Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • શાંતિગ્રામમાં સ્વામિનારાયણ ગુરુકુલના ભવ્ય ભવનનું ઉદ્ઘાટન: CM ભૂપેન્દ્ર પટેલે કરાવી નવી શરૂઆત

શાંતિગ્રામમાં સ્વામિનારાયણ ગુરુકુલના ભવ્ય ભવનનું ઉદ્ઘાટન: CM ભૂપેન્દ્ર પટેલે કરાવી નવી શરૂઆત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાંતિગ્રામ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના નૂતન ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગુજરાત સેમિકન્ડક્ટર અને AI ક્ષેત્રે હબ બની રહ્યું છે, ત્યારે ગુરુકુલ જેવી સંસ્થાઓ સંસ્કાર સાથે આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન આપી 'વિકસિત ભારત'ના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશે. આ અદ્યતન ભવનમાં 4000 વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને 1500 વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશેષ કોચિંગ સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. 21મી સદીના પડકારોને પહોંચી વળવા માટે કૌશલ્ય અને આધ્યાત્મિકતાના સમન્વય પર ભાર મૂકતા આ કાર્યક્રમની સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Gandhinagar March 02, 2026
શાંતિગ્રામમાં સ્વામિનારાયણ ગુરુકુલના ભવ્ય ભવનનું ઉદ્ઘાટન: CM ભૂપેન્દ્ર પટેલે કરાવી નવી શરૂઆત

શાંતિગ્રામમાં સ્વામિનારાયણ ગુરુકુલના ભવ્ય ભવનનું ઉદ્ઘાટન: CM ભૂપેન્દ્ર પટેલે કરાવી નવી શરૂઆત

 નર્મદા કેનાલના કાંઠે આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શાંતિગ્રામ ખાતે તા. ૦૨ માર્ચ ૨૦૨૬ના રોજ ભવ્ય અને મંગલમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના  મુખ્યમંત્રીશ્રી અને પૂજ્ય સંતોની વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
 
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બિલ્ડીંગના પ્રવેશદ્વારે શિલાલેખનું અનાવરણ તથા નવીન બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
 
 સંતોના ચરણોમાં વંદન સાથે ઉપસ્થિત હરિભક્તો અને વિદ્યાર્થીઓને રંગ અને ઉમંગના ઉત્સવ હોળીની શુભકામનાઓ પાઠવતાં મુખ્યમંત્રીશ્રી એ જણાવ્યું હતું કે,આપણો પ્રાચીન ઇતિહાસ સાક્ષી છે કે હોળી એ સમાજમાં અજ્ઞાન, અનિષ્ટ અને અંધકારની સામે જ્ઞાન અને સંસ્કારનો અગ્નિ પ્રજ્વલિત કરતું પર્વ છે. સનાતન ધર્મ સંસ્કૃતિની અટલ આસ્થાની હજારો વર્ષોની આ જ્યોતનો પ્રકાશ સમાજમાં વધુ વ્યાપક બનાવવા માટે વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી આપણે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' ઉજવી રહ્યા છીએ. એટલું જ નહીં, વડાપ્રધાન શ્રીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા ભારતને જ્ઞાન અને સંસ્કાર થકી સમૃદ્ધ બનાવવાની દિશા આપી છે. વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યરત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન પણ વિદ્યાર્થીઓને સમયાનુકૂળ શિક્ષણ પૂરું પાડે છે. અહીં વિદ્યાર્થીઓને આધ્યાત્મિક મૂલ્યોની સાથે ૨૧મી સદીના ભારત માટે આવશ્યક એવું સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશનનું નોલેજ મળે તે વર્તમાન સમયની માંગ છે.
 
