Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ભારતનું સ્ટ્રીટ-સ્માર્ટ ઇવી હવે વધુ સ્ટાઇલિશ બન્યું: પ્રસ્તુત છે એમજી કૉમેટ બ્લેકસ્ટોર્મ

ભારતનું સ્ટ્રીટ-સ્માર્ટ ઇવી હવે વધુ સ્ટાઇલિશ બન્યું: પ્રસ્તુત છે એમજી કૉમેટ બ્લેકસ્ટોર્મ

ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાએ કૉમેટ ઇવી પોર્ટફોલિયોની બ્લેકસ્ટોર્મ એડિશન લૉન્ચ કરીને ભારતની આ સ્ટ્રીટ-સ્માર્ટ ઇવીની સ્ટાઇલ અને આકર્ષણને વધારી દીધાં છે. રૂ. 7.80L + બેટરીનું ભાડું @ રૂ. 2.5/કિમીની એક્સ-શૉરૂમ કિંમતે લૉન્ચ કરવામાં આવેલી કૉમેટ બ્લેકસ્ટોર્મ એડિશન તેની શ્રેણીનું ટૉપ વેરિયેન્ટ હશે.

New delhi February 27, 2025
ભારતનું સ્ટ્રીટ-સ્માર્ટ ઇવી હવે વધુ સ્ટાઇલિશ બન્યું: પ્રસ્તુત છે એમજી કૉમેટ બ્લેકસ્ટોર્મ

ભારતનું સ્ટ્રીટ-સ્માર્ટ ઇવી હવે વધુ સ્ટાઇલિશ બન્યું: પ્રસ્તુત છે એમજી કૉમેટ બ્લેકસ્ટોર્મ

ગુરુગ્રામ : ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાએ કૉમેટ ઇવી પોર્ટફોલિયોની બ્લેકસ્ટોર્મ એડિશન લૉન્ચ કરીને ભારતની આ સ્ટ્રીટ-સ્માર્ટ ઇવીની સ્ટાઇલ અને આકર્ષણને વધારી દીધાં છે. રૂ. 7.80L + બેટરીનું ભાડું @ રૂ. 2.5/કિમીની એક્સ-શૉરૂમ કિંમતે લૉન્ચ કરવામાં આવેલી કૉમેટ બ્લેકસ્ટોર્મ એડિશન તેની શ્રેણીનું ટૉપ વેરિયેન્ટ હશે.

સ્ટાઇલિશ અને ટેકનોલોજીપ્રેમી શહેરી પ્રવાસીઓ હવે તેમની નજીકમાં આવેલી એમજીની ડીલરશિપની મુલાકાત લઈ શકે છે અને ફક્ત રૂ. 11,000 ચૂકવીને નવા એમજી કૉમેટ બ્લેકસ્ટોર્મને બૂક કરી શકે છે. તેના ‘સ્ટેરી બ્લેક’ એક્સટીરિયર્સને કારણે કૉમેટ બ્લેકસ્ટોર્મ સોફિસ્ટિકેશન અને સ્ટાઇલનું પ્રતીક બની રહે છે, જે આ કારના એકંદર આકર્ષણને વધારી દે છે. કૉમેટ ઇવીની નેમપ્લેટને ડાર્ક ક્રૉમમાં ઉત્કીર્ણ કરવામાં આવી છે અને INTERNET INSIDEનું એમ્બેલમ કાળા રંગમાં તૈયાર કરવામાં આવ્યું છે, જે સૌ કોઇનું ધ્યાન આકર્ષિત કરે છે. લેધરની સીટ પર લાલ રંગમાં એમ્બ્રોઇડરી કરેલા ‘BLACKSTORM’ શબ્દની સાથે તેની બ્લેક થીમ ઇન્ટીરિયર્સમાં પણ જાળવી રાખવામાં આવી છે, જે એક પ્રીમિયમ અનુભવ પૂરો પાડે છે.

સંગીતપ્રેમીઓ માટે કંપનીએ હવે કૉમેટ બ્લેકસ્ટોર્મમાં 4 સ્પીકર આપવામાં આવ્યાં છે, જેથી કરીને તમે ટ્રાફીક જામમાં પણ મનને શાંત રાખી શકો. આ નવી એડિશનમાં હૂડની નીચે 17.4 kWhની બેટરી આપવામાં આવી છે, જે ખૂબ જ ઝડપથી ચાર્જ થઈ જાય છે અને 230 કિલોમીટર*ની પ્રમાણિત રેન્જ પૂરી પાડે છે. આ ઉપરાંત, ગ્રાહકો એક્સક્લુસિવ એસેસરીઝ પૅક વડે તેમની કૉમેટ બ્લેકસ્ટોર્મને વધુ પર્સનલાઇઝ પણ કરી શકે છે, જેમાં એક વિશિષ્ટ પ્રકારના બેજ, વ્હિલ કવર તથા હૂડ બ્રાન્ડિંગ અને સ્કિડ પ્લેટ્સ જેવા વૈકલ્પિક સ્ટાઇલિંગ ઘટકોનો સમાવેશ થાય છે.

