હોંડા કાર્સ ઈન્ડિયાએ બોલ્ડ અને સ્ટાઈલિશ હોંડા એલીવેટનું 1 લાખનું એકત્રિત વેચાણનું માઈલસ્ટોન પાર કર્યું
ભારતમાં અગ્રણી પ્રીમિયમ કાર ઉત્પાદક હોંડા કાર્સ ઈન્ડિયા લિ. (એચસીઆઈએલ) દ્વારા ઘરઆંગણે તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં સફળતાને પગલે તેની વૈશ્વિક એસયુવી મોડેલ હોંડા એલીવેટનું 1 લાખનું એકત્રિત વેચાણનું માઈલસ્ટોન પાર કર્યું છે.
નવી દિલ્હી: ભારતમાં અગ્રણી પ્રીમિયમ કાર ઉત્પાદક હોંડા કાર્સ ઈન્ડિયા લિ. (એચસીઆઈએલ) દ્વારા ઘરઆંગણે તેમ જ આંતરરાષ્ટ્રીય બજારમાં સફળતાને પગલે તેની વૈશ્વિક એસયુવી મોડેલ હોંડા એલીવેટનું 1 લાખનું એકત્રિત વેચાણનું માઈલસ્ટોન પાર કર્યું છે. એલીવેટ તાપુકારા, રાજસ્થાનમાં એચસીઆઈએલના ઉત્પાદન એકમ ખાતે હાલમાં ખાસ મેડ ઈન ઈન્ડિયા છે. કંપનીએ ભારતમાં 53,326 યુનિટ્સનું એકત્રિત વેચાણ કર્યું છે અને જાપાન, સાઉથ આફ્રિકા, નેપાળ અને ભૂતાન સહિત દેશોમાં જાન્યુઆરી 2025 સુધી 47,653 યુનિટ્સની નિકાલ કરી છે.
એલીવેટ સપ્ટેમ્બર 2023માં ભારતમાં સૌપ્રથમ રજૂ કરવામાં આવી હતી અને તુરંત એચસીઆઈએલ માટે મજબૂત વેપારનો પાયો બની હતી. નવી ઓફરે કાર ઓફ ધ યર, વ્યુઅર્સ ચોઈસ કાર ઓફ ધ યર, એસયુવી ઓફ ધ યર વગેરે જેવા અગ્રણી મિડિયા ગૃહો પાસેથી સન્માન સહિત ૨૦ પ્રતિષ્ઠિત ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી એવોર્ડસ જીતીને સ્પર્ધાત્મક ઘરેલુ એસયુવી બજારમાં પોતાના સફળતાથી સ્થાપિત કરી હતી. કાર તેના મજબૂત ગ્રાહક મૂળ સાથે ઉત્તમ સુમેળ સાધ્યો છે અને તેમની પાસેથી ઉચ્ચ સ્તરની ભલામણ માણે છે.
આ સિદ્ધિ વિશે બોલતાં હોંડા કાર્સ ઈન્ડિયા લિ.ના માર્કેટિંગ અને સેલ્સના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી કુનાલ બહલે જણાવ્યું હતું કે, "એલીવેટ માટે 1 લાખ એકત્રિત વેચાણનું માઈલસ્ટોન અમારા બધાને માટે ગૌરવનો અવસર છે, જેણે ભારતની ડોમેસ્ટિક એસયુવી બજારમાં હોંડાની હાજરી મજબૂત બનાવી છે અને ભારતમાંથી મજબૂત નિકાસ વેપાર પણ નોંધાવ્યો છે. મોડેલ તેના વૈશ્વિક પદાર્પણથી જ તેના બોલ્ડ સ્ટાઈલિંગ, કમ્ફર્ટેબલ ઈન-કેબિન અનુભવ, ઉત્તમ ફન ટુ ડ્રાઈવ ડાયનેમિક્સ અને એડવાન્સ્ડ સેફ્ટી પેકેજ માટે વિવિધ વયજૂથમાં ઉચ્ચ સરાહના અને સ્વીકાર પામી છે. એલીવેટના જાપાનમાં નિકાસને પ્રમાણે તેની વૈશ્વિક પહોંચ વિસ્તારવા સાથે આપણી ભારતીય ઉત્પાદન શક્તિ અને વૈશ્વિક સ્પર્ધાત્કતા પર પણ ભાર આપ્યો છે. અમે બ્રાન્ડ માટે પ્રેમ અને વિશ્વાસ બતાવનારા અને તેમની વિશ્વસનીય ભાગીદાર તરીકે એલીવેટની પસંદગી કરનારા વિવિધ બજારના અમારા ગ્રાહકોનો પણ આભાર માનવા માગીએ છીએ.”
અર્બન ફ્રીસ્ટાઈલરની ભવ્ય સંકલ્પના પર વિકસિત એલીવેટનું લક્ષ્ય સક્રિય જીવનશૈલી અને વૈશ્વિક વિચારધારા ધરાવતા ગ્રાહકોને આકર્ષવાનું છે અને અદભુત દેકાવ, અતુલનીય બહુમુખિતા, આરામદાયક અને ફન-ટુ-ડ્રાઈવ એસયુવી નિર્માણ કરવા ફંકશનાલિટી સાથે અત્યાધુનિક એસ્થેટિક્સને સંમિશ્રિત કરે છે, જે શહેરની સીમાઓની અંદર અને બહાર પણ સાહસ ખેડવા માટે સુસજ્જ છે.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.