Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ઉદ્યોગ મંત્રી દ્વારા ‘‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’’નો હેલ્પ લાઇન નંબર ૦૭૯-૨૩૨- ૫૮૩૮૫ જાહેર કરાયો

ઉદ્યોગ મંત્રી દ્વારા ‘‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’’નો હેલ્પ લાઇન નંબર ૦૭૯-૨૩૨- ૫૮૩૮૫ જાહેર કરાયો

રાજ્યના ઉદ્યોગ ગૃહોને સહાય રૂપ થવા ગાંધીનગર ખાતે ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ‘‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’’ ખુલ્લો મૂકાયો

Ahmedabad June 13, 2023
ઉદ્યોગ મંત્રી દ્વારા ‘‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’’નો હેલ્પ લાઇન નંબર ૦૭૯-૨૩૨- ૫૮૩૮૫ જાહેર કરાયો

ઉદ્યોગ મંત્રી દ્વારા ‘‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’’નો હેલ્પ લાઇન નંબર ૦૭૯-૨૩૨- ૫૮૩૮૫ જાહેર કરાયો

રાજ્યમાં પ્રવર્તી રહેલા ’બિપરજોય વાવાઝોડા’ની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇને ઉદ્યોગ ગૃહોને સહાયરૂપ થવા રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ‘‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’’ કાર્યરત કરાયો છે. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે હેલ્પ લાઇન નંબર ૦૭૯- ૨૩૨- ૫૮૩૮૫ પણ જાહેર કરાયો હતો.

ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે આ કંટ્રોલરૂમનો શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે,રાજ્યમાં સંભવિત બિપરજોય વાવાઝોડાનું જ્યારથી સંકટ શરુ થયું ત્યારથી જ રાજ્ય સરકારે સઘન કામગીરી આરંભી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ વાવાઝોડાનું સતત મોનીટરીંગ કરીને  સંભવિત થનાર નૂકસાન અંગે પણ સાવચેતીના પગલાનું આયોજન કરાયુ છે. મુખ્યમંત્રીશ્રી પટેલે દરિયાકાંઠાના આઠ જિલ્લાઓમાં વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઇને ૮ અલગ અલગ જિલ્લાઓમાં મંત્રીઓને પરિસ્થિતિનો તાગ મેળવવા સૂચના આપી હતી અને તેઓ સત્વરે જિલ્લામાં પહોંચી ગયા હતા. ઉદ્યોગગૃહોને સહાયરૂપ થવા ગુજરાત સરકારે અલાયદી રણનીતિ બનાવી કંટ્રોલ રૂમ શરુ કર્યો છે. વેપારી એસોસિએશનને અને શ્રમ અને રોજગાર વિભાગને સાથે જોડી એક સંયુક્ત અભિયાન હાથ ધર્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અતિ જોખમી ઉદ્યોગો જેમ કે સિમેન્ટ ઉદ્યોગ, પેટ્રોલિયમ, ચીમનીઓ ધરાવતા એકમો, બોઈલર ધરાવતા એકમો, રસાયણ, કેમિકલ કે ઝેરી તત્વો ધરાવતા ઉદ્યોગોને બે દિવસ બંધ રાખવાની સુચના પણ આપવામાં આવી છે.આગામી દિવસોમાં આ વાવાઝોડુ જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી અને કચ્છ જિલ્લામાં ઘણી માઠી અસર કરે તેવી સંભાવનાને ધ્યાને રાખી આ વિસ્તારના નાગરિકોને તથા ઉદ્યોગોને પણ શક્ય તેટલી મદદ કરી શકાય તે માટે જી.આઈ.ડી.સી.ની વડી કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આ ‘‘સ્ટેટ કંટ્રોલ રૂમ ફોર ઈન્ડસ્ટ્રીઝ’’ શરુ કરવામાં આવ્યો છે જેનો સંપર્ક નંબર ૦૭૯-૨૩૨-૫૮૩૮૫ રહેશે. સાથે સાથે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા પણ કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે જેનો સંપર્ક નંબર ૧૫૫૩૭૨ જાહેર કરવામાં આવ્યો છે.

