Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વિધાનસભામાં આરોગ્ય મહોત્સવ: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધારાસભ્યો અને પત્રકારો માટે મેડિકલ કેમ્પ ખુલ્લો મૂક્યો

વિધાનસભામાં આરોગ્ય મહોત્સવ: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધારાસભ્યો અને પત્રકારો માટે મેડિકલ કેમ્પ ખુલ્લો મૂક્યો

ગુજરાત વિધાનસભા ખાતે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ધારાસભ્યો અને પત્રકારો માટે ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના આરોગ્ય વિભાગ અને ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથી પદ્ધતિથી તપાસ કરવામાં આવી હતી.

Gandhinagar March 17, 2026
વિધાનસભામાં આરોગ્ય મહોત્સવ: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધારાસભ્યો અને પત્રકારો માટે મેડિકલ કેમ્પ ખુલ્લો મૂક્યો

વિધાનસભામાં આરોગ્ય મહોત્સવ: અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધારાસભ્યો અને પત્રકારો માટે મેડિકલ કેમ્પ ખુલ્લો મૂક્યો

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા ગાંધીનગર એક્રેડિટેડ પ્રેસ ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપેથિક, આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સતત લોકસેવા અને અવિરત કામગીરીમાં વ્યસ્ત રહેતા ધારાસભ્યો અને પત્રકારોના સ્વાસ્થ્યની જાળવણી કરવાનો છે. સમાજમાં આ બંને વર્ગોની ભૂમિકા અત્યંત મહત્વની છે, તેથી બિમાર થયા પછી સારવાર લેવા કરતા રોગનું વહેલું નિદાન થાય તે અનિવાર્ય છે.
 
વધુમાં વિધાનસભાના અધ્યક્ષશ્રીએ ઉમેર્યું હતું કે, પત્રકાર મિત્રો ગમે તેવી વિષમ પરિસ્થિતિ હોય તડકો, વરસાદ, ઠંડી કે કુદરતી આફતોમાં પોતાના જીવના જોખમે પણ રિપોર્ટિંગની કામગીરી બજાવતા હોય છે. ઘણીવાર તેજ ગતિએ બદલાતી ઘટનાઓ અને કામના ભારણને કારણે તેઓ પોતાના સ્વાસ્થ્ય અને નિયમિત બોડી ચેકઅપ પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતા નથી. તેવી જ રીતે, ધારાસભ્યશ્રીઓ પણ પ્રજાના પ્રશ્નો, વિધાનસભાનું કામકાજ, વિકાસકાર્યો અને સામાજિક જવાબદારીઓ વચ્ચે સતત કાર્યરત રહેતા હોય છે. આ અનિશ્ચિતતા અને સ્ટ્રેસ વચ્ચે તેમનું સ્વાસ્થ્ય જળવાય તે અત્યંત જરૂરી છે. તેના માટે આજે વિધાનસભા ખાતે એક દિવસીય મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષશ્રીએ આ કાર્યમાં જોડાયેલા તમામ ડોક્ટરો અને પેરા મેડિકલ સ્ટાફની કામગીરીને બિરદાવી તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
 
આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ અને પત્રકારો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બને તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઘણીવાર ધારાસભ્યો અને પત્રકારોની વ્યસ્ત દિનચર્યાને કારણે શરીરમાં નાની-નાની તકલીફો વકરતી હોય છે. આવા હેલ્થ કેમ્પના માધ્યમથી વહેલી તકે રોગનું નિદાન થવાથી માનસિક તણાવ પણ દૂર થાય છે. મેં અગાઉ ધારાસભ્ય તરીકે અને આજે મંત્રી તરીકે પણ આ કેમ્પનો લાભ લીધો છે.
 
આ પ્રસંગે ગાંધીનગર પ્રેસ એક્રેડિટેડ પ્રેસ ક્લબના પ્રમુખ શ્રી કિશોર અંજારીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧૫ વર્ષથી અમે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ દ્વારા જનજાગૃતિનું કાર્ય કરીએ છીએ. આ ઉપરાંત, આગામી સમયમાં પણ અમે આવા લોકજાગૃતિના કાર્યો કરતા રહીશું.
 
