Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આઇઆઇએમ સંબલુપરે નવમાં સ્થાપના દિવસે ઇન્ક્યુબેશન સેન્ટર માટે 2 મિલિયન ડોલરનું ભંડોળ મેળવ્યું

આઇઆઇએમ સંબલુપરે નવમાં સ્થાપના દિવસે ઇન્ક્યુબેશન સેન્ટર માટે 2 મિલિયન ડોલરનું ભંડોળ મેળવ્યું

આઇઆઇએમ સંબલપુરે તેના નવમાં સ્થાપના દિવસની ઉજવણી – “એક્સિલરેટિંગ સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમ” થીમ સાથે કરી હતી. ESKYEN વેન્ચર્સના સુશાંત કુમારે સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે આઇઆઇએમ સંબલપુરના ઇન્ક્યુબેશન સેન્ટરને 2 મિલિયન યુએસ ડોલરનું ભંડોળ પ્રદાન કરવાની કટીબદ્ધતા વ્યક્ત કરી હતી.

Mumbai September 25, 2023
આઇઆઇએમ સંબલુપરે નવમાં સ્થાપના દિવસે ઇન્ક્યુબેશન સેન્ટર માટે 2 મિલિયન ડોલરનું ભંડોળ મેળવ્યું

આઇઆઇએમ સંબલુપરે નવમાં સ્થાપના દિવસે ઇન્ક્યુબેશન સેન્ટર માટે 2 મિલિયન ડોલરનું ભંડોળ મેળવ્યું

આઇઆઇએમ સંબલપુરે તેના નવમાં સ્થાપના દિવસની ઉજવણી – “એક્સિલરેટિંગ સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમ” થીમ સાથે કરી હતી. ESKYEN વેન્ચર્સના સુશાંત કુમારે સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે આઇઆઇએમ સંબલપુરના ઇન્ક્યુબેશન સેન્ટરને 2 મિલિયન યુએસ ડોલરનું ભંડોળ પ્રદાન
કરવાની કટીબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત આઇઆઇએમ સંબલપુરના ઇન્ક્યુબેટ્સની ઉદ્યોગ સાહસિકતાની ક્ષમતાના નિર્માણ માટે આઇઆઇએમ સંબલપુર અને ઇન્ડિયા એક્સિલરેટર વચ્ચે સમજૂતી કરાર પણ થયાં હતાં.

ભારત સરકારના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને મુખ્ય અતિથિ તરીકે આ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ અને ભારત સરકારના કેન્દ્રિય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને વિડિયો મેસેજ દ્વારા આઇઆઇએમ સંબલપુરને તેના નવમાં સ્થાપના દિવસ માટે અભિનંદન આપ્યાં હતાં. તેમણે ઇન્ડિયા એક્સિલરેટર, સિડબી અને ફ્લિપકાર્ટ જેવાં બિઝનેસિસ સાથે આઇઆઇએમ સંબલપુર દ્વારા કરાયેલા જોડાણ અને ભાગીદારીની પ્રશંસા કરી હતી તથા સ્થાનિક વણકરો અને કારીગરોની આજીવિકામાં સહયોગ કરવા તથા ઉદ્યોગ સાહસિકતાને બળ આપવાની મહત્વતા દર્શાવી હતી. આ પ્રેરક વક્તવ્યમાં તેમણે વિદ્યાર્થીઓને આઇઆઇએમ સંબલપુરના ત્રણ સ્તંભો નવીનતા, સમાવેશકતા અને અખંડિતતાનો ઉપયોગ કરવાં આહ્વાન કર્યું હતું, જે તેમની તમામ પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શક બની રહેશે. તેમણે કહ્યું હતું કે આઇઆઇએમ સંબલપુરે પ્રોફેશ્નલ સફળતા માટે જરૂરી જ્ઞાન અને ક્ષમતાઓ પ્રદાન કરી છે તથા તેમને હંમેશા મુખ્ય હેતુને યાદ રાખવા, શ્રેષ્ઠતા માટે પ્રયાસ કરવા, સમાજને પરત આપવા તેમજ મૂલ્યોને જાળવી રાખવા વિનંતી કરી હતી જેથી 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બની શકે.

