Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મુખ્યમંત્રી સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી શ્રીયુત સ્ટીફન રૂએન હોફના નેતૃત્વના જર્મન બિઝનેસ ડેલીગેશનની ઉચ્ચ સ્તરીય બેઠક

મુખ્યમંત્રી સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી શ્રીયુત સ્ટીફન રૂએન હોફના નેતૃત્વના જર્મન બિઝનેસ ડેલીગેશનની ઉચ્ચ સ્તરીય બેઠક

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી શ્રીયુત સ્ટીફન રૂએન હોફના નેતૃત્વમાં જર્મની બિઝનેસ ડેલીગેશને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ ડેલિગેશન ભારત-જર્મન સી.ઈ.ઓ. ફોરમમાં સહભાગી થવા ભારત-ગુજરાતની મુલાકાતે આવેલું છે.

Gandhinagar January 12, 2026
મુખ્યમંત્રી સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી શ્રીયુત સ્ટીફન રૂએન હોફના નેતૃત્વના જર્મન બિઝનેસ ડેલીગેશનની ઉચ્ચ સ્તરીય બેઠક

મુખ્યમંત્રી સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી શ્રીયુત સ્ટીફન રૂએન હોફના નેતૃત્વના જર્મન બિઝનેસ ડેલીગેશનની ઉચ્ચ સ્તરીય બેઠક

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી શ્રીયુત સ્ટીફન રૂએન હોફના નેતૃત્વમાં જર્મની બિઝનેસ ડેલીગેશને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ ડેલિગેશન ભારત-જર્મન સી.ઈ.ઓ. ફોરમમાં સહભાગી થવા ભારત-ગુજરાતની મુલાકાતે આવેલું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને જર્મન ચાન્સેલર શ્રીયુત ફ્રેડરિક મર્ઝની  ઉપસ્થિતિમાં યોજાયેલા સી.ઈ.ઓ. ફોરમની સફળતા માટે આ ડેલિગેશનને અભિનંદન પાઠવવા સાથે ગુજરાતમાં આવકાર્યા હતા.

આ ડેલિગેશનના સભ્યોએ ગુજરાત દેશના જીડીપી ગ્રોથમાં 8 ટકાથી વધુનું જે મહત્વનું યોગદાન આપે છે તેનાથી પ્રભાવિત થતા કહ્યું કે, તેઓ ખાસ કરીને એસ.એમ.ઈ. સેક્ટરમાં બિઝનેસ એન્ડ ઇકોનોમી સંબંધો વધારવા ઉત્સુક છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં હવે દેશના રાજ્યો ગ્રોથ રેટ વધારવા આગળ વધ્યા છે તેની ભૂમિકા આપી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જર્મનીના ઉદ્યોગોએ ગુજરાત પર જે ભરોસો મૂક્યો છે તેને વધુ સંગીન બનાવીને પરસ્પર સહયોગથી આપણે વધુ પ્રગતિ સાધી શકીશું.
 
 તેમણે આ બેઠકની ચર્ચાઓ દરમિયાન જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી જર્મની સાથે વિશ્વાસુ મિત્ર તરીકે આગળ વધવા માગે છે તે સંજોગોમાં ગુજરાત અને જર્મનીના ઔદ્યોગિક સંબધોને વધુ ઉંડાણ પૂર્વકના અને લાંબાગાળા માટે વિકસાવીને ગુજરાતમાં જર્મન કંપનીઓના ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ વધુ વેગ મળે તેવી અમારી નેમ છે. મુખ્યમંત્રીશ્રીએ જર્મન ઉદ્યોગોના રોકાણોને વધુ સુવિધાપૂર્ણ બનાવવા હેલ્પ ડેસ્ક શરૂ કરવાના દિશાનિર્દેશ પણ આ બેઠકમાં આપ્યા હતા.
 
