Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઇન્ડિયા ટીમે જાપાનમાં એઆરઆરસી 2023ની પ્રથમ રેસમાં સ્થિતિસ્થાપકતા પ્રદર્શિત કરી

ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઇન્ડિયા ટીમે જાપાનમાં એઆરઆરસી 2023ની પ્રથમ રેસમાં સ્થિતિસ્થાપકતા પ્રદર્શિત કરી

ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઇન્ડિયા ટીમે જાપાનમાં 2023 એફઆઇએમ એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશીપ (ARRC)માં એક્શન પેક્ડ રાઉન્ડ રજૂ કર્યો

New delhi June 24, 2023
ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઇન્ડિયા ટીમે જાપાનમાં એઆરઆરસી 2023ની  પ્રથમ રેસમાં સ્થિતિસ્થાપકતા પ્રદર્શિત કરી

ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઇન્ડિયા ટીમે જાપાનમાં એઆરઆરસી 2023ની પ્રથમ રેસમાં સ્થિતિસ્થાપકતા પ્રદર્શિત કરી

ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઇન્ડિયા ટીમે જાપાનમાં 2023 એફઆઇએમ એશિયા રોડ રેસિંગ ચેમ્પિયનશીપ (ARRC)માં એક્શન પેક્ડ રાઉન્ડ રજૂ કર્યો હતો. જાપાનમાં સ્પોર્ટ્સલેન્ડ સ્યુગો સર્કિટ ખાતે પ્રતિકૂળ હવામાનની સ્થિતિ સાથે તીવ્ર સ્પર્ધાને કારણે આજની એશિયા પ્રોડક્શન 250સીસી (એપી250સીસી)માં પ઼ડકાર વધુ મોટો હતો.

આ રેસમાં ભારતીય ટીમના એકમાત્ર રાઇડર કેવિન સમર ક્વિંટલે રેસટ્રેક ઉપર સાતત્યપૂર્ણ પ્રદર્શન કરવાની સાથે-સાથે સર્કિટ ઉપર તેમના કૌશલ્ય પણ પ્રદર્શિત કર્યાં હતાં તથા એકંદર ચેમ્પિયનશીપ સ્ટેન્ડિંગ્સમાં મૂલ્યવાન પોઇન્ટ્સ માટે સ્પર્ધા કરી હતી. ચેન્નઇના આ યુવાને શાંત રહીને ગતિ જાળવી રાખતાં કુલ 20’52.959ના લેપ ટાઇમમાં 18માં ક્રમે રેસ પૂર્ણ કરી હતી, જેમાં તેમનો બેસ્ટ લેપ રેકોર્ડ 1’42.481 હતો. આજની શરૂઆતમાં ક્વોલિફાઇંગ રાઉન્ડમાં કેવિને પ્રભાવશાળી 1’42.002 લેપ ટાઇમ મેળવ્યો હતો.

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના ડાયરેક્ટર યોગેશ માથુરે કહ્યું હતું કે, “અમે  જાપાનમાં એશિયન રોડ રેસિંગ ચેમ્પિયનશીપના રાઉન્ડ 3માં કેવિન ક્વિંટલના પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ. આ સ્પર્ધા તીવ્ર હતી અને સર્કિટમાં ટ્રેકની સ્થિતિ પણ પડકારજનક હતી. તેમણે મૂશ્કેલ સંજોગો અને આકરી સ્પર્ધા વચ્ચે પણ કટીબદ્ધતા અને ખેલભાવના પ્રદર્શિત કરી છે.

આજનું પ્રદર્શન અમારી અપેક્ષા મૂજબનું રહ્યું નથી અને તે અમારી ટીમ માટે મૂલ્યવાન અનુભવ બની રહેશે. અમે તેમાંથી પ્રેરણા લઇને આવતીકાલે અમારી રેસમાં સુધારો કરીશું.” ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઇન્ડિયાના રાઇડર કેવિન ક્વિંટલે કહ્યું હતું કે, “જાપાનમાં એશિયન રોડ રેસિંગ ચેમ્પિયનશીપના રાઉન્ડ 3માં પૂરતો પ્રયાસ કરવા છતાં હું મારા પ્રદર્શનથી સંતુષ્ટ નથી.

