Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ

રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦ ટકા થી વધુ: સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૫૯ ટકાથી વધુ વરસાદ નોંધાયો.

Ahmedabad July 22, 2024
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ જેટલો વરસાદ તેમજ સુરત જિલ્લાના કામરેજ તાલુકા, પલસાણા તાલુકા અને સુરત શહેરમાં છ ઈંચથી વધુ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત તાપી જિલ્લાના નિઝાર તાલુકામાં ૫ ઇંચ, સુરત જિલ્લાના મહુવા તાલુકામાં ૫ ઇંચ, નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં ૫ ઇંચ અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૨ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી વધુ ૫૯ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં કુલ ૫૧ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૪૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૩ ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં પણ ૨૪ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

જયારે પારડી, ઓલપાડ, બારડોલી, પાટણ – વેરાવળ, ગણદેવી, ખંભાત મળી કુલ છ તાલુકામાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે તેમજ ઉમરપાડા, કપરાડા, જામજોધપુર, વાલોડ, ધોળકા, જામનગર, વિસાવદર, જલાલપોર, વલસાડ, વાપી અને ખેરગામ મળી કુલ ૧૧ તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ડોલવણ, સુત્રાપાડા, ઘોઘા, ચિખલી, વાલિયા, ધંધુકા, નેત્રંગ, માણાવદર, રાજુલા, વ્યારા, ભરૂચ, માંગરોળ અને નાંદોદ મળી કુલ ૧૩ તાલુકામાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તેમજ તલાલા, બાવળા, ચોરાસી,સાગબારા, તારાપુર, પોરબંદર, ડેડીયાપાડા, માંડવી, કરજણ અને ધરમપુર મળી કુલ ૧૦ તાલુકામાં દોઢ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોનગઢ, ધોરાજી, તિલકવાડા, ઝગડીયા, કેશોદ, જુનાગઢ શહેર, ભેસાણ, વંથલી મળી કુલ આઠ તાલુકામાં એક ઇંચ કરત વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ગરુડેશ્વર, ડાંગ- આહવા, કલ્યાણપુર, લાલપુર, ધારી, સિનોર, ઉના, ભાવનગર, વાંસદા, જોડિયા, કોડીનાર, વઘઈ, સાયલા, નડીયાદ, અમરેલી, ખેડા અને સોજીત્રા મળી કુલ ૧૭ તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

IND vs AFG: ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણી પહેલા મોટી જાહેરાત, આ મેચની ટિકિટ માત્ર આટલા રૂ.માં ઉપલબ્ધ થશે
IND vs AFG: ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણી પહેલા મોટી જાહેરાત, આ મેચની ટિકિટ માત્ર આટલા રૂ.માં ઉપલબ્ધ થશે
December 28, 2023

IND vs AFG T20: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 11 જાન્યુઆરીથી 3 મેચની T20 શ્રેણી રમવાની છે. સિરીઝની બીજી મેચ ઈન્દોરમાં રમાશે. આ મેચની ટિકિટમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
સરકારે ભારતમાં પરીક્ષણ માટે આયાત કરવામાં આવતી કાર પર લાદવામાં આવતી 252% કસ્ટમ ડ્યુટી દૂર કરી
February 05, 2023
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
June 26, 2023
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
સેના વિ સેના: મહારાષ્ટ્રમાં રાજકીય સર્વોપરિતા માટે ઉદ્ધવ ઠાકરેનો સંઘર્ષ
June 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express