જર્મન સ્ટેટ સેક્રેટરી શ્રીયુત સ્ટીફન રૂએન હોફે ચર્ચા દરમિયાન જણાવ્યું કે, જર્મની પોતાની સપ્લાય ચેઈન ડાયવર્સીફાઈ કરવા ઈચ્છે છે તેમાં ગુજરાત તેમની પસંદ બને તે માટે લોજિસ્ટિક્સ, પ્રોડક્શન સ્ટ્રક્ચર અને ઇકોનોમિક ફ્રેમ વર્કમાં જે ચેલેન્જીસ છે તે રીઝોલ્વ થાય તેવી તેમની અપેક્ષા છે. તેમણે ઉમેર્યુ કે, ગુજરાત એનર્જી સેક્ટરમાં અગ્રેસર છે તેમાં રિન્યુઅલ એનર્જીમાં ગ્રીડ અને સ્ટોરેજની જર્મન ટેકનોલોજીની એક્સપર્ટીઝનો સહયોગ મળી શકે તેમ છે.
 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત 2047નું જે વિઝન આપ્યું છે તેમાં ગુજરાત લિડ લેવા સજ્જ છે. 2030 સુધીમાં 100 ગીગા વોટ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનના લક્ષ્ય સાથો સાથ વિકસિત ગુજરાત @ 2047નો રોડમેપ તૈયાર કરીને 6 રિજનલ ગ્રોથ હબ તથા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સથી જિલ્લા સ્તરે ફોકસ સેક્ટર પણ તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, વડાપ્રધાનશ્રીએ ગુજરાતને પોલીસી ડ્રિવન સ્ટેટ તરીકેની આગવી ઓળખ અપાવી છે. હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પોલિસી, આઇ.ટી. પોલીસી, ગ્રીન હાઈડ્રોજન પોલીસી વગેરે સેક્ટર સ્પેસિફિક પોલીસીઝનો લાભ લઈને જર્મનીના ઉદ્યોગો પોતાને અનુકુળ સેક્ટર્સમાં ગુજરાત સાથે સહભાગીતા કરી શકે છે. પ્રિસિઝન એન્જિનિયરિંગ અને ટેકનોલોજી સેક્ટરમાં જર્મનીની તજજ્ઞતાનો લાભ ગુજરાતને મળે તેવી તેમની અપેક્ષા છે.
 
આ ડેલીગેશનના સભ્ય અને સિમેન્સના સી.ઈ.ઓ. રોનાલ્ડ બુશે પણ ગુજરાતમાં એસ.એમ.ઈ અને અન્ય ઉદ્યોગો સપ્લાય ચેઈનનો ભાગ બને અથવા સપ્લાય ચેઈન ડેવલપ કરવામાં ઉપયોગી થઈ શકે તે અંગેના સુઝાવો આપ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ બેઠકની ચર્ચામાં જર્મનીના વિવિધ ક્ષેત્રોના જે 30થી વધુ અગ્રણી ઉદ્યોગ-રોકાણકારો જોડાયા હતા તેમા ડૉ. કાર્લ બિત્ઝર મેનેજીંગ ડિરેક્ટર Delo industrieklebstoffe, બ્રુકનર ટ્રોકેન્ટેકનિકના સી.ઈ.ઓ. સુશ્રી રેજીના બ્રુકનર, વેબસ્ટો એસ.ઈ.ના સી.ઈ.ઓ. શ્રી જોર્ગ બુચહેમ, TKMS AGના એમ.ડી. શ્રી ઓલિવર બર્કહાર્ડ, ડૉ. વુલ્ફ ગ્રુપના મેનેજિંગ પાર્ટનર શ્રી એડ્યુઅર્ડ રિચાર્ડ ડોરેનબર્ગ વગેરેનો સમાવેશ થાય છે. આ ડેલીગેશનના સૌ સભ્યોએ ગુજરાતના આતિથ્ય સત્કારની પણ પ્રશંસા કરી હતી.
 
મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ટી. નટરાજન, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, એસ.જી.એસ.ટી. કમિશનર શ્રીમતી આરતી કંવર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં સહભાગી થયા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

રેલ્વેમાં હીરો બન્યા 5 ગુજરાતી જવાનો! અમદાવાદ મંડળના કર્મચારીઓને મહાપ્રબંધકે સન્માનિત કર્યા
રેલ્વેમાં હીરો બન્યા 5 ગુજરાતી જવાનો! અમદાવાદ મંડળના કર્મચારીઓને મહાપ્રબંધકે સન્માનિત કર્યા
February 09, 2026

પશ્ચિમ રેલ્વે મહાપ્રબંધક શ્રી પ્રદીપ કુમારે અમદાવાદ મંડળના 5 કર્મચારીઓને “મેન ઓફ ધ મન્થ” (ડિસેમ્બર-2025) સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કર્યા! અનિલ કુમાર, ગ્રૈશકુમાર ડી., સાજિદ અહમદ, રવિકુમાર મીના અને દીપક યાદવે સતર્કતાથી એર સ્પ્રિંગ લીકેજ, હોટ એક્સલ, બ્રેક ફાયર જેવી ખામીઓ પકડી મોટી દુર્ઘટનાઓ ટાળી. રેલ્વે સુરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન! વાંચો વિગતો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
February 20, 2023
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
August 03, 2023
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express