હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ જૂન 2025માં 4,29,147 યુનિટ્સ વેચ્યા
હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ જૂન 2025 માટેના વેચાણના આંકડા જાહેર કર્યા છે. કંપનીએ આ મહિનામાં કુલ 4,29,147 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જેમાંથી 3,88,812 યુનિટ્સનું ઘેરેલું વેચાણ અને 40,335 યુનિટ્સની નિકાસ સમાવેશ થાય છે.
હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ જૂન 2025 માટેના વેચાણના આંકડા જાહેર કર્યા છે. કંપનીએ આ મહિનામાં કુલ 4,29,147 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જેમાંથી 3,88,812 યુનિટ્સનું ઘેરેલું વેચાણ અને 40,335 યુનિટ્સની નિકાસ સમાવેશ થાય છે. એપ્રિલથી જૂન 2025 (FY26નું પ્રથમ ત્રિમાસિક) દરમિયાન HMSIનું કુલ વેચાણ 13,75,120 યુનિટ્સ રહ્યું છે, જેમાંથી 12,28,961 યુનિટ્સ ઘેરેલું અને 1,46,159 યુનિટ્સ નિકાસ છે.
HMSI એ ભારતના 12 શહેરોમાં રોડ સેફ્ટી માટે જાગૃતિ અભિયાન ચલાવ્યાં – જામનગર (ગુજરાત), સતના (મધ્ય પ્રદેશ), કોટા (રાજસ્થાન), સાંગમનેર અને રતનગિરિ (મહારાષ્ટ્ર), કન્યાકુમારી (તમિલનાડુ), ગોકર્ણ (કર્ણાટક), અંબિકાપુર (છત્તીસગઢ), ભવાનીપટણા (ઓડિશા), વિજયવાડા (આંધ્ર પ્રદેશ), મિડનાપુર (પશ્ચિમ બંગાળ) અને ગુરુગ્રામ (હરિયાણા)। સાથે સાથે, ભુવનેશ્વર ટ્રાફિક ટ્રેનીંગ પાર્કના 11 વર્ષ અને તિરુચિરાપલ્લીના 6 વર્ષ પૂર્ણ થવાને અવસરે ઉજવણી કરવામાં આવી. HMSI એ દિલ્હીમાં ટ્રાફિક ટ્રેનીંગ પાર્કમાં “સમર કેમ્પ”નું આયોજન પણ કર્યું, જેમાં બાળકો માટે સલામત ડ્રાઇવિંગ વિષયક થિયરી, રમતગમત અને સાયકલિંગ જેવી પ્રવૃત્તિઓ રાખવામાં આવી.
5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થયેલા "એન્વાયરમેન્ટ વીક 2025" અંતર્ગત, HMSI એ સમગ્ર ભારતભરના ડીલરશિપ અને સર્વિસ સેન્ટરો પર પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ યોજી – જેમાં ગ્રાહકોને છોડ આપવાં, પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે જાગૃતિ લાવવી અને વૃક્ષારોપણનો સમાવેશ થાય છે.
હોન્ડા ઇન્ડિયા ફાઉન્ડેશને ગુરુગ્રામના નૌરંગપુર સ્થિત "હોન્ડા સામાજિક વિકાસ કેન્દ્ર" ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી, જેમાં 200થી વધુ ગામલોકોએ સહભાગી થઈ યોગા દ્વારા આરોગ્ય અને સુખાકારી તરફ પગલાં ભર્યાં.
ભારતમાં શહેરી ટ્રાફિકની સમસ્યાને જોતા ઓટોમેટિક (AMT) કારની માંગ ઝડપથી વધી રહી છે. જો તમે ₹5 થી ₹6 લાખના બજેટમાં નવી કાર શોધી રહ્યા છો, તો Maruti Suzuki S-Presso, Renault Kwid અને Tata Tiago શ્રેષ્ઠ વિકલ્પો છે. મારુતિ S-Presso ₹4.74 લાખમાં 25.3 kmpl ની શાનદાર માઇલેજ આપે છે, જ્યારે રેનો Kwid સ્ટાઇલિશ લુક સાથે ₹4.99 લાખમાં ઉપલબ્ધ છે.
બ્રિટિશ બ્રાન્ડ ટ્રાયમ્ફ 400cc પ્લેટફોર્મ પરથી નવું 350cc એન્જિન વિકસાવી રહી છે. નવી GST પોલિસીથી 18% ટેક્સમાં ફાયદો, રોયલ એનફિલ્ડ, જાવા સામે સ્પર્ધા તીવ્ર બનશે. લોન્ચ અને અસર વિશે વધુ વાંચો.
ટાટા સીએરાએ બજારમાં તોફાન મચાવ્યું! જાન્યુઆરીમાં 7,003 યુનિટ વેચાણ – ટોપ-10માં 6ઠ્ઠું સ્થાન, Hyundai Creta અને Kia Seltosને મજબૂત ટક્કર. ₹11.49 લાખથી શરૂ, 12.3-ઇંચ ટ્રિપલ સ્ક્રીન, JBL 12-સ્પીકર સાઉન્ડ, Level-2 ADAS અને પેનોરેમિક સનરૂફ. વિગતો જુઓ.