Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે ડી.જી.પી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-૨૦૨૩ નો શુભારંભ

ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે ડી.જી.પી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-૨૦૨૩ નો શુભારંભ

રમત-ગમત સ્પર્ધાઓથી પોલીસ કર્મીઓમાં રહેલી ક્ષમતાનો વિકાસ થશે અને ભવિષ્યમાં ગુજરાતને અનેક નવા ખેલાડીઓ મળશે: ગૃહ રાજ્ય મંત્રી

Ahmedabad December 27, 2023
ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ  ખાતે ડી.જી.પી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-૨૦૨૩ નો શુભારંભ

ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે ડી.જી.પી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-૨૦૨૩ નો શુભારંભ

ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ “ડી.જી.પી. કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ- ૨૦૨૩”નો શુભારંભ કરાવ્યો હતો. સાથે જ ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ ગુજરાત પોલીસ અકાદમી ખાતે નવનિર્મિત વૂડન બેડમિન્ટન કોર્ટનું પણ લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહવર્ધન કરતા ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું હતું કે, દિવસ-રાત વિવિધ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાની ફરજ બજાવતા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને ગુજરાત પોલીસે તેમને રમત-ગમત સાથે જોડવાનું શુભ કાર્ય કર્યું છે. સમયાંતરે ગુજરાત પોલીસ દ્વારા આવી વિવિધ સ્પર્ધાઓના આયોજન થકી પોલીસ કર્મીઓમાં હકારાત્મક વિચારોનું સર્જન થાય છે, સ્ટ્રેસ અને નકારાત્મક વિચારો દૂર થાય છે, વધુ સારી રીતે પોતાની ફરજ નિભાવી શકે છે તેમજ તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવે છે.

મંત્રી શ્રી સંઘવીએ ખેલાડીઓને શુભકામનો પાઠવતા ઉમેર્યું હતું કે, ગુજરાતના પોલીસ કર્મીઓની હરહંમેશથી રમત- ગમતમાં રૂચી વધારે રહી છે. જેથી આવી વિવિધ સ્પર્ધાઓના પરિણામે પોલીસ કર્મીઓમાં રહેલી ક્ષમતાનો વિકાસ થાય છે.આગામી સમયમાં ગુજરાત પોલીસ તરફથી રાજ્યને વિવિધ રમતોમાં અનેક નવા ખેલાડીઓ મળશે, જે ગુજરાત સહિત દેશનું પણ નામ રોશન કરશે, તેવી મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી. મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પોલીસ કર્મીઓમાં રહેલી ક્ષમતાનો યોગ્ય વિકાસ થાય અને જરૂરી માર્ગદર્શન અને સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા SRP સેન્ટરો ખાતે એક્સલેન્ટ સેન્ટરો વિકસાવવાનું પણ આયોજન થઇ રહ્યું છે. પોલીસ કર્મીઓ ભવિષ્યમાં ગુજરાત પોલીસ જ નહિ, પરંતુ ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરશે. બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લઇ રહેલા ખેલાડીઓ ઉત્સાહ, આનંદ અને ખેલદિલીની ભાવના સાથે રમશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાતના પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાયે ખેલાડીઓનો જુસ્સો વધારતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત પોલીસ સાથે અનેક રમતવીરો જોડાયા છે, જે રાષ્ટ્રીય કક્ષા સુધી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. આવી સ્પર્ધાઓના પરિણામે આ પ્રતિભાશાળી ખેલાડીઓની ક્ષમતા બહાર આવશે, અને ભવિષ્યમાં ગુજરાતનું નામ રોશન કરશે. ગત વર્ષે ચંડીગઢ ખાતે ઓલ ઇન્ડિયા બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઈ હતી, જ્યાં ગુજરાત પોલીસનું પ્રદર્શન ખુબ જ સારું રહ્યું હતું. હવે હૈદરાબાદ ખાતે ઓલ ઇન્ડિયા બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન થશે, જ્યાં ગુજરાત પોલીસના જવાનો સરાહનીય પ્રદર્શન કરશે, તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની વિવિધ પોલીસ રેન્જની ૧૮ ટીમોના આશરે ૧૬૯ જેટલા ખેલાડીઓ ડીજીપી કપ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેશે. જેમાં ૧૨૨ પુરુષ અને ૪૭ મહિલા ખેલાડીઓ ભાગ લેશે. આ પ્રસંગે અધિક પોલીસ મહાનિદેશકશ્રી (તાલીમ), ગુજરાત પોલીસ અકાદમી-કરાઈના આચાર્યશ્રી, પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, પોલીસ કર્મીઓ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

IPL 2024 : ગુજરાત ટાઇટન્સે આઇપીએલ 2024ની હોમ મેચ માટે ટિકિટનું વેચાણ શરૂ કર્યું
ahmedabad
March 20, 2024

IPL 2024 : ગુજરાત ટાઇટન્સે આઇપીએલ 2024ની હોમ મેચ માટે ટિકિટનું વેચાણ શરૂ કર્યું

IPL 2024 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝન પહેલા, ગુજરાત ટાઇટન્સ (GT) એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમના પ્રારંભિક ત્રણ ઘરેલું મુકાબલો માટે ટિકિટના વેચાણની શરૂઆત કરી છે.

અમદાવાદ શહેર ODI વર્લ્ડ કપ 2023 ફાઇનલ માટે તૈયારીઓથી ભરપૂર!
ahmedabad
November 19, 2023

અમદાવાદ શહેર ODI વર્લ્ડ કપ 2023 ફાઇનલ માટે તૈયારીઓથી ભરપૂર!

અમદાવાદ રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલની યજમાની માટે તૈયાર છે. મેચની વિગતો, સુરક્ષા વ્યવસ્થા, મેટ્રો સેવા અને મેચમાં હાજરી આપનાર મહાનુભાવો જાણો.

ODI વર્લ્ડ કપની ફાઇનલમાં સદીઓ: બેટ્સમેનોની એલિટ યાદી
ahmedabad
November 18, 2023

ODI વર્લ્ડ કપની ફાઇનલમાં સદીઓ: બેટ્સમેનોની એલિટ યાદી

ODI વર્લ્ડ કપ ફાઇનલમાં સદી ફટકારનાર છ બેટ્સમેન કોણ છે? શું ઓસ્ટ્રેલિયા સામે 2023ની ફાઇનલમાં કોઈ ભારતીય તેમની સાથે જોડાશે? અહીં જાણો.

Braking News

મુંબઈ કસ્ટમ્સે એરપોર્ટ પર લાખોનું સોનું, વિદેશી ચલણ જપ્ત કર્યું
મુંબઈ કસ્ટમ્સે એરપોર્ટ પર લાખોનું સોનું, વિદેશી ચલણ જપ્ત કર્યું
October 06, 2024

મુંબઈ કસ્ટમ અધિકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) પર લાખોની કિંમતનું સોનું અને વિદેશી ચલણનો નોંધપાત્ર જથ્થો જપ્ત કર્યા પછી બે મુસાફરોની ધરપકડ કરી હતી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
બ્રિટિશ સત્તાવાળાઓ 35 વર્ષથી જેલમાં બંધ સ્ત્રીને ભૂલી ગયા: ફોજદારી ન્યાય સુધારણાની તાત્કાલિક જરૂરિયાત
March 05, 2023
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
February 20, 2023
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express