Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • જીવનના દરેક તબક્કા સાથે ટર્મ વીમાની જરૂરિયાતો કેવી રીતે વિકસિત થાય છે

જીવનના દરેક તબક્કા સાથે ટર્મ વીમાની જરૂરિયાતો કેવી રીતે વિકસિત થાય છે

ભવિષ્યનો નિર્ણય માનવામાં આવતો ટર્મ વીમો જીવનના પ્રત્યેક તબક્કે તમારા કવરેજનો નિર્ણય કરતી વખતે આ બધા જ પરીબળોને ધ્યાનમાં લેવામાં આવે તેની ખાતરી રાખે છે, તો આવો વધુ જાણીએ

Mumbai April 28, 2023
જીવનના દરેક તબક્કા સાથે ટર્મ વીમાની જરૂરિયાતો કેવી રીતે વિકસિત થાય છે

જીવનના દરેક તબક્કા સાથે ટર્મ વીમાની જરૂરિયાતો કેવી રીતે વિકસિત થાય છે

જેમ તમારા નાણાકીય લક્ષ્યાંકો સ્થિર નથી તેમ તમારા નાણાકીય આયોજનમાં પણ નિયમિત સમયે સમીક્ષાની અને ફેરફારની જરૂર હોય છે. મોટાભાગે બધા જ નાણાકીય નિર્ણયોના પાયા તરીકે ઓળખવામાં આવતો ટર્મ વીમો તે અલગ નથી. અનિચ્છિત પરિસ્થિતિઓમાં તમારી આર્થિક સ્થિતિ અને તમારા આશ્રિતોનું રક્ષણ કરતી નીતિનું નિયમિત સમયે અને જીવનના પ્રત્યેક તબક્કે મૂલ્યાંકન કરવાની જરૂર છે. સામાન્ય રીતે ટર્મ વીમાને એક સમયનો નિર્ણય માનવામાં આવતો હોય છે ત્યારે હકીકતમાં જીવનના દરેક તબક્કામાં તેની પુનઃ સમીક્ષા કરવી જરૂરી છે. ફુગાવો, આવકમાં ફેરફાર, ખર્ચમાં પરિવર્તન, પરિવારમાં વધારો જેવા અગણિત પરીબળો વ્યક્તિની નાણાકીય પરિસ્થિતિ પર અસર કરતા રહે છે. ભવિષ્યનો નિર્ણય માનવામાં આવતો ટર્મ વીમો જીવનના પ્રત્યેક તબક્કે તમારા કવરેજનો નિર્ણય કરતી વખતે આ બધા જ પરીબળોને ધ્યાનમાં લેવામાં આવે તેની ખાતરી રાખે છે.

પોલિસીબજાર.કોમના ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સના વડા ઋષભ ગર્ગે જણાવ્યું હતું કે, ‘લોકપ્રિય માન્યતાથી વિપરિત ટર્મ વીમો માત્ર પરિવારની નિર્ભરતા સાથે જ સંકળાયેલ નથી. હકીકતમાં તે યુવાનોને નીચા પ્રીમિયમ દરે વીમો લેવા પ્રોત્સાહિત કરે છે. સંભવીત સ્વાસ્થ્ય જોખમો અને અન્ય જોખમો મોટાભાગે નાની વયે હોતા નથી. તેથી તેઓ ઓછા જોખમની પ્રોફાઈલ હેઠળ આવે છે. પરિણામે તેઓ નીચી કિંમતે ઊંચા કવરેજ માટે ક્વોલિફાય થાય છે. જેમ કે, દિલ્હીમાં 25 વર્ષની પગારદાર વ્યક્તિ રૂ. 400-600ના માસિક પ્રીમિયમના દરે રૂ. 50 લાખનું કવર અપનાવી શકે છે, જે એકંદરે તર્કસંગત લાગે છે.’

