Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ

ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ

યુનિયન બજેટમાં ગુજરાત રેલવેને અન્ય રાજ્યો કરતા સૌથી વધુ ₹17,366 કરોડ. 2009-14ના ₹589 કરોડથી 29 ગણો ઉછાળો. પશ્ચિમ ફ્રેટ કોરિડોર, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રગતિ, 19 અમૃત સ્ટેશનો પૂર્ણ, વધુ વંદે ભારત-નમો ભારત. સુરક્ષા અને કનેક્ટિવિટીમાં નવી ગતિ.

Ahmedabad February 23, 2026
ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ

ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ

ભારતીય રેલવેએ ગુજરાતમાં રેકોર્ડ બજેટ ફાળવણી અને ઝડપી અવસંરચના વિકાસ દ્વારા રેલ પરિવહન ક્ષેત્રમાં નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે। ₹17,366 કરોડના ઐતિહાસિક બજેટ ફાળવણી સાથે રાજ્યમાં આધુનિક, સુરક્ષિત અને મુસાફર-કેન્દ્રિત રેલવે નેટવર્કના વિકાસને અભૂતપૂર્વ ગતિ મળી છે.

વર્ષ 2009–14 દરમિયાન ગુજરાત માટે સરેરાશ વાર્ષિક રેલવે બજેટ ફાળવણી ₹589 કરોડ હતી, જે વર્ષ 2026–27 માં વધીને ₹17,366 કરોડ થઈ ગઈ છે. આ લગભગ 29 ગણો વધારો રાજ્યમાં કનેક્ટિવિટી, ક્ષમતા વિસ્તરણ અને રેલવે અવસંરચનાને મજબૂત બનાવવાની દિશામાં સરકારની દૃઢ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ગુજરાતમાં હાલમાં ₹1,28,748 કરોડના ખર્ચે રેલવે અવસંરચના પ્રોજેક્ટ્સ પ્રગતિ પર છે. તેમાં નવી રેલવે લાઈનોનું નિર્માણ, સ્ટેશનોનું પુનર્વિકાસ તેમજ મહત્વપૂર્ણ સુરક્ષા સુધારાઓનો સમાવેશ થાય છે, જે લાંબા ગાળાની ક્ષમતા વૃદ્ધિ અને કાર્યક્ષમ સંચાલન સુનિશ્ચિત કરશે.

• ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર હેઠળ પશ્ચિમ ફ્રેટ કોરિડોર દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને પંજાબને જોડે છે. સુરતમાં પૂર્વ અને પશ્ચિમ ફ્રેટ કોરિડોરને જોડવામાં આવશે અને ત્યાં એક મહત્વપૂર્ણ જંકશન વિકસાવવામાં આવશે.

• આ પૂર્વ–પશ્ચિમ કોરિડોર ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલા બંદરોને દેશના વિવિધ રાજ્યો સાથે જોડશે। તેના માધ્યમથી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને ઉત્તર પ્રદેશને પણ વધુ સારી કનેક્ટિવિટી મળશે.

• ગુજરાતે 100% રેલવે વિદ્યુતીકરણનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે। રાજ્યમાં 87 સ્ટેશનો પર નિર્માણ કાર્ય ચાલુ છે। અમદાવાદ–મુંબઈ હાઈ-સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટ ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યો છે. બીજી સુરંગની બ્રેકથ્રૂ પ્રક્રિયા જલ્દી પૂર્ણ થશે અને વ્યાવસાયિક સંચાલન આગામી વર્ષે શરૂ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીના સતત માર્ગદર્શન અને નિયમિત સમીક્ષા હેઠળ ટીમ સતત કાર્યરત છે.

• બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જેમાં આધુનિક નિર્માણ તકનીક, અદ્યતન ટેકનોલોજી અને વિશેષ ટ્રેક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

• અમૃત સ્ટેશન યોજનાના અંતર્ગત ગુજરાતના 87 રેલવે સ્ટેશનોને ₹6,058 કરોડના ખર્ચે વ્યાપક પુનર્વિકાસ માટે પસંદ કરવામાં આવ્યા છે। તેમાંના 19 સ્ટેશનો – સામાખ્યાલી, ડાકોર, હાપા, જામ જોધપુર, મોરબી, ઓખા, પાલીતાણા અને પોરબંદર સહિત – નો પુનર્વિકાસ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે। તેથી મુસાફર સુવિધાઓ અને સ્ટેશનોની સૌંદર્યાત્મક ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે.

• આધુનિક ટ્રેન સેવાઓની શરૂઆતથી ગુજરાતમાં મુસાફરોની સુવિધા અને મુસાફરીની કાર્યક્ષમતા માં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં રાજ્યમાં નીચે મુજબની ટ્રેનો સંચાલિત થાય છે:

• 6 વંદેભારતએક્સપ્રેસટ્રેનો

• 1 અમૃત ભારત એક્સપ્રેસ

• 1 નમો ભારત એક્સપ્રેસ

• આ સેવાઓ મુસાફરોને ઝડપી, સુરક્ષિત અને વધુ આરામદાયક મુસાફરીના વિકલ્પો પ્રદાન કરી રહી છે.

