Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ITC Fabelle રજૂ કરે છે ‘વન અર્થ’ કલેક્શન

ITC Fabelle રજૂ કરે છે ‘વન અર્થ’ કલેક્શન

Fabelle વન અર્થ ચોકસાઈપૂર્વક હાથથી રચવામાં આવેલા 10 ટ્રફલ્સનું ઉત્કૃષ્ટ અને પોતાના પ્રકારનું અનોખું કલેક્શન છે, 10 દેશોથી પ્રેરિત આ દરેક ટ્રફલ એક-એક વિશિષ્ટ સામગ્રીથી છલોછલ છે.

New delhi October 19, 2023
ITC Fabelle રજૂ કરે છે ‘વન અર્થ’ કલેક્શન

ITC Fabelle રજૂ કરે છે ‘વન અર્થ’ કલેક્શન

ITC લિ.ની ઘરઆંગણે વિકસાવાયેલી લક્ઝરી ચોકલેટ બ્રાન્ડ Fabelle ઍક્સક્વિઝિટ ચોકલેટ પોતાના સમજદાર ગ્રાહકો માટે અજોડ ચોકલેટ અનુભવ રચવા માટે જાણીતી છે. છેલ્લા થોડા વર્ષમાં Fabelle એ ઉદ્યોગની અનેક બાબતો પહેલીવાર રજૂ કરવાનું કામ કર્યું છે, જેમ કે
Fabelle ટ્રિનિટી – ટ્રફલ ઍક્સ્ટ્રાઑર્ડિનેઈર- વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ, Fabelle ફિનેસ – વિશ્વની શ્રેષ્ઠ ચોકલેટ*, આ સાથે જ વૈશ્વિક ચોકલેટ ઈન્ડસ્ટ્રી માટે સીમાચિહ્ન ઊભું કર્યું છે.

આ વારસાને આગળ વધારતાં, Fabelle આ વર્ષે ચોકલેટપ્રેમીઓને લલચાવવા માટે અવનવું સર્જન લાવવાનું છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ – વિશ્વ એક પરિવાર છે એ લાગણીથી પ્રેરિત થઈ, Fabelle પોતાનું નવતર નાવીન્ય રજૂ કરી રહ્યું છે – Fabelle વન અર્થ કલેક્શન. ITC શેરટોન, નવી દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં, Fabelle એ જાણીતા ઑસ્ટ્રેલિયન ફૂડ ક્રિટિક અને ટીવી પ્રેઝન્ટર શૅફ ઍન્ડી ઍલન સાથેના વ્યૂહાત્મક જોડાણમાં વૈશ્વિક ફ્લૅવર્સ અને સંસ્કૃતિઓના આ સ્વાદિષ્ટ ફ્યુઝનું અનાવરણ કર્યું હતું. આ સિગ્નેચર લક્ઝરી ચોકલેટ ચીવટપૂર્વક શ્રેષ્ઠતમ સામગ્રીઓ અને કોકોઆ સાથે હાથથી રચવામાં આવી છે. તેમાં 10 અનોખા ટ્રફલ્સનો સમાવેશ થાય છે, આ દરેક ખરા અર્થમાં વિશ્વભરના રાષ્ટ્રોના સમૃદ્ધ અને વૈવિધ્યસભર સ્વાદનું પ્રતિનિધિત્વ કરે છે – જેમાં અફઘાનિસ્તાન, ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લૅન્ડ, ભારત, ન્યુ ઝીલૅન્ડ, પાકિસ્તાન, શ્રી લંકા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.

