Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • NDPSની ડેડિકેટેડ કાર્યવાહી માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ બનાવવા મહત્વનો નિર્ણય

NDPSની ડેડિકેટેડ કાર્યવાહી માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ બનાવવા મહત્વનો નિર્ણય

ANTF યુનિટ માત્ર અને માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે: આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદ કરશે.
 

Gandhinagar August 25, 2025
NDPSની ડેડિકેટેડ કાર્યવાહી માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ બનાવવા મહત્વનો નિર્ણય

NDPSની ડેડિકેટેડ કાર્યવાહી માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ બનાવવા મહત્વનો નિર્ણય

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. આ માટે, રાજ્યમાં ઝોન મુજબ કુલ ૬ નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ શરૂ કરવામાં આવશે, જે ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર અંકુશ લગાવશે. આ યુનિટ્સની સ્થાપનાથી ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ વધુ મજબૂત બનશે.

વર્તમાનમાં કાર્યરત નાર્કોટિક્સ સેલને વધુ શક્તિશાળી બનાવવા માટે આ ANTF યુનિટ્સ ઊભા કરી તેમાં ૧ એસ.પી., ૬ ડીવાયએસપી અને ૧૩ પીઆઇ સહિત કુલ ૧૭૭નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. અગાઉ નાર્કોટિક્સ સેલમાં ૩૪ અધિકારી કર્મચારીઓ હતા, જે હવે ANTF ઓપરેશનલ થતા ૨૧૧ અધિકારી કર્મચારીનું મહેકમ થશે. આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર અને માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ યુનિટ્સનું સમગ્ર સુપરવિઝન સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવશે.

આ છ નવા ANTF યુનિટ્સ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે. આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદ કરશે.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, આ યુનિટ્સ દ્વારા સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે 'cutting edge level'ની કાર્યવાહી કરવામાં આવશે.
 
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે જણાવ્યું કે, આ ઝોન વાઇઝ પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ્સના ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જળવાઈ રહેશે. ANTF યુનિટ્સ દ્વારા નોંધાયેલા ગુનાઓની તપાસ વ્યવસ્થિત રીતે થઈ શકશે, જેનાથી આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે.
રાજ્યને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના સંકલ્પને સાર્થક કરવા માટે એ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે, જે ડ્રગ્સ વિરુદ્ધની લડાઈમાં એક ઐતિહાસિક પગલું છે.

ANTF યુનિટ્સની મુખ્ય વિશેષતાઓ

તપાસમાં સુપરવિઝન: સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS કેસોની તપાસમાં 'ટોપ ટુ બોટમ' અને 'બોટમ ટુ ટોપ' અભિગમ અપનાવવામાં આવશે, જેમાં ANTF યુનિટનું સુપરવિઝન અસરકારક સાબિત થશે.

ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ: આ નવા યુનિટ્સમાં ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ પણ કાર્યરત રહેશે. આ યુનિટ્સ વારંવાર NDPSના ગુના આચરતા તત્વો, સિન્ડિકેટ માળખું અને ઇન્ટર-સ્ટેટ નાર્કો ઓફેન્ડર્સની માહિતી એકત્રિત-સંકલિત કરીને ડેટા આધારે એનાલિસિસ કરી આ પ્રકારના ગુનેગારો સામે સઘન કાર્યવાહી કરવા ANTF યુનિટ મહત્વની ભૂમિકા ભજવશે.

PIT NDPS કાર્યવાહીને વેગ: જે રીતે અસામાજિક તત્વો સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી થાય છે, તે જ રીતે NDPSના ગુનેગારો સામે પીટ એનડીપીએસ (PIT NDPS) હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે, ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટની મદદથી હવે ANTF દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે કડક પગલાં ભરવામાં વેગ મળશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

ફ્લોર ટેસ્ટમાં નીતિશ કુમારની મોટી જીત, તરફેણમાં 129 વોટ, RJDના ત્રણ ધારાસભ્યોએ રમી ગેમ
ફ્લોર ટેસ્ટમાં નીતિશ કુમારની મોટી જીત, તરફેણમાં 129 વોટ, RJDના ત્રણ ધારાસભ્યોએ રમી ગેમ
February 12, 2024

Bihar Floor Test: વિપક્ષે વિશ્વાસ મત પર વોટિંગમાંથી વોકઆઉટ કર્યું. આ સ્થિતિમાં પક્ષમાં 129 મત પડ્યા હતા. જે ભાજપ-જેડીયુના દાવા કરતા એક વોટ વધુ છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
હરમનપ્રીત કૌરે રચ્યો ઈતિહાસ, 150 T20I અને 3000 રન બનાવનાર પ્રથમ ખેલાડી બની
February 20, 2023
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
April 06, 2023
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express