Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • રાજ્યની પ્રાથમિક શાળાઓમાં છેલ્લાં ૨૦ વર્ષમાં ૮૧,૩૫૮ શૌચાલયોનું નિર્માણ કરાયું

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં છેલ્લાં ૨૦ વર્ષમાં ૮૧,૩૫૮ શૌચાલયોનું નિર્માણ કરાયું

સ્વચ્છતા સહાય પેટે શાળાદીઠ વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણરૂ. એક હજારથી પાંચ હજાર સુધીની સહાય ચૂકવાય છે, વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાથમિક શાળાઓની સ્વચ્છતા માટે ૧૦૦ ટકા ભૌતિક સિદ્ધિ સાથે રૂ. ૬૮૯૦.૯૯ લાખની સહાય ચૂકવવામાં આવી,  ૨૦ વર્ષમાં સરકારી શાળાઓમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો ૩૩.૧૭ ટકાથી ઘટીને ૩.૦૧ ટકા થયો, જ્યારે રિટેન્શન રેટ ૬૬.૮૩ ટકાથી વધીને ૯૩.૧૨ ટકા સુધી પહોંચ્યો.

Gandhinagar June 08, 2023
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં છેલ્લાં ૨૦ વર્ષમાં ૮૧,૩૫૮ શૌચાલયોનું નિર્માણ કરાયું

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં છેલ્લાં ૨૦ વર્ષમાં ૮૧,૩૫૮ શૌચાલયોનું નિર્માણ કરાયું

રાજ્યનો સાક્ષરતા દર વધે અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે શાળા છોડી જતી કન્યાઓની સંખ્યા ઘટે તેવા ઉમદા આશયથી દેશના વર્તમાન વડાપ્રધાનશ્રી અને રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શાળાઓમાં સ્વચ્છતા સુવિધા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જે અંતર્ગત છેલ્લાં ૨૦ વર્ષમાં સરકારી શાળાઓમાં ૮૧,૩૫૮ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં સરકારી પ્રાથમિક શાળાઓને સ્વચ્છતા સહાય યોજના હેઠળ કુલ રૂ. ૫૭,૧૧૭/- લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપ, ધો.૧થી ૭માં કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો ૩૩.૧૭ ટકાથી ઘટીને ૩.૦૧ ટકા સુધી આવી ગયો છે, જ્યારે રિટેન્શન રેટ ૬૬.૮૩ ટકાથી વધીને ૯૩.૧૨ ટકા સુધી પહોંચી ગયો છે.

‘શિક્ષિત કન્યા બે કુળને તારે’ એવી ઉદ્દાત ભાવનાથી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩થી રાજ્યમાં શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવનાં ૨૦ વર્ષની ઉજવણી આગામી તા.૧૨થી ૧૪ જૂન દરમિયાન થનાર છે. ત્યારે આ કાર્યક્રમની ભૌતિક સિદ્ધિરૂપે તેમજ વિદ્યાર્થીઓ માટેની સુવિધાના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ ૫૧,૪૨૦ કન્યા શૌચાલયો, ૨૬,૮૩૦ કુમાર શૌચાલયો તેમજ ૩,૧૦૮ જેટલાં દિવ્યાંગ બાળકો માટેનાં શૌચાલયોનું નિર્માણ રાજ્યની વિવિધ શાળાઓમાં કરવામાં આવ્યું છે.

બીજી તરફ, પ્રવેશોત્સવનાં આ 20 વર્ષના સમયગાળા દરમિયાન કન્યાઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડી તેમનો રિટેન્શન રેટ એટલે કે સ્થાયીકરણ વધારવા વર્ષ ૨૦૦૫-૦૬થી સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા વિષયક સુવિધા પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યની તમામ શાળાઓમાં ચાલતા ધોરણોને ધ્યાને રાખી ધોરણ ૧ થી ૪ ની શાળા માટે રૂ. ૧૨૦૦/- તથા ધોરણ ૧ થી ૭ ની શાળા દીઠ રૂ. ૨૪૦૦/- લેખે વાર્ષિક સહાય આપવાનું અગિયારમી પંચવર્ષીય યોજનાથી સૂચવવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૦-૧૧થી આ સહાયની રકમમાં વધારો કરી માસિક શાળાદીઠ 
રૂ.૪૦૦/- લેખે સહાય ચૂકવવામાં આવતી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૫-૧૬થી આ રકમમાં વધારો કરી શાળાદીઠ માસિક રૂ.૧૮૦૦/- લેખેની સહાય ચૂકવવામાં આવતી હતી.

વર્ષ ૨૦૨૦-૨૧થી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓને સ્વચ્છતા સહાય માટે શાળાદીઠ વિદ્યાર્થી સંખ્યા પ્રમાણે સહાય ચૂકવવામાં આવે છે. જેમાં ૧૦૦ વિદ્યાર્થીઓ સુધીની સંખ્યા ધરાવતી શાળા માટે પ્રતિમાસ રૂ.૧૦૦૦/-, ૧૦૧ થી ૩૦૦ ની સંખ્યા ધરાવતી શાળા માટે રૂ.૧૮૦૦/-, ૩૦૧ થી ૫૦૦ ની સંખ્યા ધરાવતી શાળા માટે રૂ.૪૦૦૦, જ્યારે ૫૦૧ કે તેથી વધુની સંખ્યા ધરાવતી શાળા માટે રૂ.૫૦૦૦/- પ્રતિમાસ માસિક સહાય પૂરી પાડવામાં આવે છે.

