Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • યાહ મોગી માતાજી મેળા પૂર્વે દેવમોગરામાં મહત્વપૂર્ણ બેઠક: AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ રોડ-પાર્કિંગ-સુરક્ષા માટે આપ્યા સૂચનો

યાહ મોગી માતાજી મેળા પૂર્વે દેવમોગરામાં મહત્વપૂર્ણ બેઠક: AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ રોડ-પાર્કિંગ-સુરક્ષા માટે આપ્યા સૂચનો

દેવમોગરામાં યાહ મોગી માતાજીના મહાશિવરાત્રી મેળાની તૈયારી માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી. રોડ-રસ્તા, પાર્કિંગ, પીવાનું પાણી, શૌચાલય, સુરક્ષા અને મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ સાથે સંકલન પર ભાર. લાખો શ્રદ્ધાળુઓ માટે સુચારુ વ્યવસ્થાની વાત. વિગતો જુઓ.

Ahmedabad February 03, 2026
યાહ મોગી માતાજી મેળા પૂર્વે દેવમોગરામાં મહત્વપૂર્ણ બેઠક: AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ રોડ-પાર્કિંગ-સુરક્ષા માટે આપ્યા સૂચનો

યાહ મોગી માતાજી મેળા પૂર્વે દેવમોગરામાં મહત્વપૂર્ણ બેઠક: AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ રોડ-પાર્કિંગ-સુરક્ષા માટે આપ્યા સૂચનો

અમદાવાદ/નર્મદા/દાહોદ/ભરૂચ/છોટાઉદેપુર/વડોદરા/ગુજરાત : મહાશિવરાત્રીના રોજ દેવમોગરા ખાતે યાહ મોગી માતાજીના મંદિરે ભવ્ય મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે અને આ આયોજનની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજકો, સામાજિક આગેવાનો અને પ્રશાસન દ્વારા એક મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં આમ આદમી પાર્ટીના દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ મીટીંગ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ  પોતાના વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેળાના આયોજન માટે સારા સારા સૂચનો ખૂબ આવ્યા છે અને મંદિરના ટ્રસ્ટીઓએ ખૂબ જ ગંભીરતાપૂર્વક આ તમામ તરફ ધ્યાન આપ્યું છે. હું અન્ય બે ત્રણ સૂચનો મુદ્દે વાત કરીશ. આમસે દાદા મહારાષ્ટ્રના પોલીસ અધિકારીઓને આ મેળા વિશે જાણકારી આપે એવી વિનંતી છે અને અમે પણ સ્થાનિક એસપી અને આઇજીને આ મુદ્દે જણાવીશું કે  આ જાત્રા દરમિયાન કોઈપણ શ્રદ્ધાળુને સ્થળ સુધી પહોંચવામાં કોઈ સમસ્યા ન થાય. સાથે સાથે મધ્યપ્રદેશથી આવેલ આગેવાનોને પણ વિનંતી છે કે તેઓ પણ મધ્યપ્રદેશ પ્રશાસનને આ મુદ્દે જાણ કરે. અનેક રાજ્યોમાંથી લોકો આ જાત્રામાં ભાગ લેવાના છે તો સરકારે અને પ્રશાસને આ મુદ્દે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાન દોરવું પડશે. ખાસ કરીને રોડ-રસ્તા, પાર્કિંગ, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા, રાત્રી રોકાણની વ્યવસ્થા, સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા કરવી પડશે.

પાર્કિંગથી લઈને તમામ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પોલીસે અને આયોજકોએ કરવી પડશે. સાથે સાથે ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગના લોકો પણ ખડેપગે રહે એ જરૂરી છે. તો આ રીતે  સુચારુ આયોજન થાય અને લાખોની સંખ્યામાં આપણા સમાજના લોકો શ્રદ્ધા સાથે આવે અને માતાજીના દર્શન કરે એવી વ્યવસ્થા ઊભી થાય એવી આપણે કોશિશ કરીશું. લાખોની સંખ્યામાં લોકો આવશે અને ઘણા લોકો પાસે પોતાની ગાડીઓ નહીં હોય માટે આપણે એસટી નિગમને પણ આ મુદ્દે વ્યવસ્થા કરવા માટે જાણ કરવી પડશે. ગુજરાતમાં અંબાજીથી લઈને દાહોદ સુધી તમામ બેલ્ટમાં બસોના રૂટ બનાવે અને એ વિસ્તારથી લઈને દેવમોગરા સુધી આવવાના અને દેવમોગરાથી લઈને પાછા તેમના વિસ્તાર સુધીના રૂટ બને એ મુદ્દે રજૂઆત કરવી પડશે. આ રીતે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના એસટી નિગમને પણ રજૂઆત કરવી પડશે. સાથે સાથે અનેક અખાડા વાળા લોકો આવીને દુકાનદારો પાસે પૈસા માંગે છે અને જેના કારણે ગઈ વખતે થોડી માથાકૂટ પણ થઈ હતી તો આપણે ધ્યાન રાખવું પડશે કે કયા અખાડાવાળા ક્યાંથી આવે છે અને પોલીસ વિભાગે પણ ધ્યાન રાખવું પડશે તથા એ અખાડાના લોકોને કેટલું દાન આપવું એ પણ જોવું પડશે જેથી કોઈને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર AAPના પ્રહાર: 0% ટેરિફથી અમેરિકન પ્રોડક્ટ ભારતમાં, ભારતીય ખેડૂતોની કંગાળી નિશ્ચિત – પ્રવીણ રામ
ahmedabad
February 04, 2026

અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર AAPના પ્રહાર: 0% ટેરિફથી અમેરિકન પ્રોડક્ટ ભારતમાં, ભારતીય ખેડૂતોની કંગાળી નિશ્ચિત – પ્રવીણ રામ

AAP નેતા પ્રવીણ રામે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને ખેડૂતો માટે ઘાતક ગણાવી – અમેરિકન પેદાશો 0% ટેરિફથી ભારતમાં, ભારતીય પેદાશો 18% ટેરિફથી અમેરિકામાં. એગ્રી સેક્રેટરીના નિવેદન પછી ખેડૂતોના ભાવ તળિયે જશે. ભાજપ સરકારે દેશને ખતરામાં મૂક્યો. વિગતો જુઓ.

“ડ્રગ્સથી આઝાદી” કાર્યક્રમની જાહેરાત: બ્રિજરાજ સોલંકીએ કહ્યું – ભાજપ સરકાર યુવા વિરોધી છે, યુવાનોને રોજગાર નહીં ડ્રગ્સ આપે છે
ahmedabad
February 04, 2026

“ડ્રગ્સથી આઝાદી” કાર્યક્રમની જાહેરાત: બ્રિજરાજ સોલંકીએ કહ્યું – ભાજપ સરકાર યુવા વિરોધી છે, યુવાનોને રોજગાર નહીં ડ્રગ્સ આપે છે

AAP ગુજરાતે “ડ્રગ્સથી આઝાદી” ઝુંબેશ શરૂ કરી: પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ જાહેરાત કરી – 6 વર્ષમાં 1.30 લાખ કિલો ડ્રગ્સ ઝડપાયું, યુવાધન બરબાદ થઈ રહ્યું. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવાની આગેવાનીમાં જિલ્લે-તાલુકે-ગામડે અભિયાન. એસપી કચેરી-પાનગલ્લામાં ડ્રગ્સ વેચાય છે, હોમ ડિલિવરી થાય છે. વિગતો જુઓ.

AAP ધારાસભ્ય ચૈતર વસાવાની સફળ મધ્યસ્થી: જે પી ગ્રુપના 182 કર્મચારીઓની 15 દિવસની હડતાલ પૂરી થઈ
ahmedabad
February 03, 2026

AAP ધારાસભ્ય ચૈતર વસાવાની સફળ મધ્યસ્થી: જે પી ગ્રુપના 182 કર્મચારીઓની 15 દિવસની હડતાલ પૂરી થઈ

જે પી ગ્રુપના 182 કર્મચારીઓની 15 દિવસની હડતાલનો સુખદ અંત: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની મધ્યસ્થીથી મેનેજમેન્ટે 7માંથી 6 માંગણીઓ સ્વીકારી. 1 એપ્રિલથી કામ પ્રમાણે પગાર વધારો, 62 લોકોને પ્રમોશન, 20-25ને અપગ્રેડેશન અને હડતાળ દરમિયાનના પગારની ખાતરી. સરદાર સરોવર નિગમ સાથે લેખિત બાંહેધરી. વિગતો જુઓ.

Braking News

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભયંકર ફેરફાર, હેરી બ્રુકની ખુરશી છીનવાઈ, આ ખેલાડી બન્યો નંબર વન
ICC ટેસ્ટ રેન્કિંગમાં ભયંકર ફેરફાર, હેરી બ્રુકની ખુરશી છીનવાઈ, આ ખેલાડી બન્યો નંબર વન
December 18, 2024

ICC એ ભારત અને ઓસ્ટ્રેલિયા શ્રેણીની ત્રીજી મેચ બાદ તરત જ નવી રેન્કિંગ જાહેર કરી છે. જોકે, આ મેચના આંકડા ઉમેરવામાં આવ્યા નથી. આ પછી પણ ઘણા ફેરફારો થયા છે. જો રૂટે ફરીથી નંબર વનનું સ્થાન મેળવ્યું છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
June 12, 2023
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
July 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express