તમે યુવાન હોવ ત્યારે તેમ વિચારવું સરળ છે કે તમારા પર કોઈ આશ્રિત નથી. જોકે, મોટાભાગે અનપેક્ષિત સમયે જ અણધારી ઘટનાઓ બનતી હોય છે અને આવી કોઈપણ અનિચ્છિત ઘટના સમયે તમે એમ નહીં ઈચ્છો કે તમારા વૃદ્ધ માતા-પિતા તેનો ભોગ બને. ટર્મ ઈન્સ્યોરન્સ આવી દુર્ઘટનાના સમયે તમારા બચાવમાં આવે છે અને તમારા પરીવારની ઢાલ બને છે. જીવન વીમા કંપનીઓ જીવનના વિવિધ તબક્કાના લાભના રાઈડર સાથે ટર્મ પોલિસી ઓફર કરે છે, જે તમને લગ્ન કરવા અથવા બાળક થવા જેવા તમારા જીવનના મહત્વપૂર્ણ સંજોગો દરમિયાન કવરેજ વધારવા સક્ષમ બનાવે છે. વીમો ખરીદતી વખતે વ્યક્તિએ મૂળભૂત સિદ્ધાંતને અનુસરવું જોઈએ અને તે એ છે કે જોખમ ઓછું હોય ત્યારે વીમો ખરીદો. એક વખત જોખમી પરીબળો ઊંચા હોય છે ત્યારે વીમો લેવો માત્ર મુશ્કેલ જ નથી બનતો પરંતુ ખર્ચાળ પણ બને છે. 

એક વખત તમે 30 વર્ષની વય વટાવો પછી તમારા લગ્ન થઈ ગયા હોય અને તમે પરિવારનું આયોજન કરતા હોવ અથવા નાના બાળકોના ઉછેર કરતા હોવ તેવી સંભાવનાઓ વધે છે. તમારા માતા-પિતા પણ તમારા પર નિર્ભર બને તેવી પણ ઊંચી સંભાવનાઓ રહે છે. જીવનના આ મહત્વપૂર્ણ તબક્કામાં ખર્ચ અને જવાબદારીઓ વધે છે અને નાણાકીય સુરક્ષા વધુ મહત્વની બાબત બને છે. તેથી કોઈ અનિશ્ચિત પરિસ્થિતિઓમાં આ જવાબદારીઓ પૂરી કરવા માટે પર્યાપ્ત કવરેજ સલાહભર્યું છે. વ્યક્તિએ તેમના આશ્રિતોના પર્યાપ્ત રીતે કવર કરવા માટે તેની વાર્ષિક આવક કરતાં 10 ગણું કવરેજ લેવું જોઈએ. મેટ્રો સિટીમાં રહેતી 35 વર્ષની વ્યક્તિ અંદાજે માસિક રૂ. 1200-1400ના પ્રીમિયમથી રૂ. 1 કરોડની સમ એશ્યોર્ડ મેળી શકે છે. આ વયે ગ્રાહકો એકંદજરે ઓછા જોખમની પ્રોફાઈલ હેઠળ આવતા હોય છે, પરંતુ તેમના પર નાણાકીય નિર્ભરતામાં વધારો થયો હોય છે. તેથી કોઈપણ વિંલબ વિના તર્કસંગત પ્રીમિયમથી વ્યક્તિએ ટર્મ વીમો ખરીદવો જોઈએ.

આ એ તબક્કો છે જ્યારે વ્યક્તિની ખર્ચ કરવા માટેની રકમ સામાન્ય રીતે વધુ હોય છે. વ્યાવસાયિક મોરચે તેઓ પગારદાર હોય તો વરિષ્ઠ ભૂમિકા સુધી પહોંચીને અને ઉદ્યોગસાહસિક હોય તો તેમના કારોબારનો વિસ્તાર કરીને વધુ સ્થિરતા મેળવે છે. જોકે, આવકના અનુસંધાનમાં ખર્ચ હંમેશા વધતો જાય છે. તેથી આ એવો સમય છે જ્યારે વ્યક્તિએ સંતાનોના લગ્ન અથવા ઊંચા શિક્ષણ જેવા સિમાચિહ્નો માટે એક વખતના ખર્ચને પહોંચી વળવા નોંધપાત્ર ભંડોળ એકત્ર કરવાની જરૂર હોય છે. આ સંદર્ભમાં વ્યક્તિનું કવરેજ માત્ર આ તબક્કામાં નિયમિત ખર્ચનું ધ્યાન રાખનારું જ નહીં, પરંતુ કોઈપણ લોનની ચૂકવણી કરવા પણ પર્યાપ્ત હોવું જોઈએ. આ વયે ધ્યાનમાં રાખવાનું નિર્ણાયક પરીબળ પોલિસી ટર્મ હોવું જોઈએ. તમે માત્ર તમારી નિવૃત્તિ પહેલાં તમારી જવાબદારીઓને આવરી લેતા ટર્મ વીમાની ખરીદી કરી શકો છો અને 40-50થી વધુની વય પછી સંભવિત નિવૃત્તિની વય અંગે વધુ સ્પષ્ટતા થતી હોય છે. તેથી આ વયના લોકોએ નિવૃત્તિ પહેલાં સંભવિત જવાબદારીઓથી સલામત રહેવા 65-70 વર્ષ સુધીનું કવર ખરીદવું જોઈએ. આ વયે ગ્રાહકો માટે કવરની યોગ્ય અવધી પસંદ કરવાથી પણ ટર્મ વીમા પ્રીમિયમનો મહત્તમ લાભ લેવામાં મદદ મળે છે.