અતિથિ વિશેષ તેમજ વેન્ચર્સ એન્ડ ઇન્ડસ કેપિટલ, યુએસએ,ના સ્થાપક અને પ્રિન્સિપાલ સુશાંત કુમારે રામ શ્રીરામ જેવાં શરૂઆતી રોકાણકારોના આત્મવિશ્વાસની મહત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો કે જેઓ ગુગલમાં પ્રથમ રોકાણકાર હતાં તથા લેરી પેજ અને સર્ગેઇ બ્રેઇનને ટેકો આપ્યો હતો કે જ્યારે કંપનીએ નુકશાન પણ કર્યું હતું. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે કંપનીઓએ ભંડોળ ઉભું કરવું, લોનની પુનઃચૂકવણી અને રોજગારમાં સ્થિરતા જેવી બાબતોનો ઉકેલ લાવીને મૂળભૂત ચિંતાઓને દૂર કરીને આગળ વધવું જોઇએ. આ ઉપરાંત તેમણે આઇઆઇએમ સંબલપુર ખાતે ઇન્ક્યુબેશન સેન્ટર માટે 2 મિલિયન ડોલરના જંગી ભંડોળની
પણ જાહેરાત કરી હતી. તેમણે પ્રોફેસર જયસ્વાલ અને તેમની ટીમના મજબૂત નેતૃત્વની પ્રશંસા કરીને ટૂંક સમયમાં પ્રોજેક્ટ અમલીકરણની ખાતરી આપી હતી.

 આ કાર્યક્રમમાં આઇ-હબ ગુજરાતના સીઇઓ હિરણમય મહંતે સ્ટેન્ડપોર્ડ યુનિવર્સિટીની અનોખી પહેલ વિશે વાત કરી હતી. સ્ટેનફોર્ડને વર્ષ 1939માં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ઇનોવેશન ફંડમાંથી 50,000 ડોલર મળ્યા હતા, પરંતુ ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટેની તેમની રણનીતિ અસરકારક સાબિત થઇ. આજ
પ્રકારે ડો. જયસ્વાલના પ્રેરણાદાયી નેતૃત્વને કારણે આઇઆઇએમ સંબલપુર ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે આગેવાની લઈ શકે છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી જેવી સંસ્થા પાસે ભવિષ્યને પ્રભાવિત કરવાની અદભૂત તક છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી, પસંદગી પ્રક્રિયા સહિત દરેક વિગતો જાણો
mumbai
May 14, 2025

બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી, પસંદગી પ્રક્રિયા સહિત દરેક વિગતો જાણો

બેંક ઓફ બરોડામાં સહાયક પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. આ સમાચાર દ્વારા વય મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા સહિતની તમામ મહત્વપૂર્ણ વિગતો આ સમાચાર દ્વારા જાણીએ.

મંગળવારના મોટા ઘટાડા પછી શેરબજાર તેના તેજીના વલણમાં પાછું ફર્યું, સેન્સેક્સ 182 પોઈન્ટ વધ્યો
mumbai
May 14, 2025

મંગળવારના મોટા ઘટાડા પછી શેરબજાર તેના તેજીના વલણમાં પાછું ફર્યું, સેન્સેક્સ 182 પોઈન્ટ વધ્યો

છૂટક વેચાણ પછી જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો થવાને કારણે બજારનો મૂડ સુધર્યો છે. આ કારણે આજે બજારમાં ખરીદી ફરી વળી. બજાર લીલા નિશાનમાં બંધ થયું.

જો મુકેશ અંબાણી આ શેર વેચે તો કમાશે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા
mumbai
May 14, 2025

જો મુકેશ અંબાણી આ શેર વેચે તો કમાશે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે એશિયન પેઇન્ટ્સમાં તેનો 4.9 ટકા હિસ્સો $1.31 બિલિયનમાં વેચવાની યોજના ફરી શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, પેઇન્ટ ઉદ્યોગમાં માર્જિનનું દબાણ વધુ વધી ગયું છે ત્યારે કંપનીએ આ પગલું ભર્યું છે.

Braking News

અંબુજા સિમેન્ટ્સે ‘પોષણ માહ’ની ઉજવણી કરી, ગ્રામીણ ભારતમાં આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન
અંબુજા સિમેન્ટ્સે ‘પોષણ માહ’ની ઉજવણી કરી, ગ્રામીણ ભારતમાં આરોગ્ય અને પોષણને પ્રોત્સાહન
November 11, 2024

અંબુજા સિમેન્ટ્સે પોષણ માહની ઉજવણી કરી, એક મહિનાનું દેશવ્યાપી કેમ્પેઇન ગ્રામીણ સમુદાયના આરોગ્ય અને પોષણમાં સુધારો કરવાની કટીબદ્ધતા હાઇલાઇટ કરે છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
April 01, 2023
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
કરિશ્મા કપૂર 11 વર્ષ પછી મર્ડર મુબારકમાં કમબેક કરી રહી છે
February 20, 2023
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
StockDaddyના સ્થાપક આલોક કુમારે યુવા સાહસિકોને સશક્ત બનાવવા પુસ્તક '1 બિલિયન'નું વિમોચન કર્યું
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express