આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ અને ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કે બેન્કેશ્યોરન્સ પાર્ટનરશીપ કરી
ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેની 700થી વધુ શાખાઓ દ્વારા તેનાં ગ્રાહકોને પ્રોટેક્શન, લોંગ ટર્મ સેવિંગ્સ અને રિટાયરમેન્ટ પ્રોડક્ટ્સ ઓફર કરશે.
મુંબઇ : આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ અને અગ્રણી સ્મોલ ફાઇનાન્સ બેન્ક ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્ક (ઉજ્જીવન SFB)એ લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સનાં વિતરણ માટે બેન્કેશ્યોરન્સ પાર્ટનરશીપ કરી છે. પાર્ટનરશીપ હેઠળ ઉજ્જીવન એસએફબી 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 700થી વધુ શાખાઓનાં સઘન નેટવર્ક દ્વારા તેનાં ગ્રાહકોને આઇસીઆઇસીઆઇ લાઇફના ગ્રાહક-લક્ષી રક્ષણ, લાંબા ગાળાની બચત અને નિવૃત્તિ યોજનાઓ સહિતની તમામ પ્રોડક્ટ્સ ઓફર કરશે. લાઇફ ઇન્શ્યોરન્સ કોઇ પણ ફાઇનાન્સિયલ પ્લાનનું મહત્વનું ઘટક છે અને તેથી આઇસીઆઇસીઆઇ લાઇફે ગ્રાહકોનાં જીવનનાં વિવિધ તબક્કાને અનુરુપ વિવિધ પ્રોડક્ટ્સ વિક્સાવી છે.
આઇસીઆઇસીઆઇની પ્રોટેક્શન પ્રોડક્ટ્સ પરિવારમાં કમાણી કરતા મુખ્ય વ્યક્તિનાં અવસાનનાં સંજોગોમાં આવક કમાવી આપે છે. ગાળાની બચત યોજનાઓથી ગ્રાહકો બચત ભંડોળ ઊભું કરી શકશે અથવા તો આવકનો પૂરક સ્ત્રોત ઊભો કરીને નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરી શકશે. રિટાયરીંગ પ્લાનિંગ પ્રોડક્ટ્સ ગ્રાહકોને નિવૃતિ બાદનાં જીવનમાં નાણાકીય રીતે સ્વતંત્રતા મેળવવા આજીવન આવકની ખાતરી આપશે.
પ્યોર પ્રોટેક્શનમાં આઇસીઆઇસીઆઇ પ્રુઆઇ પ્રોટેક્ટ સ્માર્ટ અને આઇસીઆઇસીઆઇ પ્રુ આઇપ્રોટેક્ટ રિટર્ન ઓફ પ્રિમીયમ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, ગ્રાહકો આઇસીઆઇસીઆઇ પ્રુ ગિફ્ટ પ્રો, આઇસીઆઇસીઆઇ પ્રુ ગોલ્ડ અને આઇસીઆઇસીઆઇ પ્રુ સિગ્નેચર પણ ખરીદી શકશે. આ પ્રોડક્ટ્સથી લાંબા ગાળે બચત ભંડોળ ઊભું કરી શકાશે. આઇસીઆઇસીઆઇ પ્રુ ગેરન્ટેડ પેન્શન પ્લાન ફ્લેક્સિથી ઉજ્જીવન એસએફબીનાં ગ્રાહકો તેમની નિવૃત્તિનું
આયોજન પધ્ધતિસર રીતે કરી શકશે.
ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કના એમડી અને સીઇઓ ઇત્તિરા ડેવિસે જણાવ્યું હતું કે, “ભારતની અગ્રણી લાઇફ ઇન્શ્યોરન્સ કંપની આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ સાથે ભાગીદારીની જાહેરાત કરતા અમે આનંદ અનુભવીએ છીએ. અમારો હેતુ આશાસ્પદ મધ્યમવર્ગ માટે ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ સુલભ બનાવવાનો અને તેમનું નાણાકીય ભાવિ સલામત કરવાનો છે. આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફની સંપૂર્ણ પ્રોડક્ટ્સ સાથેનું અમારું વ્યાપક નેટવર્ક વીમા કંપનીઓ માટે માંગનો અવકાશ પૂરવામાં મદદ કરશે અને અમારા ગ્રાહકોને ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ ઓફર કરવાની અમારી સ્થિતિ મજબૂત કરશે.”
આજના કારોબારમાં, BSE મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા ઘટ્યો હતો, જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 1.7 ટકા ઘટ્યો હતો.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.