આ મેડિકલ કેમ્પમાં બ્લડ રિપોર્ટ, યુરીન રિપોર્ટ, ઇસીજી જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવશે. તેમજ સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડૉકટરો દ્વારા રિપોર્ટ કરાશે. જો કોઈને વધારાના ટેસ્ટની આવશ્યકતા જણાશે તો તે માટે GMERS, મેડિકલ કૉલેજ ગાંધીનગર ખાતે રિફર કરવામાં આવશે.
 
તદ્ઉપરાંત યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ માંથી હ્રદયરોગના નિષ્ણાંત, ધી ગુજરાત કેન્સર અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ માંથી કેન્સરરોગના નિષ્ણાંત અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીસીઝ અને રિસર્ચ સેન્ટરમાંથી કીડની રોગના નિષ્ણાંત જરૂરી સાધનસામગ્રી અને સ્ટાફ સાથે હાજર છે.
 
આ કેમ્પમાં ઓપ્થલમોલોજી, ઈએનટી, સ્કીન, ઓર્થોપેડિક, ગાયનેક, ડેન્ટલ, મેડિસિન, સર્જરી જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત ડૉક્ટરશ્રીઓ અને તેમની ટીમ સાધનસામગ્રી, દવાઓ અને લોજિસ્ટિક સાથે GMERS, ગાંધીનગરમાંથી ઉપસ્થિત છે.
 
આ ઉપરાંત લેબોરેટરીની તમામ સાધનસામગ્રી તથા વધુમાં વધુ ટેસ્ટ થઈ શકે તે પ્રકારની સુવિધા સ્થળ ઉપર જ થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
 
આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ, ઈડરના ધારાસભ્ય શ્રી રમણભાઈ વોરા તથા જૂનાગઢ વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંજય કોરડીયા સહિત વિવિધ વિસ્તારના ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રી રીટા મહેતા, અન્ય અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતાં.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

ગુજરાતમાં PM-RAHAT યોજનાનો સફળ પ્રારંભ: જાણો કેવી રીતે મળશે ₹1.50 લાખ સુધીની સહાય
mehsana
March 17, 2026

ગુજરાતમાં PM-RAHAT યોજનાનો સફળ પ્રારંભ: જાણો કેવી રીતે મળશે ₹1.50 લાખ સુધીની સહાય

મહેસાણામાં PM-RAHAT યોજના હેઠળ ગુજરાતનો પ્રથમ કેશલેસ ક્લેમ મંજૂર થયો છે. અકસ્માત પીડિત યુવાનને ₹47,300ની નિઃશુલ્ક સારવાર મળી. જાણો આ યોજનાના ફાયદા અને પ્રોસેસ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયા UCC રિપોર્ટના 3 વોલ્યુમ: મહિલા અધિકારો અને સુરક્ષાને અપાશે પ્રાથમિકતા
gandhinagar
March 17, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સોંપાયા UCC રિપોર્ટના 3 વોલ્યુમ: મહિલા અધિકારો અને સુરક્ષાને અપાશે પ્રાથમિકતા

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણની દિશામાં મોટો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ મંગળવારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. આ અહેવાલમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો માટે સમાન કાયદાકીય માળખું સૂચવવામાં આવ્યું છે. 

Braking News

આસામ STFએ નકલી ચલણમાં રૂ. 4.59 લાખ જપ્ત કર્યા,  હેરોઈન સાથે અન્ય એકની ધરપકડ
આસામ STFએ નકલી ચલણમાં રૂ. 4.59 લાખ જપ્ત કર્યા, હેરોઈન સાથે અન્ય એકની ધરપકડ
November 22, 2024

આસામ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ કામરૂપ (મેટ્રો) જિલ્લાના સોનાપુર વિસ્તારમાં 4.59 લાખ રૂપિયાની નકલી ભારતીય ચલણી નોટો (FICN) જપ્ત કરી અને એક શકમંદની ધરપકડ કરી

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં  હિસ્સેદારી
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી
May 05, 2023
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
AAP તરફથી શેલી ઓબેરોય 150 મતો સાથે દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express