ચોવીસ કલાક કાર્યરત આ કંટ્રોલ રૂમના મુખ્ય અધિકારી તરીકે જી.આઈ.ડી.સી.ના જોઈન્ટ મેનેજીંગ ડીરેક્ટર શ્રી મીના કાર્યરત રહેશે. તેઓશ્રી કલેક્ટરશ્રી અને જિલ્લા કંટ્રોલ રૂમના પરામર્શ અને સંકલનમાં રહી સમગ્ર કામગીરી કરશે. આ કંટ્રોલ રૂમમાં જી.આઈ.ડી.સી. અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ સંયુક્ત રીતે ૮ કલાકની ત્રણ શિફ્ટમાં ફરજો બજાવશે. અને જે-તે જિલ્લાના કલેક્ટરશ્રીઓ અને જિલ્લા કંટ્રોલ રૂમના સંપર્કમાં રહી ક્ષેત્રીય કચેરીઓના અધિકારીઓને સમયાનુસાર જરૂરી કામગીરી માટે નિર્દેશ આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના કુલ ૮ જિલ્લાઓની જી.આઈ.ડી.સી.માં ૩૯ એસ્ટેટ, ૮૨૨૩ એકમો, ૯૨,૬૭૮ કામદારો અને ૧૮,૨૫૧ વસાહતોને સંભવિત અસર હોવાથી તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે. આ પ્રસંગે ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર, ઉદ્યોગ  વિભાગના ઉદ્યોગ કમિશનરશ્રી કુલદીપ આર્યા, અધિક કમિશનર શ્રી બી.એમ પ્રજાપતિ, જી.આઈ.ડી.સી.ના જોઈન્ટ મેનેજીંગ ડીરેક્ટર શ્રી મીના સહીત શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

શાહપુરમાં ડરામણી ઘટના! રિક્ષાચાલકે બે યાત્રીઓને ગળે ચાકુ લગાવી ₹1.5 લાખ લૂંટ્યા
ahmedabad
May 18, 2025

શાહપુરમાં ડરામણી ઘટના! રિક્ષાચાલકે બે યાત્રીઓને ગળે ચાકુ લગાવી ₹1.5 લાખ લૂંટ્યા

"શાહપુરમાં રિક્ષા લૂંટની ઘટનામાં બે યુવકો પર ચાકુથી હુમલો કરી ₹1.5 લાખ લૂંટાયા. અમદાવાદ ગુનો કેસમાં પોલીસે તપાસ શરૂ કરી. વધુ જાણો!"

મહિલા સહિત ત્રણ પર તલવાર-ચાકુનો હુમલો | અમદાવાદમાં અપહરણની ઘટના | બ્રેકિંગ ન્યૂઝ
ahmedabad
May 18, 2025

મહિલા સહિત ત્રણ પર તલવાર-ચાકુનો હુમલો | અમદાવાદમાં અપહરણની ઘટના | બ્રેકિંગ ન્યૂઝ

"અમરાઈવાડી, અમદાવાદમાં યુવકનું અપહરણ, તલવાર-ચાકુથી હુમલો. ત્રણ ઘાયલ, પોલીસ તપાસ શરૂ. વધુ જાણો."

ઓપરેશન સિંદુરની સફળતા પર અમદાવાદ મંડળ પર ત્રિરંગા રેલી નું આયોજન
ahmedabad
May 17, 2025

ઓપરેશન સિંદુરની સફળતા પર અમદાવાદ મંડળ પર ત્રિરંગા રેલી નું આયોજન

પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર 16 મે 2025 ના રોજ ‘ઓપરેશન સિંદુર’ ની સફળતા અને તેમાં સામેલ વીર શહીદો ને નમન કરતાં જીતની ખુશી માં ત્રિરંગા રેલી નું આયોજન કરવામાં  આવ્યું. 

Braking News

તેલંગાણામાં ભાજપ સીટોની સંખ્યા ડબલ કરવા માટે સેટ છે: લોકસભા બેઠકો પર એક્ઝિટ પોલની આંતરદૃષ્ટિ
તેલંગાણામાં ભાજપ સીટોની સંખ્યા ડબલ કરવા માટે સેટ છે: લોકસભા બેઠકો પર એક્ઝિટ પોલની આંતરદૃષ્ટિ
June 02, 2024

એક્ઝિટ પોલ્સ તેલંગાણાની લોકસભા બેઠકો પર ભાજપની સંખ્યામાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. વિધાનસભા ચૂંટણી પછી ભાજપ અને કોંગ્રેસ કેવી રીતે ચાલી રહ્યા છે તે જાણો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
May 17, 2023
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express