આજે વિશ્વમાં ટેકનોલોજીની હરીફાઈ ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન શ્રીએ આપણા દેશને તેમાં અગ્રેસર અને સજ્જ કરવાની નેમ રાખી છે. આ માટે આગામી યુગની ટેકનોલોજી સમાન સેમિકન્ડક્ટર સેક્ટરમાં ગુજરાત હબ બને તેવી ઐતિહાસિક પહેલ તેમના નેતૃત્વમાં આપણે બે દિવસ પહેલાં સાણંદમાં માઈક્રોનના લોકાર્પણ પ્રસંગે જોઈ છે. આજે ગૌરવવંતો ઇતિહાસ લખાઈ રહ્યો છે, ભવિષ્યમાં સેમિકન્ડક્ટરમાં ખૂબ મોટી માંગ ઊભી થવાની છે. તેને પહોંચી વળવા માટે યુવાનો માટે ચીપ ડિઝાઇન, એ.આઈ. (AI), ઇલેક્ટ્રોનિક્સ તથા એડવાન્સ ટેકનોલોજીનો અભ્યાસ પણ અનિવાર્ય બનશે. હાલમાં અંદાજે ૩૫ જેટલી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ આ ચીપ ડિઝાઇનનો અભ્યાસ કરી રહ્યા છે. ગુજરાતમાં આપણે આઈ.આઈ.ટી. (IIT) ગાંધીનગર સાથે સંયોજન કરીને ફેબ્રિકેશન લેબ પણ તૈયાર કરી રહ્યા છીએ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની આ શાંતિગ્રામ શાખા જો સંસ્કાર અને કૌશલ્યના સમન્વયથી સેમીકોન ઇન્ડસ્ટ્રીઝ માટે યુવાનો તૈયાર કરતા અભ્યાસક્રમો શરૂ કરે, તો તેનાથી ઉત્તમ કાર્ય બીજું કોઈ હોઈ શકે નહીં.
 
સ્વતંત્રતાના ઉદયકાળમાં ઈ.સ. ૧૯૪૮માં પૂજ્ય શાસ્ત્રીજી શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ સ્થાપેલું આ ગુરુકુળ આજે શિક્ષણની સાથે સંસ્કાર, આધ્યાત્મ અને રાષ્ટ્રપ્રેમનું એક પવિત્ર તીર્થ બની ગયું છે. એસ.જી.આર.એસ. (SGRS) ગુરુકુળની છાત્રાલય અને ગુરુકુળ પરંપરા આજે અનેક વિદ્યાર્થીઓને ભણતરની સાથે જીવન ઘડતરના પાઠ પણ શીખવે છે. આવી સંસ્થા માત્ર ડિગ્રી ધારકો જ નહીં, પરંતુ સંસ્કાર ધારકો અને સશક્ત સમાજ તથા સક્ષમ રાષ્ટ્રના આધારસ્તંભ સમાન યુવાધન તૈયાર કરવામાં મહત્વનું યોગદાન આપી રહી છે. ભગવાન સ્વામિનારાયણના આદર્શો - શિસ્ત, સેવા, સદાચાર અને સમર્પણની સાથે ટેકનોલોજી અને સંસ્કૃતિના સંકલનથી આ જ્ઞાન કેન્દ્રો વડાપ્રધાન શ્રીના 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરશે.
 
માત્ર સાત વિદ્યાર્થીઓથી શરૂ થયેલી આ શૈક્ષણિક યાત્રાએ અત્યાર સુધી ૧.૯૦ લાખથી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ અને સંસ્કાર આપ્યા છે, જેના પરિણામે અનેક પરિવારોના બાળકો અહીંથી ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક તથા ઉચ્ચ અધિકારી બનીને સમાજની સેવા કરી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'વિકસિત ભારત ૨૦૪૭'નો જે સંકલ્પ કર્યો છે, તેને સાકાર કરવા તેમણે 'ડેમોગ્રાફિક ડિવિડન્ડ' જેવી યુવા શક્તિના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શ્રી શાંતિગ્રામ સ્વામિનારાયણ ગુરુકુળ યુથ એમ્પાવરમેન્ટ માટે યુ.પી.એસ.સી. (UPSC) અને જી.પી.એસ.સી. (GPSC) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ સેન્ટર, સપોર્ટ એકેડમી અને અદ્યતન હોસ્ટેલ દ્વારા અભ્યાસની સુવિધા પૂરી પાડે છે. આજે જે નવનિર્મિત ભવન બન્યું છે તેનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, દાતાશ્રીઓ તો ભાગ્યશાળી છે જ, પરંતુ અહીં આવનારા ગરીબ અને મધ્યમ વર્ગના દરેક વિદ્યાર્થીઓ પર પણ ભગવાનના આશીર્વાદ કહી શકાય, કારણ કે આ સુવિધાયુક્ત ભવનમાં તેઓ અભ્યાસ કરી શકશે. સંસ્થાના માધ્યમથી વિદ્યાર્થીઓને ભગવાન દ્વારા આટલી ઉત્તમ સુવિધાઓ મળી રહી છે તેવો તેમણે સૂર વ્યક્ત કર્યો હતો. લેટેસ્ટ સુવિધાઓ સાથે તૈયાર થયેલા આ ભવનમાં ૪૦૦૦ વિદ્યાર્થીઓ ભણી શકે અને ૧૫૦૦ વિદ્યાર્થીઓ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં જે પણ વિદ્યાર્થી અભ્યાસ કરશે તેના પર ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ હંમેશા રહેશે અને તેઓ સમાજ તથા રાષ્ટ્ર માટે ઉપયોગી બને તેવી શુભેચ્છા  પાઠવી હતી.
 
