Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • હું એક પક્ષનો સૈનિક છું, સૈનિકને એનો રોલ નક્કી કરવાનો નથી હોતો, સેનાપતિએ નક્કી કરવાનું હોય છે : શક્તિસિંહ ગોહિલ

હું એક પક્ષનો સૈનિક છું, સૈનિકને એનો રોલ નક્કી કરવાનો નથી હોતો, સેનાપતિએ નક્કી કરવાનું હોય છે : શક્તિસિંહ ગોહિલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજરોજ પત્રકારો સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે હું એક પક્ષનો સૈનિક છું, સૈનિક ને એનો રોલ નક્કી કરવાનો નથી હોતો, સેનાપતિએ નક્કી કરવાનું હોય છે, ઘણા બધા વિચાર મંથન પછી મને આ જવાબદારી સોંપવામાં આવી છે, પક્ષના તમામ નેતાઓએ દિલ થી મને સમર્થન આપ્યું છે તે બદલ નેતાઓ , કાર્યકર્તાઓ અને તમામ ગુજરાતીઓનો આભાર માનું છું, હવે રાષ્ટ્રીય સ્તરે અને ગુજરાતમાં પણ કામ કરવાનું છે.

Ahmedabad June 10, 2023
હું એક પક્ષનો સૈનિક છું, સૈનિકને એનો રોલ નક્કી કરવાનો નથી હોતો, સેનાપતિએ નક્કી કરવાનું હોય છે : શક્તિસિંહ ગોહિલ

હું એક પક્ષનો સૈનિક છું, સૈનિકને એનો રોલ નક્કી કરવાનો નથી હોતો, સેનાપતિએ નક્કી કરવાનું હોય છે : શક્તિસિંહ ગોહિલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ આજરોજ પત્રકારો સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે હું એક પક્ષનો સૈનિક છું, સૈનિક ને એનો રોલ નક્કી કરવાનો નથી હોતો, સેનાપતિએ નક્કી કરવાનું હોય છે, ઘણા બધા વિચાર મંથન પછી મને આ જવાબદારી સોંપવામાં આવી છે, પક્ષના તમામ નેતાઓએ દિલ થી મને સમર્થન આપ્યું છે તે બદલ નેતાઓ , કાર્યકર્તાઓ અને તમામ ગુજરાતીઓનો આભાર માનું છું, હવે રાષ્ટ્રીય સ્તરે અને ગુજરાતમાં પણ કામ કરવાનું છે, કચ્છ અને ભાવનગરના મતદાતાઓએ દિલથી સહયોગ આપ્યો, હું ગુજરાતીઓનાં પ્રેમ અને આશીર્વાદ શુભ ચિંતકો ના કારણે અહીં સુધી પહોંચ્યો છું, તમામ ગુજરાતીઓને ખાતરી આપુ છું કે દિલથી આપની સેવા કરીશ.

હું નાની ઉમરમાં ધારાસભ્ય થયો, વૈચારિક મતભેદ હોય શકે, મારી આ લડાઇ એ છે કે ફરી ગુજરાતની પરંપરા પુનઃ સ્થાપના થાય, ગરીબ અમીર વચ્ચેનું અંતર ઓછું થાય તે માટેની લડાઇ રહેશે, ગુજરાતીઓનાં તમામ મુદ્દાઓ માટે મારી લડાઇ રહેશે, આપ સૌ ને આમંત્રણ આપું છું કે આવો આપણે સૌ ભેગા મળી ને લડાઇ લડીએ, તા. ૧૮ જુન, રવિવારે સવારે 10 વાગે ગાંધી આશ્રમમાં પુ. મહાત્મા  ગાંધીજીને નમન કરી સાબરમતી આશ્રમ થી રાજીવ ગાંધી ભવન સુધી પદયાત્રા યોજાશે અને કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે નો પદભાર સંભાળશે, માધ્યમોની ટીકાત્મક વાતો પણ હું સકારાત્મક લઈ ને કામ કરતો રહીશ. કર્ણાટક ની ચૂંટણી તાજેતરમાં જ પૂર્ણ થઈ, ચૂંટણીમાં કોઈ ના કોઈ મુદ્દે મતદારો ને ગુમરાહ કરવાનો પ્રયાસ થતો હોય છે, હવે આવનારી ચુંટણી પણ મુદ્દા આધારિત રહેશે. આજે આંતરાષ્ટ્રીય બજારમાં ગેસ સસ્તો થયો તો પણ રાંધણ ગેસ મોંઘો મળી શકે છે, યુવાનો માટે જે વ્યવસ્થા છત્તીસગઢ , રાજસ્થાન આપી શકે શું ગુજરાત ના આપી શકે?

ચૂંટણીમાં સકારાત્મક પોલિટિકસ સાથે કોંગ્રેસ આગળ વધશે. કોંગ્રેસના ઘરવાપસી જેને કરવી હોય એના માટે દરવાજા ખુલ્લા છે, કોઈ પણ શરત વિના. ખાલી વાતમાં નહિ હકીકતમાં જય જય ગરવી ગુજરાત થાય એવું કામ કરવું છે, જેમ ૧૯૯૨માં થયું હતું એવું કામ હવે કરવું છે. નક્કર વિકાસ કરવો જરૂરી છે કાગળ પર નહિ, સત્તા નો દૂર ઉપયોગ કરી ને પક્ષ પલટો કરાવવામાં આવે છે, આવું રાજકારણ આપણા ભારતમાં નહોતું, ખાસ કરીને ગુજરાતમાં પણ નહોતું, સાંસદ માં ફકત બે જ સભ્યો ભાજપના હતા, ધાર્યું હોત તો ભાજપ મુક્ત પાર્લામેંટ થયું હોત, હું કોઈ જૂથ નો નહિ પણ પાર્ટી નો માણસ છું, જૂથબંધી મારા માટે કોઈ પડકાર નથી, મને ભૂતકાળમાં અનેક પીઢ નેતાઓ સાથે કામ કરવાનો મોકો મળ્યો છે, કોંગ્રેસ પક્ષમાં ભાજપ જેવું સરમુખત્યાર શાહી વલણ નથી,

