Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • અમદાવાદમાં AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

અમદાવાદમાં AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

મેટ્રો, BRTS, ઇલેક્ટ્રિક બસ સહિતની આધુનિક પરિવહન સુવિધાઓ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની અમદાવાદને ભેટ, ગ્રીન મોબિલિટી માટે વર્તમાન બજેટમાં ૫૦ ઈલેક્ટ્રિક બસો માટે ૨૪ કરોડ રૂપિયાની જોગવાઈ, રાજ્ય સરકાર પરંપરાના ગૌરવ અને પ્રકૃતિની જાળવણી સાથે પ્રગતિના સંકલ્પ સાથે કાર્યરત.

Ahmedabad June 05, 2023
અમદાવાદમાં AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

અમદાવાદમાં AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણ પામેલા હેરિટેજ લાલ દરવાજા ટર્મિનસના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, લાલ બસ એ અમદાવાદની ઓળખ છે. તેમણે કહ્યું કે, શરીરમાં લાલ રંગના લોહીનું મહત્વ છે, એવું જ મહત્વ શહેરી જીવનમાં આ લાલ બસનું છે. 

દરરોજ દોઢ લાખ જેટલા પ્રવાસીઓની અવર-જવર ધરાવતા આ બસ ટર્મિનસનું નવનિર્માણ હેરિટેજ સિટી અમદાવાદને શોભે એવી હેરિટેજ થીમ પર થયું છે. દેશની આઝાદીના ૭૫ વર્ષ અને AMTSની સ્થાપનાના ૭૫ વર્ષ બેય સુભગ સમન્વય પ્રસંગે તેમણે આનંદ વ્યક્ત કરી સહુને અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં રાજ્યમાં પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો વિશે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, એક સમય હતો કે જ્યારે તૂટેલી ફુટેલી અને કંગાળ હાલત રાજ્યની બસ સર્વિસની ઓળખ હતી પરંતુ ૨૦૦૧ માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિનો સૂર્યોદય થયો અને સમયને અનુરૂપ બદલાવો આવ્યા છે.

તેમણે કહ્યું કે અમદાવાદના નાગરિકોને લાલ બસથી હટકે મેટ્રો, બી.આર.ટી.એસ, ઇલેક્ટ્રિક બસ સહિતની આધુનિક પરિવહન સુવિધાઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ભેટ છે. આ સુવિધાઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, હાલમાં અમદાવાદ શહેરમાં એ.એમ.ટી.એસ.ની ૨૦૦ ઈલેક્ટ્રિક, ૯૦૫ સી.એન.જી અને ૧૩૦ ડિઝલ એમ કુલ ૧૨૩૫ બસ અમદાવાદના
લાખો નાગરિકોની સેવામાં કાર્યરત છે.

અમદાવાદના હૃદય સમા વિસ્તાર લાલ દરવાજા ખાતે રૂપિયા ૮.૮૦ કરોડના ખર્ચે AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું નવનિર્માણ કરાયું છે. સમગ્ર પરિસર ૧૧,૫૮૩ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. આ ટર્મિનસમાં હેરિટેજ બિલ્ડીંગ ૨,૫૮૮ ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર કરાઈ છે. જેમાં ઓફિસ સ્ટાફની બિલ્ડીંગ, પ્રવાસીઓ માટે પાણીની વ્યવસ્થા, કેશ કલેક્શન
માટે કેબિન, મીટીંગ હોલ, પ્રવાસીઓ માટે વેઇટિંગ એરિયા, પ્રવાસીઓની સુવિધા માટે પબ્લિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, કેમેરા, કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમ તથા પ્રવાસીઓને લાલ દરવાજાથી શરૂ થતી અને પસાર થતી બસના સમયની જાણકારી આપવા એલ.ઇ.ડી સ્ક્રીન ઊભી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર પરંપરાના ગૌરવ અને પ્રકૃતિની જાળવણી સાથે પ્રગતિનો સંકલ્પ લઈને કાર્યરત હોવાનું જણાવી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ વર્ષના ઐતિહાસિક બજેટમાં રાજ્ય સરકારે પર્યાવરણપ્રિય વાહનવ્યવહાર માટે ૫૦ ઈલેક્ટ્રિક બસો માટે ૨૪ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકને ટાળવાની વડાપ્રધાનશ્રીની અપિલનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે,અહીં આજે સી.એસ.આર. હેઠળ ઓટોમેટિક પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનનું લોકાર્પણ પણ થયું છે, તે પ્લાસ્ટિકથી થતાં પ્રદૂષણને નાથવામાં સરકાર સાથે સમાજની ભાગીદારી દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે આ મશીન કાંકરિયા અને અટલ બ્રિજ ખાતે મુકવામાં આવનાર છે. જેનાથી પ્લાસ્ટિક બોટલનું રિસાયકલિંગ થશે અને સ્વચ્છતા પણ રહેશે. આ ઉપરાંત હેરિટેજ લૂક સાથે બનાવાયેલા ટર્મિનસ પર ૧૯૪૭થી આજદિન સુધીના અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ઇતિહાસને પ્રદર્શિત કરાયો છે. જેનું નિરીક્ષણ પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

આજના સમારોહમાં ડે.મેયર શ્રીમતી ગીતાબેન પટેલે સ્વાગત સંબોધન કર્યું હતું. આ તકે સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રીઓ અમિતભાઇ શાહ, શ્રી બાબુભાઇ જે. પટેલ, શ્રી અમૂલભાઈ ભટ્ટ, ડૉ પાયલબેન કુકરાણી, શ્રી દર્શનાબેન વાઘેલા, શ્રી કંચનબેન રાદડિયા તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, મનપાના દંડક
શ્રી અરુણસિંહ રાજપૂત, સત્તાપક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, અમદાવાદ મહાનગરપાલિકા કમિશનર શ્રી એમ.થેન્નારસન, મનપાની વિવિધ સમિતિઓના ચેરમેન, વિવિધ વોર્ડના કાઉન્સિલશ્રીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર વિશે ઇતિહાસ, વાર્તા અને રસપ્રદ તથ્યો જાણો
વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિર વિશે ઇતિહાસ, વાર્તા અને રસપ્રદ તથ્યો જાણો
October 20, 2025

ભારત મંદિરોનો દેશ છે. અહીં નાના-મોટા લાખો મંદિરો આવેલા છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર ક્યાં આવેલું છે? ચાલો તમને જણાવીએ કે ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિર કયા દેશમાં આવેલું છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
July 25, 2023
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
November 13, 2024
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
March 06, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express