હવે એવો તબક્કો આવે છે જ્યારે વ્યક્તિ ક્રમશઃ વિવિધ જવાબદારીઓ પૂરી કરે છે અને તેનું ટર્મ કવર પૂરું કરવાનો નિર્ણય કરી શકે છે. જીવનના આ તબક્કે એ આશ્ચર્ય થવું સ્વાભાવિક છે કે તમારી ટર્મ બચશે? શું તેનો અર્થ એ છે કે તમે અત્યાર સુધી ચૂકવેલું પ્રીમિયમ ખાલી થઈ જશે? ના, જરૂરી નથી. તમે બજારમાં ચાલતી નવા વયની ટર્મ યોજના પસંદ કરી હોય તો તમને એક વખતનો એક્ઝિટ વિકલ્પ મળી શકે છે. આ પ્લાન પોલિસીધારકને એમ લાગે કે તેની જવાબદારીઓ પૂરી થઈ ગઈ છે ત્યારે તેની પોલિસી સરન્ડર કરવાની તક આપે છે અને તે તેણે ચૂકવેલા પ્રીમિયમની જીએસટી સિવાય રકમ પાછી મેળવી શકે છે. તેથી, વ્યક્તિએ તેના જીવનના પ્રારંભિક વર્ષોને કવર કરી શકે છે અને પ્લાનમાંથી એક્ઝિટ થઈ શકે છે તથા નાણાંનું મૂલ્ય મેળવી શકે છે. ટર્મ-રીટર્ન-ઓફ-પ્રીમિયમ (ટીઆરઓપી) પ્લાન્સ કરતાં અલગ નવી કેટેગરીની યોજનાઓની કિંમત નિયમિત ટર્મ પ્લાન જેટલી જોય છે જ્યારે ટીઆરઓપી પ્લાનની કિંમત 1.8થી 2 ગણી વધુ હોય છે. આ યોજનાઓ ગ્રાહક 45 વર્ષથી ઓછી વયે ખરીદી શકે છે અને 60 વર્ષ પછી સરન્ડર કરી શકે છે. વૈકલ્પિક રીતે ગ્રાહક 55-60 વર્ષની વયે જીવન વીમો ખરીદીવા માગે છે. તેના બદલે વાર્ષિક યોજના શ્રેષ્ઠ વિકલ્પ છે. એકંદરે ટર્મ ઈન્સ્યોરન્સ જીવનના દરેક તબક્કે કોઈ વાટાઘાટો કરી શકાય નહીં તેવી જરૂરીયાત છે અને તેથી તમારી જરૂરિયાતોનું નિરીક્ષણ કરતાં રહેવું અને તે મુજબ પ્લાનની પસંદગી કરવી મહત્વનું છે. આ રીતે સૌથી વધુ જરૂરિયાતના સમેય તમે તમારા પર નિરાશ્રિતોને મુશ્કેલીમાં પડતા બચાવી શકશો.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન
godhra
February 25, 2026

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગોધરામાં પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું. 7500 sq ft 3S ફેસિલિટી, Urban Cruiser Ebella, Innova Hycross, Fortuner સહિત પૂરું રેન્જ. ગુજરાતમાં 75 ટચપોઇન્ટ્સ! વધુ સુવિધા અને વિશ્વાસ સાથે ટોયોટા અનુભવ.

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

Braking News

અમદાવાદમાં EDII કેમ્પસ ખાતે સસ્ટેનેબિલિટી હેકાથોન ચેલેન્જ – ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરાયું
અમદાવાદમાં EDII કેમ્પસ ખાતે સસ્ટેનેબિલિટી હેકાથોન ચેલેન્જ – ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરાયું
April 29, 2023

EDII ખાતે સસ્ટેનેબિલિટી હેકાથોન ચેલેન્જ-ગ્રાન્ડ ફિનાલેમાં ભારતભરના 31 ઈન્સ્ટિટ્યૂટ્સના વિદ્યાર્થીઓએ 170 આઈડિયાઝ રજૂ કર્યા

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
June 26, 2023
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
June 12, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express