આ પ્રકારે સૌ પ્રથમ વખત વર્ષ ૨૦૦૫-૦૬માં રૂ.૧૨૮.૭૫ લાખની જોગવાઈ કરવામાં આવી હતી. આ રકમનો પૂરેપૂરો ઉપયોગ કરી કન્યા શાળાઓની સ્વચ્છતામાં વધારો કરવામાં આવ્યો હતો. આ આંકડામાં ઉત્તરોત્તર વધારો કરી, વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૩૯૩૪.૩૯/- લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે ગત વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાથમિક શાળાઓની સ્વચ્છતા માટે રૂ. ૬૮૯૧.૦૦ લાખની જોગવાઈ સામે ૧૦૦ ટકા ભૌતિક સિદ્ધિ સાથે રૂ. ૬૮૯૦.૯૯/- લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આમ, છેલ્લાં ૧૮ વર્ષમાં (વર્ષ ૨૦૦૫-૦૬ થી ૨૦૨૨-૨૩સુધી) કુલ રૂ. ૬૨૯૫૩.૭૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે જેમાંથી કુલ રૂ. ૫૭૧૧૭.૧૮/- લાખનો ખર્ચ પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતાની જાળવણી માટે કરાયો છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર
rajkot
March 28, 2026

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026: 'આપ' આપશે ભાજપને ટક્કર

રાજકોટ મહાપાલિકા ચૂંટણી 2026 માં 'આપ' 7% વધુ મત મેળવશે તો ભાજપ-કોંગ્રેસના સમીકરણો બદલાશે. જાણો ગત ચૂંટણીના ચોંકાવનારા આંકડા અને વિશ્લેષણ.
 

અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: ₹60 કરોડના ખર્ચે તૈયાર થયું 858 બેડનું ભવ્ય 'રેનબસેરા'
ahmedabad
March 27, 2026

અમદાવાદ સિવિલમાં માનવતાનું નવું સરનામું: ₹60 કરોડના ખર્ચે તૈયાર થયું 858 બેડનું ભવ્ય 'રેનબસેરા'

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકાર દ્વારા ₹60 કરોડના ખર્ચે અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે. 24,436 ચો.મી.માં ફેલાયેલા આ 8 માળના ભવનમાં 858 બેડની ક્ષમતા છે, જે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા માટે સુરક્ષિત આશરો પૂરો પાડશે. અહીં 280 લોકોની ક્ષમતા ધરાવતી કેન્ટીન, આધુનિક રસોડું, બેંક ATM, લોકર રૂમ અને પાર્કિંગ જેવી હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ છે. 

CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ
gandhinagar
March 25, 2026

CM ભૂપેન્દ્ર પટેલનો ઉદારતમ અભિગમ: રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં રજૂઆતોનો ન્યાયિક ઉકેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ-2026ના 'રાજ્ય સ્વાગત' કાર્યક્રમમાં 'નાગરિક દેવો ભવઃ'ના અભિગમ સાથે જનતાની સમસ્યાઓ સાંભળી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય કક્ષાએ 100 થી વધુ, જિલ્લા કક્ષાએ 1218 અને તાલુકા કક્ષાએ 2294 રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ વૃદ્ધ માતાને પડતી હેરાનગતિ રોકવા, દાંતીવાડા યુનિવર્સિટીમાં બાળકો માટે શાળાનું બાંધકામ કરવા અને ખેડૂતોના જમીન સંપાદન તથા ખેતીના પ્રશ્નો ઉકેલવા વહીવટી તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે. 

Braking News

SBM બેંક ઈન્ડિયાએ લક્ઝરી બેંકિંગ અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરીને વર્લ્ડ એલિટ મેટલ ડેબિટ કાર્ડ લોન્ચ કર્યું
SBM બેંક ઈન્ડિયાએ લક્ઝરી બેંકિંગ અનુભવને ફરીથી વ્યાખ્યાયિત કરીને વર્લ્ડ એલિટ મેટલ ડેબિટ કાર્ડ લોન્ચ કર્યું
June 10, 2023

SBM બેંક ઈન્ડિયાના વર્લ્ડ એલિટ મેટલ ડેબિટ કાર્ડ વડે લક્ઝરીની વિશિષ્ટ દુનિયાનું અન્વેષણ કરો. ભદ્ર વિશેષાધિકારો, ક્યુરેટેડ ટ્રાવેલ પ્રોગ્રામ્સ અને વૈશ્વિક અનુભવોની અપ્રતિમ ઍક્સેસ શોધો. આ ફક્ત-આમંત્રિત કાર્ડ બેંકિંગ ઉદ્યોગમાં કેવી રીતે ક્રાંતિ લાવી રહ્યું છે તે જાણવા માટે આગળ વાંચો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
February 20, 2023
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
August 25, 2023
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express