આ સ્પર્ધા ખૂબજ પડકારજનક સાબિત થઇ છે. જોકે, મેં ધ્યાન કેન્દ્રિત કરીને 18મો ક્રમ મેળવ્યો છે. હું HMSI ટીમનો સપોર્ટ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની તક આપવા બદલ આભાર વ્યક્ત કરું છું. આજનો અનુભવ મારા માટે મૂલ્યવાન શીખ છે અને હું આવતીકાલની રેસમાં સુધારો કરવાનો પ્રયાસ કરતાં મારી ટીમ માટે વધુપોઇન્ટ્સ મેળવવાનો પ્રયાસ કરીશ.” ઇડેમિત્સુ હોન્ડા રેસિંગ ઇન્ડિયા ટીમ આવતીકાલે (રવિવાર, 25 જૂન)ના રોજ એશિયા-પ્રોડક્શન 250સીસી ક્લાસની રેસ 2માં સામેલ થશે, જે ભારતીય સમય મૂજબ સવારે 10.35 વાગે યોજાશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

IND W vs AUS W: ભારત ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ODI હારી ગયું
new delhi
February 24, 2026

IND W vs AUS W: ભારત ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ODI હારી ગયું

Australia Women vs India Women: ઓસ્ટ્રેલિયા મહિલા વિરુદ્ધ ભારત મહિલા: ભારત ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ સામે પ્રથમ ODI 6 વિકેટથી હારી ગયું. આ હાર સાથે, ભારતીય ટીમ શ્રેણીમાં 0-1 થી પાછળ પડી ગઈ.

સ્કોટલેન્ડને હરાવી નેપાળની ઐતિહાસિક જીત: ભુર્ટેલ અને આઈરી ચમક્યા
new delhi
February 18, 2026

સ્કોટલેન્ડને હરાવી નેપાળની ઐતિહાસિક જીત: ભુર્ટેલ અને આઈરી ચમક્યા

T20 વર્લ્ડ કપમાં નેપાળે સ્કોટલેન્ડને 7 વિકેટે હરાવી 12 વર્ષ બાદ પ્રથમ જીત મેળવી છે. ભુર્ટેલ અને આઈરીની શાનદાર બેટિંગથી નેપાળે ઈતિહાસ રચ્યો. સંપૂર્ણ સ્કોરકાર્ડ અહીં જુઓ.

પાકિસ્તાન સામે જીત પછી હાર્દિક પંડ્યા-મહિકા શર્માનો રોમેન્ટિક મોમેન્ટ
new delhi
February 16, 2026

પાકિસ્તાન સામે જીત પછી હાર્દિક પંડ્યા-મહિકા શર્માનો રોમેન્ટિક મોમેન્ટ

પાકિસ્તાન સામે જીત પછી હાર્દિક પંડ્યા-મહિકા શર્માનો રોમેન્ટિક વીડિયો વાયરલ! ડ્રેસિંગ રૂમમાંથી એરપોર્ટ સુધી – ગળે લાગવું, હસવું-મજાકનો કેમિસ્ટ્રી ચાહકોને દિવાના કરી રહ્યો છે. T20 વર્લ્ડ કપમાં હાર્દિકનું ફોર્મ અને મહિકાનો સાથ – વિગતો જુઓ.

Braking News

પ્રખ્યાત સંગીત સમ્રાટ ઉસ્તાદ રાશિદ ખાન નું 55 વર્ષની વયે અવસાન
પ્રખ્યાત સંગીત સમ્રાટ ઉસ્તાદ રાશિદ ખાન નું 55 વર્ષની વયે અવસાન
January 09, 2024

ભારતના પ્રખ્યાત સંગીત સમ્રાટ ઉસ્તાદ રાશિદ ખાન નું નિધન થયું છે. તેણીને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાશિદ ખાન 55 વર્ષના હતા. તેઓ પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત હતા. પ્રોસ્ટેટ કેન્સર હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ઓક્સિજન સપોર્ટ પર હતા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
તણાવના સમયે મહિલાઓ ચિપ્સ, આઈસ્ક્રીમ અને ફાસ્ટ ફૂડ તરફ કેમ વળે છે
July 26, 2023
"ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં માનવીય ગુણોની નકલ કરવામાં AI ની મર્યાદાઓ"
February 05, 2023
 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express