ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિને, છેલ્લા શનિવારે, એક કલાક સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે
સ્વચ્છતા જ સેવા અભિયાન અંતર્ગત એક તારીખ-એક કલાક-એક સાથ : રાષ્ટ્રવ્યાપી શ્રમદાન મહાઅભિયાનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં એક કલાક સાફ-સફાઈ કરી : વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.
રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, હવેથી ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિને, છેલ્લા શનિવારે, એક કલાક સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે. પૂજ્ય ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ આદર્શ બને, લોકો જોવા આવે કે, સ્વચ્છતા હોય તો વિદ્યાપીઠ જેવી. આદર્શ હો તો વિદ્યાપીઠ જેવા... આ પ્રકારે શ્રમદાન કરવા તેમણે વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપકોને અનુરોધ કર્યો હતો.
'સ્વચ્છતા જ સેવા' અભિયાન અંતર્ગત 'એક તારીખ-એક કલાક-એક સાથ' : રાષ્ટ્રવ્યાપી શ્રમદાન મહાઅભિયાન અંતર્ગત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ૧,૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપકો સાથે એક કલાક સાફ-સફાઈ કરીને પૂજ્ય મહાત્મા ગાંધીજીને 'સ્વચ્છાંજલિ' અર્પણ કરી હતી. પૂર્વ મંત્રી અને ગુજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુજરાત વિદ્યાપીઠ મંડળના મહામંત્રી શ્રી ડૉ. હર્ષદ પટેલ પણ શ્રમદાન મહાઅભિયાનમાં જોડાયા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પૂજ્ય બાપુનો સંદેશ હતો કે, મારું જીવન જ મારો સંદેશ છે. મહાન વ્યક્તિ એ છે જે અંતરમાં હોય તે વાણીથી વ્યક્ત કરે, વાણીથી જે વદે તેને કર્મમાં પરિવર્તિત કરે. ભાષણ કરીએ પણ આચરણમાં ન મૂકીએ તો તે વ્યર્થ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન થી દેશની યુવા પેઢીને સ્વચ્છતા પ્રતિ જાગૃત અને પ્રતિબદ્ધ બનાવી છે. સામૂહિક સ્વચ્છતા અભિયાનથી સ્વચ્છતાહવે આદત અને સ્વભાવ બની રહી છે.
આ અવસરે શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પૂજ્ય ગાંધીબાપુએ આપેલા સ્વાવલંબી ભારતના સૂત્રને આજે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આત્મનિર્ભર ભારત થકી પૂરું કરી રહ્યા છે. આજે ભારતની વિકસિત દેશોમાં ગણના થવા લાગી છે.અમૃતકાળનો લાભ આજના યુવાનોને ભવિષ્યમાં ચોક્કસથી મળવાનો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનું અર્થતંત્ર ૧૦માથી પાંચમાં ક્રમે આવી ગયું છે અને આવનારા સમયમાં ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કરોડો લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."