Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાતમાં પણ મફત વીજળી, શિક્ષણ અને રોજગાર જોઈએ તો ઝાડૂ ચલાવો: કેજરીવાલ

ગુજરાતમાં પણ મફત વીજળી, શિક્ષણ અને રોજગાર જોઈએ તો ઝાડૂ ચલાવો: કેજરીવાલ

દાહોદના લીમખેડામાં આયોજિત આમ આદમી પાર્ટીની 'વિજય વિશ્વાસ સભા' માં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે છેલ્લા 30 વર્ષમાં બંને પક્ષોએ મળીને આદિવાસી સમાજનું શોષણ કર્યું છે. કેજરીવાલે ગુજરાતમાં પંજાબની જેમ મફત વીજળી, શ્રેષ્ઠ શિક્ષણ, અને મહિલાઓને દર મહિને ₹1000 આપવાનું વચન આપ્યું છે. પંજાબના CM ભગવંત માને ખેડૂતોને દિવસે વીજળી આપવાના મોડલની રજૂઆત કરી હતી.

Ahmedabad March 27, 2026
ગુજરાતમાં પણ મફત વીજળી, શિક્ષણ અને રોજગાર જોઈએ તો ઝાડૂ ચલાવો: કેજરીવાલ

ગુજરાતમાં પણ મફત વીજળી, શિક્ષણ અને રોજગાર જોઈએ તો ઝાડૂ ચલાવો: કેજરીવાલ

અમદાવાદ/ દાહોદ/ ભરૂચ /નર્મદા / વડોદરા/ ગુજરાત : આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે ભવ્ય ’વિજય વિશ્વાસ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું.  આ સભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી સહિત ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયજી, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, સહ પ્રભારી ગુલાબ સિંહ યાદવ, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ચૈતર વસાવા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, ઇસ્ટ ઝોન ઇન્ચાર્જ અશોક ઓઝા, ઇસ્ટ ઝોન સંગઠન મંત્રી નરેશ બારીયા સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં દાહોદ તથા આસપાસના વિસ્તારના સ્થાનિક ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ સહિત હજારોની સંખ્યામાં તમામ જાતિ-ધર્મ અને વર્ગના લોકો સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ દાહોદના લિમખેડામાં યોજાયેલી સભામાં હાજર હજારો લોકો સમક્ષ પોતાની વાત રાખતાં કહ્યું કે, છેલ્લા 30 વર્ષમાં ભાજપે, કોંગ્રેસ સાથે મળીને ગુજરાતને લૂંટી લીધું, પરંતુ તેમાં પણ સૌથી વધુ આદિવાસી લોકોને લૂંટી લીધા અને સૌથી વધુ આદિવાસી સમાજ પર અત્યાચાર કર્યો. તમારા બાળકો મોટા થાય છે પરંતુ તેમના માટે શિક્ષણની વ્યવસ્થા નથી, નોકરી નથી, તો તેઓ ખેતરમાં કામ કરે છે અને તેમણે ખેડૂતોની સ્થિતિ પણ ખૂબ ખરાબ બનાવી દીધી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આદિવાસી સમાજ માટે અબજો રૂપિયા મોકલે છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ પૈસા ક્યાં જાય છે? તો જવાબ એ જ છે કે આ બધા પૈસા ભાજપ અને કોંગ્રેસના લોકોના ખિસ્સામાં જાય છે. મનરેગામાં કામ કરતા ગરીબોના પૈસા પણ આ લોકોએ ખાઈ લીધા. અને જ્યારે અમારા ધારાસભ્ય ચૈતર વસાવાએ તેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો તેમને જેલમાં નાખી દીધા. જેણે ચોરી કરી તે મંત્રીને જેલમાં નાખ્યો નહીં કારણ કે તે ઉપર સુધી પૈસા પહોંચાડે છે. ક્લાર્કથી લઈને મંત્રી સુધી દરેક વ્યક્તિ પૈસા ખાઈ રહ્યા હતા પરંતુ કોઈને જેલ થઈ નહીં, પરંતુ અવાજ ઉઠાવનાર ચૈતરભાઈને 3 મહિના સુધી જેલમાં નાખી દીધા. તેઓ પોતાના પત્ની-બાળકો માટે જેલમાં ગયા નહોતા પરંતુ તેઓ તમારા માટે જેલમાં ગયા હતા.