UPA શાસનમાં જે કહ્યું હતું એ કર્યું, શિક્ષણ અધિકાર, મનરેગા, અન્નસુરક્ષા સહીત અનેક કાયદાઓ આદિવાસી તેમજ ગરીબો માટે કામ કર્યું, જો ભાજપને લાગતું હોય કે કોંગ્રેસે ભષ્ટ્રાચાર કર્યો હોય તો 9 વર્ષથી કેન્દ્રમાં ભાજપ સરકાર છે તો જેલમાં નાખો, એકપણ નેતાઓને જેલમાં નાખી શકતા નથી, મોંઘવારી દૂર કરવાના સૂત્રો સાથે આવેલી ભાજપ સરકાર માં મોંઘવારી સતત વધી રહી છે, દરેક જગ્યાએ નિષ્ફળ ગયા પછી બીજા પર ઠીકરું ફોડવું યોગ્ય નથી, વૈમનસ્ય નહી પણ સદભાવ, પ્રેમનું અસ્મિતાનું રાજકારણ હતુ. ગુજરાત માં એવુ વાતાવરણ ઉભુ થાય કે વૈચારીક મતભેદ વાળો ગુજરાત ના હિત માટે સાથે ઉભો રહે, આ વાતાવરણ પુન સ્થાપિત કરવાનું છે. ફિક્સ પગાર,મહેનતકશ ખેડુત, નોકરી માટે ઇચ્છુક બેરોજગારનો સહકાર ઇચ્છુ છું. રાજકારણમાં ન હોય તેવા લોકો પણ સક્રિય થાય. કાર્યકરો જરૂરી સુચનો કરી શકે, શિક્ષણ વગેરે મુદ્દા કેમ ન હોઇ શકે ? સકારાત્મક એજન્ડા સાથે ચૂંટણી લડીશું. પક્ષ એક પરિવાર કોઇને કંઇ મળે કંઇ ના મળે. આવો કોઇ મુદ્દો હોય તો તેનો નિકાલ કરીએ.

ભાજપ લોભ લાલચ આપી કુળ પલટો કરાવે છે. પક્ષ ના તમામ કાર્યકરોને કોઇ જુથ વિના સાથે આગળ વધે તે ઉદ્દેશ સાથે આગળ વધીશું. જબરદસ્તી કોઇને લાવવા નથી. સવારે ભુલો પડેલો ઘરે આવે તો વાંધો નથી. બીન શરતી કાંગ્રેસમાં જોડાઇ શકે. કોગ્રેસના પુર્વ નેતાઓમાં પરિવારને કોગ્રેસમાં જોડાવા આહવાન છે. મારી આ લડાઈ એ છે કે ફરી ગુજરાતની પરંપરા પુન: સ્થાપના થાય, ગરીબ અમીર વચ્ચેનું અંતર ઓછુ થાય તે માટેની લડાઈ રહેશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર
rajkot
March 28, 2026

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.
 

અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: ₹60 કરોડના ખર્ચે તૈયાર થયું 858 બેડનું ભવ્ય 'રેનબસેરા'
ahmedabad
March 27, 2026

અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: ₹60 કરોડના ખર્ચે તૈયાર થયું 858 બેડનું ભવ્ય 'રેનબસેરા'

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹60 કરોડના ખર્ચે અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે. 24,436 ચો.મી.માં ફેલાયેલા આ 8 માળના ભવનમાં 858 બેડની ક્ષમતા છે, જે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા માટે સુરક્ષિત આશરો પૂરો પાડશે. અહીં 280 લોકોની ક્ષમતા ધરાવતી કેન્ટીન, આધુનિક રસોડું, બેંક ATM, લોકર રૂમ અને પાર્કિંગ જેવી હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ છે. 

CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ
gandhinagar
March 25, 2026

CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં 'નાગરિક દેવો ભવઃ'ના અભિગમ સાથે જનતાની સમસ્યાઓ સાંભળી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ 100 થી વધુ, જિલ્લા કક્ષાએ 1218 અને તાલુકા કક્ષાએ 2294 રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ વૃદ્ધ માતાને પડતી હેરાનગતિ રોકવા, દાંતીવાડા યુનિવર્સિટીમાં બાળકો માટે શાળાનું બાંધકામ કરવા અને ખેડૂતોના જમીન સંપાદન તથા ખેતીના પ્રશ્નો ઉકેલવા વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. 

Braking News

69 હજાર શિક્ષક ભરતી કેસ: સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર મૂક્યો સ્ટે, આગામી સુનાવણી 23 સપ્ટેમ્બરે
69 હજાર શિક્ષક ભરતી કેસ: સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર મૂક્યો સ્ટે, આગામી સુનાવણી 23 સપ્ટેમ્બરે
September 09, 2024

69 હજાર શિક્ષકની ભરતી યુપી: ઉત્તર પ્રદેશમાં 69 હજાર શિક્ષક ભરતીના કેસમાં, અલ્હાબાદ હાઈકોર્ટે સરકારને ત્રણ મહિનાની અંદર ભરતી માટે નવી મેરિટ યાદી બહાર પાડવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ આદેશ પર સ્ટે મુક્યો છે. આ મામલામાં આગામી સુનાવણી 23 સપ્ટેમ્બરે થશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
March 05, 2023
હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
July 05, 2023
 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express