હરિયાણા વિધાનસભા અધ્યક્ષ હરવિંદર કલ્યાણે ગુજરાત વિધાનસભાની કરી મુલાકાત
હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણે આજે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી. હરિયાણા વિધાનસભા અધ્યક્ષશ્રીનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
ગુજરાત વિધાનસભા મુલાકાત દરમિયાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા ગૃહમાં મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની બેઠક વ્યવસ્થા, પ્રેસ ગેલેરી, વીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા સહિત સમગ્ર કામગીરી અંગે હરિયાણા વિધાનસભા અધ્યક્ષશ્રીને માહિતગાર કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષ અને મંત્રીશ્રીઓ સહીત ધારાસભ્યશ્રીઓ ઓનલાઈન કઈ રીતે ભાગ લે છે તેનાથી અવગત કરાયા હતા.
હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણે ગુજરાત વિધાનસભાના NeVA સેવા કેન્દ્રની મુલાકાત કરી હતી. જેમાં તેમણે ગુજરાત વિધાનસભામાં ચાલતી પેપરલેસ કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવી હતી. ગુજરાતની પેપરલેસ વિધાનસભા સંચાલન કામગીરીથી પ્રભાવિત થઇને તેમણે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, વિધાનસભાના સચિવશ્રી તેમજ સંલગ્ન અધિકારીઓને NeVA કેન્દ્રની સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."