વડોદરા જિલ્લામાં એક સાથે ૨૮૬ સ્થળોએ સફાઇ કરી ૧૩૪૮ કિલો કચરાનો નિકાલ
ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત એક જ દિવસમાં ૨૮૬ સ્થળોએ સફાઇ કામગીરી કરી ૧૩૪૮ કિલો જેટલો કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો હતો.
વડોદરા : વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત એક જ દિવસમાં ૨૮૬ સ્થળોએ સફાઇ કામગીરી કરી ૧૩૪૮ કિલો જેટલો કચરો એકત્ર કરી નિકાલ કરવામાં આવ્યો હતો.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે જણાવ્યું કે, મંગળવારના રોજ ૨૮૬ સ્થળોએ થયેલી સફાઇ ઝૂંબેશમાં ૩૪૫ નાગરિકોએ પણ શ્રમદાન કર્યું હતું. તેમની સાથે ૨૨૫ જેટલા સ્વચ્છતાકર્મીઓ પણ જોડાયા હતા.
વડોદરા જિલ્લાના વિવિધ ગામોમાં આવેલા શાળા પરિસર, પંચાયત કચેરી, નદીનાળા, માર્ગો, પાણીના સ્ત્રોતો, ટાંકા, પ્રતિમાઓ સહિતની સફાઇ કરી સુંદર કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી વડોદરા જિલ્લામાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે અને નાગરિકો સફાઇકર્મમાં શ્રમદાન કરવા જોડાઇ રહ્યા છે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."