આગળ અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, નળથી જળ યોજના માં કરોડો રૂપિયાનું ફંડ આવતું હતું પરંતુ શું કોઈના ઘરમાં પાણી આવ્યું? પાણી પણ આવ્યું નહીં તેનો અર્થ એ છે કે આ લોકોએ તમારા બધા પૈસા ખાઈ લીધા. આવી કેટલીય યોજનાઓના પૈસા આવે છે અને તે પૈસા જનતા સુધી પહોંચતા નથી, તે બધા પૈસા આ લોકો ખાઈ જાય છે. તમારા મતથી આ લોકો ધારાસભ્ય બની જાય છે અને તેમના બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે જ્યારે તમારા બાળકો માટે સરકારી શાળા પણ નથી. જે સરકારી શાળાઓ છે તે પણ તૂટી પડેલી છે, શિક્ષકો આવતા નથી. પછી આ લોકો પોતાના જ બાળકોને ચૂંટણી વખતે ધારાસભ્યની ટિકિટ પણ આપી દે છે. પરંતુ તમારા બાળકોનું કોઈ ભવિષ્ય નથી. આ લોકોએ તમારું જળ, જંગલ, જમીન છીનવી લીધી, તમને પોલીસ હેરાન કરે છે, ફોરેસ્ટ વિભાગના લોકો હેરાન કરે છે, આજે સૌથી વધુ FIR આદિવાસી લોકો સામે થાય છે.

આગળ અરવિંદ કેજરીવાલજીએ કહ્યું કે, પંજાબમાં પણ પહેલા આવી જ સ્થિતિ હતી. ત્યાં 5 વર્ષ કોંગ્રેસની સરકાર રહેતી હતી, 5 વર્ષ અકાલી દળની સરકાર રહેતી હતી અને આ બંને મળીને લોકોને લૂંટી રહ્યા હતા. જેના કારણે લોકો કંટાળી ગયા હતા અને પછી પંજાબમાં એક નવી પાર્ટી આવી, ઝાડૂવાળી આમ આદમી પાર્ટી. પછી લોકોએ ઝાડૂ ચલાવ્યુઅને જૂની પાર્ટીઓને ઉખેડીને ફેંકી દીધી. 2022ની ચૂંટણીમાં 117માંથી 92 સીટો આમ આદમી પાર્ટીને મળી. હું અહીં કોઈ ખોટા વચનો આપવા આવ્યો નથી પરંતુ હું એટલું જ કહેવા આવ્યો છું કે અમે પંજાબમાં શું કર્યું અને જે અમે પંજાબમાં કર્યું છે તે જ કામ અમે ગુજરાતમાં પણ કરી શકીએ છીએ. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ખેડૂતના દીકરા છે. સૌપ્રથમ અમે પંજાબના ખેડૂતો માટે ખેતીની વીજળી મફત કરી દીધી. જો ગુજરાતમાં પણ ખેડૂતોને મફત વીજળી જોઈએ તો આમ આદમી પાર્ટીનું ઝાડૂ ચલાવો અને ભાજપને હટાવો. પંજાબમાં અમારી સરકાર આવવા પહેલા રાત્રે 2:00 વાગ્યે ખેતીની વીજળી આવતી હતી. પરંતુ અમારી સરકાર આવ્યા પછી અમે ખેતરમાં દિવસે 8 કલાક વીજળી આપવાની શરૂઆત કરી. પહેલા ખેડૂતોને પાક વેચ્યા પછી ચાર-ચાર મહિના સુધી ચુકવણી મળતી નહોતી અને આજે અમારી સરકાર સવારે પાક ખરીદી લે છે અને સાંજે ખેડૂતોના ખાતામાં પૈસા મોકલી દે છે. મને કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં પણ ખેડૂતોને ઘણા મહિના સુધી પાકના પૈસા મળતા નથી. મને આ પણ કહેવામાં આવ્યું કે ગુજરાતની સરકાર કેટલાક ખેડૂતોની પાક ખરીદે છે અને કેટલાકની ખરીદતી નથી, પરંતુ પંજાબમાં અમારી સરકાર ખેડૂતોની આખો પાક ખરીદી લે છે. 30 વર્ષથી આ લોકોએ તમને સિંચાઈનું પાણી આપ્યું નથી, હજુ વધુ 30 વર્ષ પણ તેમને આપશો તો પણ તેઓ તમને સિંચાઈનું પાણી આપશે નહીં કારણ કે તેમની નીતિ જ એવી નથી, તેમને તો માત્ર લૂંટતા જ આવડે છે. હું માત્ર એટલું કહું છું કે ફક્ત એક વખત આમ આદમી પાર્ટીને તક આપીને જુઓ.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

