મુખ્યમંત્રી દ્વારા ખોડીયાર ગ્રામ પંચાયત ભવન તેમજ મોડર્ન આંગણવાડી કેન્દ્ર-૧નું લોકાર્પણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ખોડિયાર ગામમાં નવીનીકરણ પામેલા ખોડીયાર ગ્રામ પંચાયત ભવન તેમજ મોર્ડન આંગણવાડી કેન્દ્ર-૧ના લોકાર્પણ કર્યા હતા. મોડર્ન આંગણવાડી કેન્દ્ર- ૧ના લોકાર્પણ અવસરે નાના ભૂલકાઓ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

દસક્રોઈ તાલુકાના ખોડિયાર ગામનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ નવીનીકરણનું કામ દાતા કનૈયાલાલ ત્રિભુવનદાસ ઠકકર મારફતે મળેલા લોકફાળાથી કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત ભવનના આ નવીનીકરણ માટે અંદાજિત રૂ. ૨૫ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ખોડિયાર ગામમાં રૂ. ૬ લાખ ૨૦ હજારના ખર્ચે તૈયાર કરાયેલી મોર્ડન સ્માર્ટ આંગણવાડી કેન્દ્ર-૧નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગામના પૂર્વ સરપંચ શ્રી બાદરજી ઠાકોરે આ આંગણવાડી કેન્દ્રના નવીનીકરણ કરવા માટે ૧ લાખ ૨૦ હજાર રૂપિયાનું દાન આપેલું છે.
આ અવસરે અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદેહ ખરે, દસક્રોઈ
તાલુકાના પદાધિકારી, અધિકારીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
"અમેઠીમાં લગ્ન સરઘસ દરમિયાન છત તૂટવાની દુ:ખદ ઘટનામાં 5 વર્ષની બાળકીનું મોત અને 35 લોકો ઘાયલ. વાયરલ વીડિયો, ઘાયલોની આપવીતી અને તાજેતરના સમાચાર સાથે સંપૂર્ણ વિગતો મેળવો."
"અમદાવાદમાં આગની ઘટનાઓ: પ્રહલાદનગર, ચંડોળા અને GIDCમાં ભયાનક આગ લાગવાના તાજા સમાચાર. જયશ્રી કેમિકલ ફેક્ટરીમાં આગ, ઈજાઓ અને ફાયર બ્રિગેડની કામગીરી વિશે જાણો."
"અમરેલીના ધારી મદરેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું! SOGની તપાસમાં મોબાઇલમાંથી પાકિસ્તાન-અફઘાન ગ્રુપ મળ્યા. SP સંજય ખરાતની દેખરેખમાં ચાલતી તપાસની તાજી અપડેટ્સ મેળવો."