હોન્ડાએ ઉદ્યોગમાં સૌપ્રથમ 7 વર્ષ સુધી અમર્યાદિત કિલોમીટર્સ કવરેજ સાથે એક્સટેન્ડેડ વોરંટી રજૂ કરી
ભારતમાં પ્રિમીયમ કાર્સની અગ્રણી ઉત્પાદક હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમીટેડ (HCIL)એ ઉદ્યોગમાં સૌપ્રથમ વખત (એક્સટેન્ડેડ વોરંટી) વિસ્તરિત વોરંટી પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જે સાત વર્ષ સુધી અમર્યાદિત કિલોમીટર્સને આવરી લે છે.
નવી દિલ્હી : ભારતમાં પ્રિમીયમ કાર્સની અગ્રણી ઉત્પાદક હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમીટેડ (HCIL)એ ઉદ્યોગમાં સૌપ્રથમ વખત (એક્સટેન્ડેડ વોરંટી) વિસ્તરિત વોરંટી પ્રોગ્રામ લોન્ચ કર્યો છે, જે સાત વર્ષ સુધી અમર્યાદિત કિલોમીટર્સને આવરી લે છે. આ અસાધારણ વોરંટી ગ્રાહક ખાતરીમાં નવું ધોરણ સ્થાપિત કરતા કાર માલિકોને ચાહે ગમે એટલુ તેઓ ડ્રાઇવ કરે છતાં પણ અતુલનીય મનની શાંતિ પ્રદાન કરે છે.
આ વિસ્તરિત વોરંટી પ્રવર્તમાન Elevate, City, City e:HEV અને Amazeની રેન્જ પર પૂરી પાડવામાં આવે છે. જો ગ્રાહક વિસ્તરિત વોરંટી પ્રોગ્રામમાં વહેલાસર નોંધણી કરાવે તો અન્ય મોડેલ્સ જેમ કે Civic,Jazz અને WR-Vના અન્ય મોડેલોના પેટ્રોલ વેરિયાંટ્સમાં પણ આ પ્રોગ્રામ પ્રદાન કરવામાં આવે છે. આ પહેલ હોન્ડાના એક્સટેન્ડેડ વોરંટી પ્રોગ્રામનો એક ભાગ છે જે હોન્ડાના શ્રેષ્ઠ ટેકનોલોજી અને ગ્રાહકોને માલિકીપણાનો અનુભવ ડિલીવર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ એક્સટેન્ડેડ વોરંટીની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે જેથી હોન્ડા કાર માલિકો મહત્તમ મૂલ્ય અને કવરેજનો આનંદ માણી શકે, ચાહે તેઓ દરરોજની હેરફેરમાં કે લાંબા અંતરની મુસાફરી પોતાના વાહનનો વિસ્તરિત સમયગાળા દરમિયાન કિલોમીટર્સની મર્યાદાની ચિંતા વિના કરી શકે છે.
આ પહેલ પર ટિપ્પણી કરતા હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમીટેડના માર્કેટિંગ અને સેલ્સના વાઇસ પ્રેસિડન્ટ શ્રી કુણાલ બેહલએ જણાવ્યું હતુ કે, ““હોન્ડા કાર્સ ઇન્ડિયા ખાતે, ગ્રાહક માલિકી અનુભવને વધારવા માટેની અમારી પ્રતિબદ્ધતા અતૂટ છે. હોન્ડા કારના મજબૂત ટકાઉપણું, ગુણવત્તા અને વિશ્વસનીયતાના સ્થાપિત મૂલ્યો દ્વારા સમર્થિત, 7 વર્ષ સુધી અમર્યાદિત કિલોમીટર સાથેનો આ વિસ્તૃત વોરંટી પ્રોગ્રામ ખાતરી કરે છે કે દરેક ગ્રાહક તેમની ડ્રાઇવિંગ પેટર્નને ધ્યાનમાં લીધા વિના, લાંબા ગાળાના રક્ષણનો અનુભવ કરી શકે છે. અમારું માનવું છે કે આ નવી ઓફર ઉદ્યોગ માટે ગેમ ચેન્જર છે અને વાહનની માલિકીની ગ્રાહકોની અપેક્ષાઓને ફરીથી વ્યાખ્યાયિત કરશે.”
ગ્રાહકો કારની ખરીદીની તારીખથી 2 વર્ષની અંદર 7 વર્ષની અનલિમિટેડ કિલોમીટર એક્સટેન્ડેડ વૉરંટી પસંદ કરી શકે છે, સાથે જ સ્ટાન્ડર્ડ વૉરંટીના અંત સુધી અન્ય વિકલ્પોની ઉપલબ્ધતા, સાનુકૂળતા અને લાંબા ગાળાની સુરક્ષા પ્રદાન કરે છે. 4થા વર્ષ અને 5મા વર્ષ સુધી વિસ્તૃત વોરંટી ધરાવતા વર્તમાન ગ્રાહકો માટે પણ 7 વર્ષ સુધી અથવા 1,50,000 કિલોમીટર સુધી (જે પહેલા હોય તે) વોરંટી એક્સટેન્શનનો વિકલ્પ પસંદ કરી શકે છે. ખરીદેલી વિસ્તૃત વોરંટી ટ્રાન્સફર કરી શકાય તેવી છે અને કારના પુનર્વેચાણ સમયે મૂલ્ય ઉમેરશે.
Car Tips: દરરોજ સવારે કાર શરૂ કર્યા પછી, ઘણા લોકો તરત જ કાર ચલાવવાનું શરૂ કરે છે, પરંતુ આમ કરવાથી કારના એન્જિનની લાઈફ પર અસર પડે છે. આજે અમે તમને જણાવીશું કે કાર શરૂ કર્યા પછી 2 મિનિટ રાહ જોવી તમારા અને તમારી કાર માટે કેમ ફાયદાકારક બની શકે છે?
મારુતિ અર્ટિગા ભારતની સૌથી વધુ વેચાતી 7 સીટર કાર છે. ગયા નાણાકીય વર્ષમાં પણ તે સૌથી વધુ વેચાતી કાર હતી, પરંતુ બીજી 7 સીટર કાર છે જે તેને સતત સ્પર્ધા આપી રહી છે. રસપ્રદ વાત એ છે કે આ કાર એર્ટિગાનું રિ-બેજ્ડ વર્ઝન છે.
ટાટા મોટર્સની પ્રીમિયમ હેચબેક કાર અલ્ટ્રોઝના ફેસલિફ્ટ વર્ઝનના લોન્ચની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. હવે તેની અંતિમ તારીખ આવી ગઈ છે. આમાં તમને ઘણી નવી સુવિધાઓ અને પાવરટ્રેન મળશે.