AAPનું ભવ્ય શક્તિ પ્રદર્શન: અમરેલીમાં હજારોની મેદની વચ્ચે કેજરીવાલ-ભગવંત માનનો હુંકાર
amreli
March 25, 2026

AAPનું ભવ્ય શક્તિ પ્રદર્શન: અમરેલીમાં હજારોની મેદની વચ્ચે કેજરીવાલ-ભગવંત માનનો હુંકાર

અમરેલીમાં આયોજિત આમ આદમી પાર્ટીની 'વિજય વિશ્વાસ સભા' માં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન એ ભાજપ સરકારના 30 વર્ષના શાસન પર આકરા પ્રહાર કર્યા છે. કેજરીવાલે ખેડૂતોના પાક નુકસાન પેકેજ, મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવી પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી અને મહિલાઓને દર મહિને ₹1,000 આપવાની ગેરંટી આપી છે. 

પંજાબમાં બદલાવની લહેર: 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનથી યુવાનોને મળ્યું નવું જીવન અને ગૌરવપૂર્ણ રોજગાર
punjab
March 25, 2026

પંજાબમાં બદલાવની લહેર: 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનથી યુવાનોને મળ્યું નવું જીવન અને ગૌરવપૂર્ણ રોજગાર

પંજાબ સરકાર દ્વારા ચલાવવામાં આવતા 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાન હેઠળ રાજ્યના યુવાનોમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ વ્યૂહરચના માત્ર તસ્કરો પર કાર્યવાહી કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ વ્યસનનો ભોગ બનેલા યુવાનોને તબીબી સારવાર, કાઉન્સેલિંગ અને ત્યારબાદ રોજગાર સહાય આપીને તેમને સામાજિક મુખ્ય પ્રવાહમાં પાછા લાવવામાં આવી રહ્યા છે. 

અમદાવાદ-સુરતમાં 8,000 લોકો પાસે હથિયાર! ગોપાલ ઇટાલિયાએ પોલીસ તંત્રની નિષ્ફળતા પર ઉઠાવ્યા સવાલ
ahmedabad
March 25, 2026

અમદાવાદ-સુરતમાં 8,000 લોકો પાસે હથિયાર! ગોપાલ ઇટાલિયાએ પોલીસ તંત્રની નિષ્ફળતા પર ઉઠાવ્યા સવાલ

ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યની કાયદો-વ્યવસ્થા પર આકરા પ્રહાર કર્યા છે. સરકાર દ્વારા અપાયેલા જવાબ મુજબ અમદાવાદ અને સુરતમાં અંદાજે 8,000 લોકો પાસે હથિયારના લાયસન્સ છે અથવા તેમણે માંગણી કરી છે. 

Braking News

મુંબઈમાં નિર્માતા વિનોદ ભાનુશાલી અને અન્ય પ્રોડક્શન હાઉસની ઓફિસો પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા
મુંબઈમાં નિર્માતા વિનોદ ભાનુશાલી અને અન્ય પ્રોડક્શન હાઉસની ઓફિસો પર આવકવેરાના દરોડા પાડવામાં આવ્યા
April 19, 2023

મુંબઈમાં નિર્માતા વિનોદ ભાનુશાલી અને અન્ય પ્રોડક્શન હાઉસની ઑફિસો પર ઈન્કમ ટેક્સના દરોડા અંગે નવીનતમ સમાચાર મેળવો. ચાલુ તપાસના અમારા વ્યાપક કવરેજ સાથે અપડેટ રહો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
April 27, 2023
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
February 21, 2023
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express