Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સ્માર્ટ મીટર લગાવ્યા બાદ સેંકડો લોકોના લાઈટ બિલ વધારે આવ્યા: ઈસુદાન ગઢવી

સ્માર્ટ મીટર લગાવ્યા બાદ સેંકડો લોકોના લાઈટ બિલ વધારે આવ્યા: ઈસુદાન ગઢવી

“સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું” ઉર્જા મંત્રીના આવા નિવેદન પર આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઉર્જા મંત્રીએ નિવેદન આપ્યું છે કે “ગમે તે કરી લો, સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું.” 

Ahmedabad December 29, 2025
સ્માર્ટ મીટર લગાવ્યા બાદ સેંકડો લોકોના લાઈટ બિલ વધારે આવ્યા: ઈસુદાન ગઢવી

સ્માર્ટ મીટર લગાવ્યા બાદ સેંકડો લોકોના લાઈટ બિલ વધારે આવ્યા: ઈસુદાન ગઢવી

અમદાવાદ/ગુજરાત : “સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું” ઉર્જા મંત્રીના આવા નિવેદન પર આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઉર્જા મંત્રીએ નિવેદન આપ્યું છે કે “ગમે તે કરી લો, સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું.” અમને ખબર છે તમે કંપનીઓના દલાલો છો, પ્રજાનું ક્યારેય વિચારતા નથી. તમે એવું કહો છો કે “ભ્રમણા ફેલાવે છે”, પરંતુ એવા સેંકડો લોકો છે કે જેના બિલ વધારે આવ્યા છે. અત્યારે બે મહિના વાપર્યા પછી લાઇટ બિલ ભરીએ છીએ. છ મહિના પછી તમે સ્માર્ટ મીટર લગાવીને કહેશો કે “હવે એડવાન્સવાળું પ્રિપેઇડ લેવુ પડશે, તો જ સ્માર્ટ મીટર ચાલશે, નહિતર લાઇટ જતી રહેશે.” એવા કેટલાય પરિવારો છે કે જેની પાસે લાઇટ બિલ ભરવાના પણ પૈસા નથી. આ કરવા માટે તમે સત્તા પર આવ્યા છો? જેની પાસે અગાઉથી જ મીટર છે, તેના પ્રજાએ પૈસા ચૂકવી દીધા છે અને હવે સ્માર્ટ મીટર લાવશો અને તેના પણ રૂપિયા લેશો? તમે કંપનીઓ માટે કેટલી હદે નીચે જશો? કંપનીઓએ તમારી સાથે શું ડીલ કરી છે તે ભગવાન જાણે, પરંતુ પ્રજા નથી ઈચ્છતી કે સ્માર્ટ મીટર લાગે.

વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હું જનતાને કહેવા માગું છું કે એવો કોઈ પરિપત્ર નથી કે “સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું.” તમારે ત્યાં ફરજિયાત લગાવતા હોય તો તમે વિરોધ કરી શકો છો કે “આપણે સ્માર્ટ મીટર નહીં લગાડવા દઈએ.” આમ આદમી પાર્ટીને જ્યાં પણ કહેશો ત્યાં સ્માર્ટ મીટરની લડાઈમાં તમારી સાથે રહીશું. ઘણી જગ્યાએ સ્માર્ટ મીટર લગાડીને પછી ગ્રાહકોને કહેવામાં આવે છે કે “તમારે ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા છે.” જ્યારે ગ્રાહક કહે છે કે “અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા.” ત્યારે કહે છે કે “જૂના મીટર અમારી પાસે નથી.” આ ભાજપનું અને ગુજરાત સરકારનું ષડયંત્ર છે. આ માત્ર ગુજરાતમાં જ નહીં આખા ભારતમાં એક કંપનીની દલાલી કરવામાં આવી રહી છે. સ્માર્ટ મીટર લગાવીને પછી એડવાન્સ લે એટલે હજારો કરોડો રૂપિયા આપણા ડિપોઝિટના લઈ લેશે, પછી પ્રિપેઈડ કરી નાખશે, પછી કઈ રીતે બિલ આવે છે તે આપણે સૌ જાણીએ છીએ.

વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પહેલા પરિપત્ર બહાર પાડો. પછી તમામ ભાજપના નેતાઓના ઘરે સ્માર્ટ મીટર લગાવો, કમલમમાં લગાવો, અને પછી પ્રજા પાસે જાવ, એવું નહીં થાય. મેં સાંભળ્યું છે કે હમણાં શહેરમાં આ કેમ્પેઇન ઓછું કર્યું છે. મહાનગરપાલિકાની અને નગરપાલિકાની અને જિલ્લા-તાલુકાની ચૂંટણી પૂરી થયા પછી આ કેમ્પેઇન શરૂ કરવાના છો? હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ કંપનીની દલાલીઓ કરે છે. સ્માર્ટ મીટર તમારે ન લગાડવું હોય તો આ વખતે ભાજપને ભગાડો. જો ભાજપ તાલુકા, જિલ્લા, નગરપાલિકા કે મહાનગરપાલિકામાં ચૂંટણીમાં જીતશે એટલે બીજા દિવસે સ્માર્ટ મીટર તમારે ત્યાં લાવશે, પછી લૂંટ ચલાવશે, પછી પ્રિપેઈડ લાવશે, પછી મોટા બીલ લાવશે. તો તમે કોને ફરિયાદ કરવા જશો ? આ ઉપરથી આવેલું છે એટલે આ ભાજપના નેતાઓની એટલી ઔકાત નથી કે સ્માર્ટ મીટર નહીં લગાડીએ તેવું કહી શકે. કારણ કે ઉપરથી કંપનીઓ અને નેતાઓની ડિલ થયેલી છે. આ લોકો ફરી તમારા પર સ્માર્ટ મીટર થોપશે. એટલે માત્ર એક જ ઈલાજ છે ભાજપને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક પણ માણસ મત નહિ આપે તો સ્માર્ટ મીટર લાગશે નહિ. જો ભાજપ કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ સહિત ભોળવીને મત લઈ ગયા તો બીજા દિવસે સ્માર્ટ મીટર થોપવામાં આવશે. પછી છ મહિના પછી નવો કાયદો આવશે. પછી સ્માર્ટ મીટરના પણ તમારે રૂપિયા આપવા પડશે. તમને લૂંટવામાં આવશે. હું સૌને અપીલ કરું છું કે જાગજો અને જ્યાં પણ સ્માર્ટ મીટર ન જોઇતું હોય ત્યાં આમ આદમી પાર્ટીનો સંપર્ક કરજો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તમારી સાથે ઉભા છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

ભૂકંપ: જમ્મુ-કાશ્મીરની ધરતી ધ્રુજી ઉઠી, કેન્દ્રબિંદુ માત્ર 5 કિમીની ઊંડાઈએ હતું, જાણો કેટલી તીવ્રતા હતી?
ભૂકંપ: જમ્મુ-કાશ્મીરની ધરતી ધ્રુજી ઉઠી, કેન્દ્રબિંદુ માત્ર 5 કિમીની ઊંડાઈએ હતું, જાણો કેટલી તીવ્રતા હતી?
May 10, 2025

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપ શનિવારે બપોરે આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી માત્ર 5 કિલોમીટર નીચે હતું.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
ભારતની મુલાકાત એક સફળ મુલાકાતઃ બિલાવલ ભુટ્ટો ઝરદારી
May 06, 2023
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
June 26, 2023
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
June 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express