ITC Fabelle માસ્ટર ચોકલેટિયર્સ શ્રેષ્ઠતા માટેની તેમનીઅપરિવર્તનશીલ પ્રતિબદ્ધતા માટે જાણીતા છે, તેમણે દરેક ટ્રફલ માટે શૅફ ઍન્ડી ઍલન સાથે એકથી વધુ પુનરાવર્તન તથા સહ-સર્જન સત્રો હાથ ધર્યા હતા. તેમાં હાથે ચૂંટેલી સામગ્રીઓનો સંગ્રહ છે, જેમાં અફઘાન ફિગ્સ, ઑસ્ટ્રેલિયન મેકેડેમિયા, બાંગ્લાદેશથી પ્રેરિત પાસ્તો, ઈંગ્લૅન્ડના મોરેલો ચૅરી, ભારતના અખરોટ, નેધરલૅન્ડ્સનું કન્ડેન્સ્ડ હોલ મિલ્ક, ન્યુ ઝીલૅન્ડના સફરજન, પાકિસ્તાનના ઍક્વા રોઝ, શ્રીલંકન નાળિયેર અને દક્ષિણ આફ્રિકાના સંતરાનો કળાત્મક રીતે Fabelle ની ચોકલેટ સાથે અપ્રતિમ શ્રેષ્ઠતાનો સુમેળ સાધવામાં આવ્યો છે.

આથી દરેક ટ્રફલ એ દેશની અનોખી વાર્તા કહે છે જેનાથી આ ચોક્કસ રચના પ્રેરિત છે. આ લિમિટેડ- ઍડિશન ભેટમાં 10 ટ્રફલ (130 ગ્રામ) હશે અને તેની કિંમતરૂ. 999/-તમામ કરો સાથે- હશે તથા તે અમદાવાદ, બેંગ્લુરૂ, ચેન્નાઈ, દિલ્હી એનસીઆર, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાંના Fabelleના બુટિક્સમાં ઉપલબ્ધ હશે. આ ચોકલેટ ટ્રફલ્સ ITC Fabelle માસ્ટર ચોકલેટિયરના કલાકૌશલ્યનો પુરાવો છ. આ નિષ્ણાતોએ Fabelle ની પ્રીમિયમ ચોકલેટ સાથે આંતરરાષ્ટ્રીય સામગ્રીઓનું સંયોજન બહુ જ સાવચેતીપૂર્વક કર્યું છે, જેસ્વાદેન્દ્રિયને એવા પ્રવાસ પર લઈ જાય જ્યાં સરહદોની મર્યાદા ઓગળી જાય અને રમતગમતની જેમ ચોકલેટ માટેના વૈશ્વિક પ્રેમની ઉજવણી કરી શકાય.

Fabelle વન અર્થ’ના લૉન્ચની ઉજવણી કરવા માટેના કાર્યક્રમમાં રમતગમત અને ક્રિકેટના વિશ્વ સાથે સંકળાયેલી ખ્યાતનામ હસ્તીઓ હાજર રહી હતી. દિનેશ કાર્તિક – ભારતીય વ્યાવસાયિક ક્રિકેટર અને કૉમેન્ટેટર, વકાર યુનિસ – પાકિસ્તાની ક્રિકેટ કૉચ, અને લિઝા સ્થલેકર – ઑસ્ટ્રેલિયન ક્રિકેટ કૉમેન્ટેટર, ભૂતપૂર્વ ક્રિકેટર અને ઑસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ સુકાનીએ એકતા અને સમુદાયના સારતત્વના સન્માન તરીકે ‘વન અર્થ’ એકમેક સાથે વહેંચી હતી.

