Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • આદિવાસી વિકાસ બજેટમાં ગ્રાન્ટ નહીં તો વિકાસ નહીં, ચૈતર વસાવાની નર્મદા બેઠકમાં ફરિયાદ નિવારણ માટે મજબૂત રજૂઆત

આદિવાસી વિકાસ બજેટમાં ગ્રાન્ટ નહીં તો વિકાસ નહીં, ચૈતર વસાવાની નર્મદા બેઠકમાં ફરિયાદ નિવારણ માટે મજબૂત રજૂઆત

નર્મદા જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિ બેઠકમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મજબૂત રજૂઆત. અધૂરા વિકાસ કામો માર્ચ અંત સુધી પૂર્ણ થાય, આંગણવાડી ફૂડ બિલ-પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ-કુંવરબાઈ મામેરા પેન્ડિંગ, વન વિભાગમાં રોજગારી-બ્રિજ કામોની માંગ. વિગતો જુઓ.

Rajpipla February 21, 2026
આદિવાસી વિકાસ બજેટમાં ગ્રાન્ટ નહીં તો વિકાસ નહીં, ચૈતર વસાવાની  નર્મદા બેઠકમાં ફરિયાદ નિવારણ માટે મજબૂત રજૂઆત

આદિવાસી વિકાસ બજેટમાં ગ્રાન્ટ નહીં તો વિકાસ નહીં, ચૈતર વસાવાની નર્મદા બેઠકમાં ફરિયાદ નિવારણ માટે મજબૂત રજૂઆત

અમદાવાદ/નર્મદા/ગુજરાત : આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા નર્મદા જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલન તથા ફરિયાદ નિવારણ સમિતિની બેઠક બાદ મીડિયા સમક્ષ મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગોના વર્ગ-૧ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્યએ જણાવ્યું કે નર્મદા જિલ્લાના હિતને લગતા અનેક પ્રશ્નો બેઠકમાં ઉઠાવવામાં આવ્યા. પોષણ સુધા યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતું મેનુ અને દર બાળક દીઠ મળતી રૂ. 25 ની સહાય અંગે ચર્ચા કરવામાં આવી. છેલ્લા ત્રણથી ચાર મહિનાથી પેન્ડિંગ ફૂડ બિલ બાબતે તેમણે તાકીદ કરી હતી. અધિકારીઓએ ગ્રાન્ટ મળતા જ ચુકવણી કરવાની ખાતરી આપી છે. ખેતીની જમીનના હસ્તાંતરણ અને વેચાણ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. આદિવાસી વર્ગ માટેની આવાસ યોજના હેઠળ ત્રીજો હપ્તો નાના-મોટા કામોના કારણે બાકી રહ્યો હોવાનું ધ્યાન દોરવામાં આવ્યું. અધિકારીઓએ માર્ચ અંત સુધી બાકી રકમ ચૂકવવાની ખાતરી આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પણ ત્રીજો અને ચોથો હપ્તો પૂર્ણ થયેલા મકાનોને માર્ચ સુધી ચૂકવવા રજૂઆત કરવામાં આવી.

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ઉચ્ચ અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં અંદાજે 8 થી 10 હજાર અરજીઓ મંજૂર થયેલી હોવા છતાં માત્ર 2935 વિદ્યાર્થીઓને જ રકમ મળ્યાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. બાકી તમામ વિદ્યાર્થીઓને ફેબ્રુઆરી-માર્ચ પહેલા ચુકવણી થાય તેવી માંગ કરવામાં આવી છે. કુંવરબાઈ મામેરા યોજનામાં મળેલી 511 અરજીઓમાંથી 363 મંજૂર થયેલી છે, બાકીની અરજીઓ પણ માર્ચ અંત સુધી પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી. દેડિયાપાડા તાલુકાના સગાય રેન્જના અરેઠી ગામમાં વન વિભાગ દ્વારા વીજ કનેક્શન માટે જરૂરી દસ્તાવેજો ન આપવાના મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી. વન વિભાગના કામોમાં મશીનરીના બદલે સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી. શંભુનગરથી દેડિયાપાડા, દેડિયાપાડાથી માલસામોટ રોડ તેમજ ફુલસર-દુથર વચ્ચે અટકેલા વન વિભાગના કામો બે દિવસમાં ફરી શરૂ કરાશે તેવી ખાતરી ડીસીએફ દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. આમ, નર્મદા જિલ્લાના વિકાસ માટે અટકેલા અને અધૂરા કામો માર્ચ અંત સુધી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર સમક્ષ મજબૂત રજૂઆત કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર હુમલો!
ahmedabad
February 21, 2026

કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર હુમલો! "સામાન્ય જનતા માટે નહીં, લૂંટની યોજના"

અમદાવાદ પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર પ્રહાર. “30 વર્ષમાં રસ્તા-શાળા-હોસ્પિટલો ખરાબ, બજેટ લૂંટની યોજના છે”. ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન, દેશ અમેરિકાને ગીરવે મૂકાયો. ભગવંત માન: “પંજાબમાં 10 લાખ આરોગ્ય વીમા, 24 કલાક વીજળી – ગુજરાતમાં કેમ નહીં?”. AAP નેતાઓ ગોપાલ ઇટાલિયા-ચૈતર વસાવા હાજર. વિગતો જુઓ.

વિકાસ-જનહિતના એજન્ડા સાથે ધોળકામાં AAPનું મોટું જોડાણ. સાગર રબારીની આગેવાનીમાં સામાજિક કાર્યકરો પાર્ટીમાં સામેલ
ahmedabad
February 20, 2026

વિકાસ-જનહિતના એજન્ડા સાથે ધોળકામાં AAPનું મોટું જોડાણ. સાગર રબારીની આગેવાનીમાં સામાજિક કાર્યકરો પાર્ટીમાં સામેલ

ધોળકા વિધાનસભામાં AAP મજબૂત બની. ખેડૂત નેતા સાગર રબારીની આગેવાનીમાં કાંતિભાઈ નકુમ, એડવોકેટ કનુભાઈ, મનીષાબેન મહેરિયા, રોશનભાઈ જગદીશભાઈ, જગદીશભાઈ મકવાણા સહિત સામાજિક કાર્યકરો પાર્ટીમાં જોડાયા. જનહિત-વિકાસના મુદ્દાઓથી પ્રેરાઈને ખેસ પહેરાવી આવકાર – વિગતો જુઓ.

લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતાના સૂચનો મંગાવવાનો નિર્ણય સરાહનીય : ગોપાલ ઇટાલિયા
ahmedabad
February 20, 2026

લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતાના સૂચનો મંગાવવાનો નિર્ણય સરાહનીય : ગોપાલ ઇટાલિયા

ગુજરાત સરકારે લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતા પાસેથી સૂચન મંગાવવાનો નિર્ણય લીધો – AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આવકાર્યો. ચૈતર વસાવા: આદિવાસી દીકરીઓના ગેરલાભ ઉઠાવનારા તત્વો સામે કડક કાયદો જરૂરી. હેમંત ખવા: લોકોની અપેક્ષા મુજબ કાયદો આવે તો પગપાળા જઈ CM-નાયબ CMનું સન્માન કરીશું. ખોટી ઓળખથી દીકરીઓના શોષણ પર રોક – વિગતો જુઓ.

Braking News

હોળી પહેલા રાજસ્થાન સરકારની ખેડૂતોને ભેટ, 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદી થશે
હોળી પહેલા રાજસ્થાન સરકારની ખેડૂતોને ભેટ, 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદી થશે
March 23, 2024

Rajasthan Wheat MSP: રાજસ્થાન સરકારે ખેડૂતો માટે મોટી રાહતની જાહેરાત કરતા ઘઉં પર MSP વધાર્યો છે. હવે રાજ્યમાં લઘુત્તમ ટેકાના ભાવ 2400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
February 20, 2023
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
શિવસેનાના મુખપત્રમાં આરોપ: પાર્ટીના પ્રતીક અને નામને સ્ટોરમાંથી ખરીદેલી મગફળીની જેમ ખરીદવામાં આવ્યા છે
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express