આ અવસરે પૂજ્ય મહંત શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી પોતાના આશીર્વચન પાઠવી સભાને લાભાન્વિત કર્યા હતાં‌.જેમાં તેમણે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંસ્થા માટે કરેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.અને તેમના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં કરી હોળીની ઉજવણી: 'વૈદિક હોળી'ના દર્શન અને પરિક્રમા
ahmedabad
March 02, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં કરી હોળીની ઉજવણી: 'વૈદિક હોળી'ના દર્શન અને પરિક્રમા

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા માનવમંદિર ખાતે હોળીના પવિત્ર પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. તેમણે પર્યાવરણના જતનનો સંદેશ આપતી 'વૈદિક હોળી' ના દર્શન અને પરિક્રમા કરી રાજ્યના નાગરિકોની સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હોળીને અસત્ય પર સત્યના વિજય અને સામાજિક સમરસતાનું પ્રતિક ગણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ માનવમંદિરમાં ભગવાનના દર્શન કરી સૌ નાગરિકોને હોળી-ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી.

માઉન્ટ આબુ પર્વતારોહણ શિબિર ૨૦૨૬: રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક તાલીમની સુવર્ણ તક
gandhinagar
March 02, 2026

માઉન્ટ આબુ પર્વતારોહણ શિબિર ૨૦૨૬: રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક તાલીમની સુવર્ણ તક

ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા માઉન્ટ આબુ ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ૯ મે ૨૦૨૬ થી શરૂ થનારા આ કોર્સમાં એડવેન્ચર, એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ અને કોચિંગ કોર્સનો સમાવેશ થાય છે. પસંદગી પામનાર ઉમેદવારોને રહેવા-જમવાની સુવિધા સાથે મુસાફરી ભથ્થું પણ આપવામાં આવશે. ૮ થી ૪૫ વર્ષની વયના સાહસિકો ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં અરજી કરી શકે છે. અરજી કરવાની પદ્ધતિ અને લાયકાતની સંપૂર્ણ માહિતી માટે આ અહેવાલ વાંચો.

અમદાવાદ રેલ્વે ડિવિઝનનો
ahmedabad
March 02, 2026

અમદાવાદ રેલ્વે ડિવિઝનનો "સેવા સંકલ્પ": અધિકારીઓએ લીધા જનસેવાના શપથ

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ રેલ્વે ડિવિઝન દ્વારા "સેવા સંકલ્પ" કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. DRM શ્રી વેદ પ્રકાશના માર્ગદર્શન હેઠળ રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓએ પારદર્શક, જવાબદાર અને નાગરિક-કેન્દ્રિત વહીવટ માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મુસાફરોને સલામત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવાનો તેમજ રેલ્વે કામદારો માટે યોગ્ય સુવિધાઓ અને સમયસર પગારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે. રેલ્વે સ્ટેશનો અને ગુડ્સ શેડમાં શ્રમિકો માટે આધુનિક સુવિધાઓ ઊભી કરવાના મહત્વના સૂચનો વિશે વધુ જાણવા માટે આ અહેવાલ વાંચો.

Braking News

વડોદરામાં બિલ્ડરો દ્વારા જંત્રી વધારાનો વિરોધ
વડોદરામાં બિલ્ડરો દ્વારા જંત્રી વધારાનો વિરોધ
December 09, 2024

વડોદરાના રિયલ એસ્ટેટ બિલ્ડરોએ ગુજરાત સરકારના તાજેતરના પરિપત્રમાં જંત્રીના દરમાં વધારો કરવા સામે ભારે વાંધો ઉઠાવ્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
મુખ્તાર અન્સારી જે રૉબિનહૂડ બન્યા , પોલિટિક્સમાં છવાઈ ગયા પછી બરબાદ થવામાં વાર પણ ના લાગી: એક વખતના શક્તિશાળી રાજકારણીની વાર્તા
મુખ્તાર અન્સારી જે રૉબિનહૂડ બન્યા , પોલિટિક્સમાં છવાઈ ગયા પછી બરબાદ થવામાં વાર પણ ના લાગી: એક વખતના શક્તિશાળી રાજકારણીની વાર્તા
April 30, 2023
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express