Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • રાજ્યના ત્રણ વીજ મથકોમાં ૮૦૦ મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી

રાજ્યના ત્રણ વીજ મથકોમાં ૮૦૦ મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એમ પ્રત્યેક TPSમાં ૮૦૦ મેગાવોટના આવા પ્લાન્ટ સ્થપાતા રાજ્યની હાલની કુલ ૫૩૩૬૮ મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં ૨૪૦૦ મેગાવોટનો વધારો થશે.

Gandhinagar August 24, 2024
રાજ્યના ત્રણ વીજ મથકોમાં ૮૦૦ મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી

રાજ્યના ત્રણ વીજ મથકોમાં ૮૦૦ મેગાવોટના સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનની સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, સિક્કા થર્મલ પાવર સ્ટેશન અને ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન એમ પ્રત્યેક TPSમાં ૮૦૦ મેગાવોટના આવા પ્લાન્ટ સ્થપાતા રાજ્યની હાલની કુલ ૫૩૩૬૮ મેગાવોટની ઇન્સ્ટોલ્ડ કેપેસિટીમાં ૨૪૦૦ મેગાવોટનો વધારો થશે. હાલ ૨૪૯૬૨ મેગાવોટ પરંપરાગત અને ૨૮૪૦૬ મેગાવોટ બિન પરંપરાગત ઉર્જા ઉત્પાદનની કુલ ૫૩૩૬૮ મેગાવોટ ઇન્સ્ટોલ્ડ કેપેસિટી રાજ્ય ધરાવે છે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ સૂચિત કન્વેન્શનલ પાવર પ્રોજેક્ટસની સ્થાપના દ્વારા સ્ટેટ ઓફ ધ આર્ટ પાવર જનરેશન ફેસીલીટીસ એન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું લક્ષ રાખ્યું છે. રાજ્યમાં ૨૦૨૧-૨૨ના વર્ષમાં માથાદીઠ વીજ વપરાશ ૨,૨૮૩ યુનિટ હતો તે વધીને ૨૦૨૨-૨૩માં ૨૪૦૨.૪૯ યુનિટનો થયો છે.  આમ, ઉત્તરોતર વધતા જતા માથાદીઠ વીજ વપરાશની જરૂરિયાતને પહોંચી વળવાના હેતુથી આ લિગ્નાઈટ એન્ડ કોલ બેઝ્ડ સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શન જરૂરી બન્યા છે. 

આ પ્લાન્ટમાં ઊર્જાના સ્ત્રોત તરીકે ડોમેસ્ટિક કોલનો ઉપયોગ કરાશે. હવાની ગુણવત્તા પર અસર ઘટાડવા એડવાન્સ્ડ ઇમિશન કન્ટ્રોલ સિસ્ટમ અને હાઈ એફિશિયન્સી એર પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થશે. એટલું જ નહીં, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ GSECL કોંપ્રિહેન્સીવ વેસ્ટ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસનો પણ અમલ કરશે. 

કોલ બેઝ્ડ પાવર પ્લાન્ટ રાજ્યમાં નોન સોલાર અવર્સ તથા દુષ્કાળનો સમય, ઓછો પવન, ગેસની ઓછી ઉપલબ્ધિ વગેરે આકસ્મિક જરૂરિયાતો સમયે ઉપયોગી બની રહે છે. ઉર્જા સુરક્ષા સાથે ગ્રાહકોને સતત વિશ્વસનીય પુરવઠો પૂરો પાડવા માટે રિન્યુએબલ એનર્જી સાથોસાથ કોલ બેઝ્ડ પાવર પ્લાન્ટ પણ જરૂરી છે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બધી જ બાબતોના સર્વગ્રાહી અભ્યાસ અને વિચારણા પછી ૮૦૦ મેગાવોટના એક એમ ત્રણ સુપર ક્રિટિકલ થર્મલ પાવર એક્સટેન્શનને સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. 

આમ  ગાંધીનગર , સિક્કા અને ઉકાઈ ત્રણેય પાવર પ્લાન્ટ મળીને આ વધારાના ૨૪૦૦ મેગાવોટ સાથે રાજયની કુલ સ્થાપિત ક્ષમતા ૫૫૭૬૮ મેગાવોટ થશે. આ સૂચિત પ્રોજેક્ટ દ્વારા અંદાજે ૩ હજાર જેટલા રોજગાર અવસરો ઊભા થઈ શકશે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

300 પંચાયત સીટો ખાલી, વિકાસ અટવાયો, ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારને લલકારી
ahmedabad
February 23, 2026

300 પંચાયત સીટો ખાલી, વિકાસ અટવાયો, ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારને લલકારી

જૂનાગઢ-ભાવનગરમાં 300+ સરપંચ-વોર્ડ સભ્ય સીટો ખાલી – અનામત-ઉમેદવાર ન મળતા! AAP MLA ગોપાલ ઇટાલિયાએ કહ્યું: ગ્રામ વિકાસ ઠપ્પ, ગ્રાન્ટનો દુરુપયોગ. ભાજપની નીતિઓને કારણે ગામોમાં અન્યાય.

ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
ahmedabad
February 23, 2026

ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ

યુનિયન બજેટમાં ગુજરાત રેલવેને અન્ય રાજ્યો કરતા સૌથી વધુ ₹17,366 કરોડ. 2009-14ના ₹589 કરોડથી 29 ગણો ઉછાળો. પશ્ચિમ ફ્રેટ કોરિડોર, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રગતિ, 19 અમૃત સ્ટેશનો પૂર્ણ, વધુ વંદે ભારત-નમો ભારત. સુરક્ષા અને કનેક્ટિવિટીમાં નવી ગતિ.

ગુજરાતની હસ્તકલા વિશ્વમાં બ્રાન્ડ, વિધાનસભામાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન
gandhinagar
February 23, 2026

ગુજરાતની હસ્તકલા વિશ્વમાં બ્રાન્ડ, વિધાનસભામાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન

23થી 28 ફેબ્રુઆરી સુધી 10 સ્ટોલ્સ પર મહિલા કારીગરોના સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન-વેચાણ. અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું: આ મહિલાઓનું પરિશ્રમ અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે. મનિષાબેન વકીલને અભિનંદન.

Braking News

1934 પછી ટેસ્ટ ક્રિકેટમાં આવું પહેલીવાર બન્યું, આ ઘાતક બોલરે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
1934 પછી ટેસ્ટ ક્રિકેટમાં આવું પહેલીવાર બન્યું, આ ઘાતક બોલરે બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ
July 12, 2024

Gus Atkinson Wickets: સ્ટાર ફાસ્ટ બોલરે પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીએ મેચમાં 12 વિકેટ લઈને એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
March 05, 2023
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
April 27, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express