શેરબજારમાં ઉછાળાની હેટ્રિક, સેન્સેક્સ-નિફ્ટી-બેંક નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ
Closing Bell : શેરબજારમાં આજે ઉછાળાની હેટ્રિક જોવા મળી છે. નિફ્ટી, સેન્સેક્સ અને નિફ્ટી બેન્ક સતત ત્રીજા દિવસે રેકોર્ડ ઊંચા સ્તરે બંધ થયા છે.
સ્થાનિક શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઉછાળો જોવા મળ્યો છે. ડૉલર ઇન્ડેક્સમાં ઘટાડો અને યુએસ ફેડના નિર્ણય બાદ આજે ભારતીય શેરબજારમાં ઉછાળાની હેટ્રિક જોવા મળી છે. શુક્રવારે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ થવામાં સફળ રહ્યા હતા. શુક્રવારે નિફ્ટી બેંક પણ રેકોર્ડ હાઈ પર બંધ રહ્યો હતો.
જો સેક્ટોરલ ધોરણે જોવામાં આવે તો આઈટી, મેટલ અને પીએસયુ બેંકોમાં ખરીદી જોવા મળે છે. એનર્જી, પીએસઈ અને બેન્કિંગ ઈન્ડેક્સ વધીને બંધ થયા છે.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.