આ અંગે વાત કરતાં જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાના હેડ ઑફ સેલ્સ શ્રી રાકેશ સેને જણાવ્યું હતું કે, ‘આધુનિક જમાનામાં કાર ખરીદવા માંગતા ભારતીયો એવા વિકલ્પોની શોધમાં છે, જે વિશિષ્ટ હોવાની સાથે-સાથે તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ હોય. તેઓ વધુ બોલ્ડ રંગો તરફ આકર્ષિત થઈ રહ્યાં છે, જે સૌથી અલગ તરી આવે અને તેમની પસંદગીને વિશિષ્ટ બનાવે. અમે કૉમેટ બ્લેકસ્ટોર્મને લૉન્ચ કરીને ખૂબ જ ખુશ છીએ, જે સ્ટાઇલ અને સોફિસ્ટિકેશનની સાથે તમારી રોજબરોજની મુસાફરીને આરામદાયક બનાવવાનો વાયદો કરે છે. કૉમેટ બ્લેકસ્ટોર્મ 
અમારા લાઇન-અપને નિયમિતપણે નવીનતા બક્ષીને અમારા ગ્રાહકોની વિકસતી જઈ રહેલી જરૂરિયાતોને પૂરી કરવા પ્રત્યેની અમારી કટિબદ્ધતાને દર્શાવે છે.’

એમજી કૉમેટ ઇવીમાં સલામતી અને સ્માર્ટ રીતે એવી ફંક્શનાલિટીનું સંયોજન કરવામાં આવ્યું છે, જેની શહેરી મુસાફરોને તેમની ઇચ્છીત સ્ટાઇલની સાથે જરૂર છે. CY’23ની સરખામણીએ CY’24માં કૉમેટ ઇવીના વેચાણમાં 29%ની પ્રભાવશાળી વૃદ્ધિ થઈ છે, જે કાર ખરીદવા માંગતા લોકોમાં તેની ખૂબ સારી સ્વીકૃતિને સૂચવે છે. તેની નવીન પ્રકારની ડીઝાઇન અને વ્યવહારિકતાએ સમગ્ર દેશના ગ્રાહકોને પ્રભાવિત કર્યા છે, જે તેને સ્ટાઇલિશ, ઇકો-ફ્રેન્ડલી મોબિલિટી સોલ્યુશન શોધી રહેલા શહેરીજનો માટેની પસંદગીનો વિકલ્પ બનાવે છે. 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

માત્ર ₹4.75 લાખથી શરૂ: 25 કિમીની માઇલેજ આપતી આ શાનદાર ઓટોમેટિક કારોએ મચાવી ધૂમ
new delhi
March 11, 2026

માત્ર ₹4.75 લાખથી શરૂ: 25 કિમીની માઇલેજ આપતી આ શાનદાર ઓટોમેટિક કારોએ મચાવી ધૂમ

ભારતમાં શહેરી ટ્રાફિકની સમસ્યાને જોતા ઓટોમેટિક (AMT) કારની માંગ ઝડપથી વધી રહી છે. જો તમે ₹5 થી ₹6 લાખના બજેટમાં નવી કાર શોધી રહ્યા છો, તો Maruti Suzuki S-Presso, Renault Kwid અને Tata Tiago શ્રેષ્ઠ વિકલ્પો છે. મારુતિ S-Presso ₹4.74 લાખમાં 25.3 kmpl ની શાનદાર માઇલેજ આપે છે, જ્યારે રેનો Kwid સ્ટાઇલિશ લુક સાથે ₹4.99 લાખમાં ઉપલબ્ધ છે. 

રોયલ એનફિલ્ડને ચેલેન્જ! ટ્રાયમ્ફની 350cc બાઇક એપ્રિલ 2026માં આવી રહી છે – ભાવ અને ફીચર્સ જાણો
new delhi
February 27, 2026

રોયલ એનફિલ્ડને ચેલેન્જ! ટ્રાયમ્ફની 350cc બાઇક એપ્રિલ 2026માં આવી રહી છે – ભાવ અને ફીચર્સ જાણો

બ્રિટિશ બ્રાન્ડ ટ્રાયમ્ફ 400cc પ્લેટફોર્મ પરથી નવું 350cc એન્જિન વિકસાવી રહી છે. નવી GST પોલિસીથી 18% ટેક્સમાં ફાયદો, રોયલ એનફિલ્ડ, જાવા સામે સ્પર્ધા તીવ્ર બનશે. લોન્ચ અને અસર વિશે વધુ વાંચો.

ટાટા સીએરાએ બજારમાં ધમાલ મચાવી, જાન્યુઆરીમાં 7,003 યુનિટ વેચાણ – Creta અને Seltosને પડકાર, ટોપ-10માં 6ઠ્ઠું સ્થાન
new delhi
February 17, 2026

ટાટા સીએરાએ બજારમાં ધમાલ મચાવી, જાન્યુઆરીમાં 7,003 યુનિટ વેચાણ – Creta અને Seltosને પડકાર, ટોપ-10માં 6ઠ્ઠું સ્થાન

ટાટા સીએરાએ બજારમાં તોફાન મચાવ્યું! જાન્યુઆરીમાં 7,003 યુનિટ વેચાણ – ટોપ-10માં 6ઠ્ઠું સ્થાન, Hyundai Creta અને Kia Seltosને મજબૂત ટક્કર. ₹11.49 લાખથી શરૂ, 12.3-ઇંચ ટ્રિપલ સ્ક્રીન, JBL 12-સ્પીકર સાઉન્ડ, Level-2 ADAS અને પેનોરેમિક સનરૂફ. વિગતો જુઓ.

 

Braking News

ઉત્તર રેલ્વેએ 34 પૂજા-વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો
ઉત્તર રેલ્વેએ 34 પૂજા-વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો
October 19, 2023

આગામી તહેવારો દરમિયાન ભીડ ન થાય તે માટે ઉત્તર રેલવેએ 34 પૂજા વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
April 01, 2023
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
July 21, 2023
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express