હેવાન પિતા: દારૂડિયા બાપે 6 વર્ષીય દીકરા ને જમીન પર પટકી પટકીને ઢોર માર મારતા સારવાર હેઠળ
સાગબારા તાલુકાના એક ગામમાં દારૂના નશામાં છાકટા બનેલા પિતાએ 6 વર્ષના પુત્રને જમીન પર પટકી પટકીને માર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે.
રાજપીપળા (પ્રતિનિધિ ભરત શાહ): દિવાળીનો તેહવાર લોકો પોતાનાં પરિવાર સાથે ધામધુમથી ઉજવતા હોય છે તો બીજી બાજુ 12 તારીખે રાત્રે સાગબારા તાલુકાના એક ગામમાં દારૂના નશામાં છાકટા બનેલા પિતાએ 6 વર્ષના પુત્રને જમીન પર પટકી પટકીને માર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. જો કે પુત્રની માતા અને દાદા 108મા અર્ધ બેભાન હાલતમાં પોતાનાં પુત્રને સાગબારા સીએચસી ખાતે લઈ આવ્યા હતા. ત્યાં હાજર તબીબે પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઘાયલ બાળકને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કર્યો હતો. અને ત્યાંથી એને વધુ સારવાર માટે વડોદરા એસએસજી ખાતે લઈ જવાયો હતો.હાલમા એ બાળક સ્વસ્થ છે એવું જાણવા મળ્યું છે.
તો બીજી બાજુ કોઈ ફરિયાદી ન બનતાં સાગબારા પોલીસે પિતાને માત્ર અટકાયતી પગલા ભરી જવા દઈ સંતોષ માન્યો હતો.શું પોલીસે આ ઘટના બાબતે પોતાના ઉપરી અધિકારીઓ કે બાળ સુરક્ષાને સંબંધિત અધીકારી ઓને જાણ કરવી જોઈએ કે નહિ એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ ઘટના બાબતે સરકાર પક્ષે ફરિયાદી બની પિતાને કાયદાના કડક પાઠ ભણાવવા જોઈએ જેથી કરી બીજી વાર આવી ઘટના સામે ન આવે.
* માતા અને દાદા પોતાના 6 વર્ષીય પુત્રને 108 માં અર્ધ બેભાન હાલતમા સાગબારા સીએચસીમાં લઈ ગયા બાદ રાજપીપળા સિવિલમાંથી વડોદરા મોકલાયો
* સાગબારા પોલિસે પિતા સામે અટકાયતી પગલાં લઈ સંતોષ માન્યો,ત્યાં સવાલ એ ઉપસ્થિત થયો કે જો આ ઘાયલ પુત્રને કઈક થઈ ગયું હોત તો પિતા સામે પોલીસનું આ પગલું યોગ્ય કહેવાશે?
આ આખી ઘટના બાબતે 6 વર્ષીય ઘાયલ બાળકની પ્રાથમિક સારવાર કરનાર સાગબારા સીએચસીના મેડિકલ ઓફિસર ડો.સીમા શર્માએ જણાવ્યું હતું કે 12/11/2023ની રાત્રે 11 કલાકે સાગબારાના એક ગામનાં 6 વર્ષીય બાળકને 108 વાનમાં લઈને એની માતા અને દાદા સીએચસીમાં આવ્યા હતા. બાળકની માતાએ મને જણાવ્યું હતું કે ચિક્કાર દારૂના નશામાં મારા પતિએ મારા 6 વર્ષિય પુત્રને જમીન પર પટકી પટકીને માર્યો છે.
આ ઘટના બાબતે મે સાગબાર પોલીસ મથકમાં પણ તરત જ જાણ કરી દિધી હતી. જ્યારે એની તબીબી તપાસ કરી ત્યારે ઘાયલ બાળક અર્ધ બેભાન હાલતમાં હતું, એની બંનેવ આંખો સૂજી ગયેલી હતી અને એ બાળકને અંદરના ભાગે ઈજાઓ થઈ હોય એવું મને લાગતા પ્રાથમિક સારવાર બાદ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.
* અમે પિતા સામે અટકાયતી પગલાં લીધા હતા : સાગબારા PSI ચેતન પટેલ
સાગબારા પીએસઆઈ ચેતન પટેલે જણાવ્યું હતું કે અમે માતા-પિતાનું નિવેદન લીધું હતું,જો કે પરીવારના સભ્યો એ પોલીસ ફરિયાદ નથી કરવી એવું અમને લેખિત આપી દેતા અમે પિતા સામે અટકાયતી પગલાં ભરી જવા દીધો હતો.
* પુત્રને માર મારનાર પિતાને છોડવામાં નહીં આવે: ચેતન પરમાર, નર્મદા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી..
ચેતન પરમારે જણાવ્યું હતું કે કોઈ ફરિયાદી નહિ થયું હોય એટલે પોલિસે ફરિયાદ નહિ કરી હોય.પણ પુત્રને આટલી હદે માર્યો છે એટલે સરકાર પક્ષે પિતા સામે ફરીયાદ દાખલ કરાવીશું,છોડીશું તો નહી જ.જિલ્લા બાળ કલ્યાણ સમિતિ સુઓમોટો લઈ સરકાર પક્ષે ફરિયાદ દાખલ કરાવી શકે છે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."