અબોલ પશુઓની સેવાર્થે વેટરનરી એમ્બ્યુલન્સનું મનસુખભાઇ વસાવાના હસ્તે ઉદ્ઘાટન
ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ અબોલ પશુઓની સેવાર્થે નર્મદા જિલ્લા પંચાયત ખાતેથી વેટરનરી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જણાવ્યું કે, પશુ સારવાર માટે સરકાર દ્વારા ઉત્તમ સેવા મળી રહી છે.
રાજપીપલા : ભરૂચ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ અબોલ પશુઓની સેવાર્થે નર્મદા
જિલ્લા પંચાયત ખાતેથી વેટરનરી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જણાવ્યું કે, પશુ સારવાર માટે સરકાર દ્વારા ઉત્તમ સેવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર માત્ર માનવની જ નહીં, પરંતુ મૂંગા પશુઓના સ્વાસ્થ્યની કાળજીની ચિંતા કરે છે.
નર્મદા જિલ્લાના પશુપાલકોને વધુ દૂધ ઉત્પાદન મળે, પ્રગતિ કરે તે માટે કેન્દ્ર સરકાર
આયોજનબદ્ધ કામગીરી કરી રહી છે. વધુમાં પશુપાલકોને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા સાંસદશ્રીએ ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે,આ એમ્બ્યુલન્સ સાગબારા તાલુકાના 14 ગામના 9 હજારથી વધુ પશુઓને નિઃશુલ્ક સારવાર આપશે. દૂધ ઉત્પાદનમાં વધારો થાય તેમજ પશુપાલકો આર્થિક પગભર બને તેવા આશય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે કામગીરી કરીને પશુઓની કાળજીનું ખાસ ધ્યાન રાખ્યું છે.
આ વેટરનરી એમ્બ્યુલન્સ સાગબારાના ચોપડવાવ, દુધલીવેર, ગોડદા,નાની-મોટી મોગરી, નાના કાકડીઆંબા, કોડબા, અમિયાર, પાડા, રણબુડા, મોટા ડોરાઆંબા, નાના ડોરઆંબા, કુંવર ખાડી સહિત ગોડદા ગામોમાં પશુઓને નિઃશુલ્ક સારવાર આપશે.
આ પ્રસંગે જિલ્લાના નાયબ પશુપાલન નિયામક શ્રી જે.આર.દવે, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિનોદભાઈ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.
નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.