Fabelle વન અર્થના લૉન્ચ પ્રસંગેશ્રી. રોહિત ડોગરા, ચિફ ઑપરેટિંગ ઑફિસર – ચોકલેટ, કૉફી, કન્ફૅક્શનરી ઍન્ડ ન્યુ કૅટેગરી ડેવલપમેન્ટ, ફૂડ્સ ડિવિઝન, ITC Limited એ જણાવ્યું હતું કે, ચોકલેટ પ્રેમીઓને ખરા અર્થમાં વિશ્વ-સ્તરીય અનુભવ આપવા પ્રત્યે Fabelle સમર્પિત છે. Fabelle વન અર્થ સાથે અમારો ધ્યેય ચોકલેટના જાદુ દ્વારા લોકોને સાથે લાવવાનો છે. આ ખાસ કલેક્શનમાં 10 વિશિષ્ટ અને અનોખા ટ્રફલ્સ છે, આ દરેકનો સ્વાદ પોતાનામાં અનોખો અને એકમેવ છે. વિવિધ દેશોની ખાસિયત ગણાય એવી વિશિષ્ટ સામગ્રીને ચોકલેટ ટ્રફલ્સના એક બૉક્સમાં એકત્રિત કરી ‘Fabell વન અર્થ’ તરીકે રજૂ કરાઈ છે, જે અનોખા સ્વાદ અને ટેક્સ્ચર્સ રચવાનીબ્રાન્ડની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે.”

બ્રાન્ડ સાથેના પોતાના પહેલા જોડાણ વિશે ટિપ્પણ કરતા ઑસ્ટ્રેલિયન ફૂડ ક્રિટિક અને ટીવી પ્રૅઝન્ટરઍન્ડી ઍલને જણાવ્યું હતું કે, “મારી દૃષ્ટિએ ચોકલેટમાં Fabelle નું કલેક્શન વિશ્વમાં સૌથી શ્રેષ્ઠમાંથી એક છે. આ માસ્ટરપીસને જીવંત બનાવવા માટે Fabelle ટીમ સાથે કામ કરવું એ સંપૂર્ણ
આનંદની બાબત હતી. Fabelle વન અર્થ એ રાંધણકળાની યાત્રા છે, જે દસ જુદા જુદા દેશોની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને ફ્લૅવરને એકસાથે સમાવિષ્ટ કરે છે. અનેક કલાકોની કારીગરી, અવિરત પ્રતિબદ્ધતા તથા દરેક ટ્રફલના સર્જનમાં લાગેલા વૈશ્વિક ફ્લૅવર્સની અથક શોધનું આ પરિણામ છે.

તેમાંથી નીપજેલા પરિણામથી અમે અત્યંત આનંદિત છીએ અને આશા રાખીએ છીએ કે, ચોકલેટ અને સંસ્કૃતિના આ સુંદર સંયોજનનો આનંદ દરેક વ્યક્તિ માણશે.” Fabelle વન અર્થ કલેક્શન વિશેની વધુ માહિતી તથા અન્ય ઉત્કૃષ્ટ Fabelle ચોકલેટ ભેટ માટે, કૃપા કરી www.fabelle.in ની મુલાકાત લો.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ
new delhi
March 15, 2026

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ

ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન
new delhi
March 12, 2026

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?

Braking News

બેંક મેનેજરની હત્યા કરીને 1.17 કરોડ રૂપિયા લૂંટાયા, આ ખુલાસાએ સૌને ચોંકાવી દીધા
બેંક મેનેજરની હત્યા કરીને 1.17 કરોડ રૂપિયા લૂંટાયા, આ ખુલાસાએ સૌને ચોંકાવી દીધા
October 05, 2023

ગુજરાત પોલીસે બેંક મેનેજરની હત્યા અને રૂ. 1.17 કરોડની લૂંટના આરોપસર 20 વર્ષીય હર્ષિલ પટેલની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટાયેલી રકમ પણ રિકવર કરી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
સાવધાન! શરીરમાં આ લક્ષણો દેખાવા લાગ્યા છે, શું આ ડાયાબિટીસ જેવા સાયલન્ટ કિલર રોગની નિશાની નથી?
November 13, 2024
હોલિડે ગિફ્ટિંગ માટે ટોચના 5 ગેજેટ્સ | ટેક પ્રેમીઓ માટે ભેટ વિચારો
હોલિડે ગિફ્ટિંગ માટે ટોચના 5 ગેજેટ્સ | ટેક પ્રેમીઓ માટે ભેટ વિચારો
March 05, 2023
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express