આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના નાણા વર્ષ 2023ના પરિણામો: વેરા પછીનો નફો (પીએટી) 36% વધીને રૂ. 17.29 અબજ થયો
સંયુક્ત ગુણોત્તર નાણા વર્ષ 2022માં 108.8%ની સરખામણીએ નાણા વર્ષ 2023માં 104.5% નોંધાયો
કંપનીની ગ્રોસ ડાયરેક્ટ પ્રીમિયમ આવક (જીડીપીઆઈ) નાણા વર્ષ 2023માં રૂ. 210.25 અબજ નોંધાઈ છે જે નાણા વર્ષ 2022માં રૂ. 179.77 અબજ હતી, આ 17.0% ની વૃદ્ધિ છે જે ઉદ્યોગની 16.4% ની વૃદ્ધિ કરતાં વધુ છે.નાણા વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં કંપનીની જીડીપીઆઈ 6.7% વધીને રૂ. 49.77 અબજ હતી જેની સામે નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 46.66 અબજ હતી. આ સામે ઉદ્યોગની વૃદ્ધિ 16.9% ની હતી.સંયુક્ત ગુણોત્તર નાણા વર્ષ 2022માં 108.8%ની સરખામણીએ નાણા વર્ષ 2023માં 104.5% નોંધાયો છે.
સંયુક્ત ગુણોત્તર નાણા વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં 104.2% હતો જે નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં 103.2% હતો.વેરા પહેલાંનો નફો (પીબીટી) નાણા વર્ષ 2022ના રૂ. 16.84 અબજની સરખામણીમાં 25.5% વધીને રૂ. 21.13 અબજ થયો છે, જ્યારે નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકના રૂ. 4.10 અબજની સામે 39.5% વધીને નાણા વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 5.73 અબજ થયો હતો.
નાણાકીય વર્ષ 2022માં રૂ. 7.38 અબજના મૂડી લાભની સરખામણીએ નાણાકીય વર્ષ 2023માં મૂડી લાભ રૂ. 4.53 અબજ થયો હતો. નાણાકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં મૂડી લાભ રૂ. 1.59 અબજ હતો જે નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 1.36 અબજ હતો.પરિણામે, કરવેરા પછીનો નફો (પીએટી) નાણા વર્ષ 2023માં 36.0% વધીને રૂ. 17.29 અબજ થયો હતો, જે નાણા વર્ષ 2022માં રૂ. 12.71 અબજનો થયો હતો. પીએટીમાં નાણા વર્ષ 2023ના બીજાત્રિમાસિકના રૂ.1.28 અબજની વેરા જોગવાઈને ઉલટાવી લેવાનો સમાવેશ થાય છે.
નાણા વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં પીએટી 39.8% વધીને રૂ. 4.37 અબજ થયો હતો જે નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં રૂ. 3.13 અબજ હતો.કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણા વર્ષ 2023 માટે શેર દીઠ રૂ. 5.50ના અંતિમ ડિવિડન્ડની દરખાસ્ત કરી છે. ચુકવણી કંપનીની આગામી વાર્ષિક સામાન્ય સભામાં શેરધારકોની મંજૂરીને આધીન છે. સૂચિત અંતિમ ડિવિડન્ડ સહિત નાણા વર્ષ 2023 માટે એકંદર ડિવિડન્ડ રૂ. 10.00 પ્રતિ શેર છે.
ઇક્વિટી પરનું સરેરાશ વળતર (આરઓએઈ) નાણા વર્ષ 2023માં 17.7% હતું જે નાણા વર્ષ 2022માં 14.7% હતું, જ્યારે નાણા વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકમાં આરઓએઈ 17.2% હતું જે નાણા વર્ષ 2022ના ચોથા ત્રિમાસિકમાં 14.0% હતું.સોલ્વન્સી રેશિયો 31 માર્ચ, 2023 ના રોજ 2.51x હતો જે 31 ડિસેમ્બર, 2022 ના રોજ 2.45x હતો જે 1.50x ની ન્યૂનતમ નિયમનકારી જરૂરિયાત કરતા વધારે હતો. 31 માર્ચ, 2022ના રોજ સોલ્વન્સી રેશિયો 2.46x હતો.
ઓપરેટિંગ કામગીરીની સમીક્ષા
(₹ અબજ)
નાણાકીય સૂચકાંકો |
નાણા વર્ષ 2022 Q4 |
નાણા વર્ષ 2023 Q4 |
Growth % |
નાણા વર્ષ 2022 |
નાણા વર્ષ 2023 |
વૃદ્ધિ % |
જીડીપીઆઈ |
46.66 |
49.77 |
6.7% |
179.77 |
210.25 |
17.0% |
પીબીટી |
4.10 |
5.73 |
39.5% |
16.84 |
21.13 |
25.5% |
પીએટી |
3.13 |
4.37 |
39.8% |
12.71 |
17.29 |
36.0% |
રેશિયો
Financial Indicators |
નાણા વર્ષ 2022 Q4 |
નાણા વર્ષ 2023 Q4 |
નાણા વર્ષ 2022 |
નાણા વર્ષ 2023 |
આરઓએઈ (%) – એન્યુઅલાઈઝ્ડ |
14.0% |
17.2% |
14.7% |
17.7% |
સંયુક્ત ગુણોત્તર (%) |
103.2% |
104.2% |
108.8% |
104.5% |
નોંધ:
સંયુક્ત ગુણોત્તર = (ચોખ્ખા દાવાઓ/ ચોખ્ખી કમાણી કરેલ પ્રીમિયમ) + (મેનેજમેન્ટ ખર્ચ - રિઈન્સ્યોરન્સ પર કમિશન)/ માફ કરેલ ચોખ્ખું પ્રીમિયમ મેનેજમેન્ટ ખર્ચ = સીધું ચૂકવાયેલ કમિશન + ઇનવર્ડ રિઇન્શ્યોરન્સ પર ચૂકવાયેલ કમિશન + વીમા વ્યવસાય સંબંધિત સંચાલન ખર્ચ ઇક્વિટી પરનું સરેરાશ વળતર (આરઓએઈ) = વેરા પછીનો નફો / (( ઓપનીંગ નેટ વર્થ + ક્લોઝિંગ નેટ વર્થ)/2)
નેટ વર્થ = શેર મૂડી + અનામત અને સરપ્લસ
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.