ્ઠ ટ્રાન્સપોર્ટ શહેર બનાવશું

અમદાવાદ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ક્રેડાઈ અમદાવાદ–GIHED દ્વારા આયોજિત ‘યુથકોન – ધ અનસ્ટોપેબલ’ કોન્કલેવ યોજાયો હતો. ક્રેડાઈ અમદાવાદ–GIHED દ્વારા 20મા પ્રોપર્ટી ઓલિમ્પિયાડ અંતર્ગત આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્કલેવમાં શહેરના ભાવિ વિકાસ, શહેરી આયોજન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના પડકારો તથા શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ અવસરે QCIના પ્રેસિડેન્ટ શ્રી જક્ષય શાહ તથા ક્રેડાઈના નેશનલ પ્રેસિડેન્ટ શ્રી શેખરભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી સાથે સંવાદ સાધ્યો હતો. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદના વિકાસ માટે રાજ્ય સરકારના વિઝન અંગે વાત કરતા અર્બન ડેવલપમેન્ટમાં મોબિલિટીની મહત્વની ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થાને વધુ સુગમ બનાવવા સતત કાર્ય કરી રહી છે અને આગામી સમયમાં અમદાવાદ દેશમાં શ્રેષ્ઠ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ધરાવતું શહેર બનશે.

તેમણે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની ચર્ચા કરી અને ખેલમહાકુંભમાં લાખો ખેલાડીઓની ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ક્રેડાઈ અમદાવાદ–GIHEDના 20મા પ્રોપર્ટી શો ‘ઓલિમ્પિયાડ’નું ઉદ્ઘાટન કર્યું છે, જે તા. 11 જાન્યુઆરી સુધી ચાલશે અને જેમાં 400થી વધુ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટ, GIHEDના પદાધિકારીઓ તથા રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા ડેવલપર્સ ઉપસ્થિત રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

ઈમરાન ખાન ઓક્સફર્ડના ચાન્સેલરની ચૂંટણી લડશે! નામાંકન જેલમાંથી ઓનલાઈન કરવામાં આવશે
ઈમરાન ખાન ઓક્સફર્ડના ચાન્સેલરની ચૂંટણી લડશે! નામાંકન જેલમાંથી ઓનલાઈન કરવામાં આવશે
July 27, 2024

ઈમરાન ખાનના આંતરરાષ્ટ્રીય બાબતોના સલાહકાર સઈદ ઝુલ્ફી બુખારીએ કહ્યું કે ઈમરાન ખાન ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર પદ માટે ચૂંટણી લડશે કારણ કે જનતા માંગ કરી રહી છે કે તેમને ચૂંટણી લડવી જોઈએ. 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
નર્મદા જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ
May 26, 2023
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં  હિસ્સેદારી
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી
May 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express