• વર્ષ 2014 પછીથી ગુજરાતના રેલવે નેટવર્કનું ઝડપી વિસ્તરણ થયુ છે. લગભગ 2,900 કિલોમીટર નવી રેલવે લાઈનો નાખવામાં આવી છે, જે ઘણા યુરોપિયન દેશોના કુલ રેલવે નેટવર્ક કરતાં વધુ છે. રાજ્યમાં 4,005 કિલોમીટર રેલ માર્ગોનું 100% વિદ્યુતીકરણ પૂર્ણ થઈ ગયું છે, જેના કારણે હરિત અને ઊર્જા-કાર્યક્ષમ સંચાલન સુનિશ્ચિત થયું છે.

• તે ઉપરાંત, લેવલ ક્રોસિંગ દૂર કરવા માટે 1,177 ફ્લાયઓવર અને અંડરપાસ બનાવવામાં આવ્યા છે, જેના કારણે સુરક્ષામાં વધારો થયો છે અને માર્ગ–રેલ વાહનવ્યવહાર વધુ સુગમ બન્યો છે.

• રેલ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં ભારતીય રેલવે ગુજરાતમાં સ્વદેશી ‘કવચ’ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ અમલમાં મૂકી રહી છે. મંજૂર થયેલા 1,842 રૂટ કિલોમીટરમાંથી 96 રૂટ કિલોમીટર પર ‘કવચ’ સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યારે 1,674 રૂટ કિલોમીટર પર કામ પ્રગતિમાં છે. આ રેલ સુરક્ષા ધોરણોમાં મહત્વપૂર્ણ સુધારો દર્શાવે છે.

રેકોર્ડ રોકાણ, આધુનિક સ્ટેશન, પ્રીમિયમ ટ્રેન સેવાઓ, સંપૂર્ણ વિદ્યુતીકરણ અને અદ્યતન સુરક્ષા પ્રણાલીઓ સાથે ભારતીય રેલવે ગુજરાતના અવસંરચના વિકાસ અને સમગ્ર સામાજિક-આર્થિક પ્રગતિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

300 પંચાયત સીટો ખાલી, વિકાસ અટવાયો, ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારને લલકારી
ahmedabad
February 23, 2026

300 પંચાયત સીટો ખાલી, વિકાસ અટવાયો, ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકારને લલકારી

જૂનાગઢ-ભાવનગરમાં 300+ સરપંચ-વોર્ડ સભ્ય સીટો ખાલી – અનામત-ઉમેદવાર ન મળતા! AAP MLA ગોપાલ ઇટાલિયાએ કહ્યું: ગ્રામ વિકાસ ઠપ્પ, ગ્રાન્ટનો દુરુપયોગ. ભાજપની નીતિઓને કારણે ગામોમાં અન્યાય.

ગુજરાતની હસ્તકલા વિશ્વમાં બ્રાન્ડ, વિધાનસભામાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન
gandhinagar
February 23, 2026

ગુજરાતની હસ્તકલા વિશ્વમાં બ્રાન્ડ, વિધાનસભામાં મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન

23થી 28 ફેબ્રુઆરી સુધી 10 સ્ટોલ્સ પર મહિલા કારીગરોના સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન-વેચાણ. અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું: આ મહિલાઓનું પરિશ્રમ અને આત્મનિર્ભરતાનું પ્રતીક છે. મનિષાબેન વકીલને અભિનંદન.

અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
ahmedabad
February 21, 2026

અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ

અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગ ઘટનાઓ. 449 કેસમાં કાર્યવાહી, 408 ધરપકડ અને ₹48,700 દંડ વસૂલાત. RPFએ આશ્રમ એક્સપ્રેસ, કચ્છ એક્સપ્રેસ સહિત મુખ્ય ટ્રેનોમાં વધુ ઘટનાઓ પર નિયંત્રણ મેળવ્યું – મુસાફરોને અનાવશ્યક પુલિંગ ન કરવાની અપીલ. વિગતો જુઓ.

Braking News

કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા  ભાવનગરના શિહોર ખાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠક યોજી
કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ભાવનગરના શિહોર ખાતે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠક યોજી
October 28, 2025

કમોસમી વરસાદના પગલે ઉભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ભાવનગર આવી પહોંચેલા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ શિહોર પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ કૃષિ મંત્રીશ્રીએ શિહોરના કાજાવદર ગામની મુલાકાત લઈને ખેડૂતો અને સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
આંખના સ્વાસ્થ્યનું ભવિષ્ય: ક્રાંતિકારી તકનીક જે તમારી આંખોને નુકસાન પહોંચાડશે નહીં
April 04, 2023
"ગોપનીયતા, પ્રગતિ અને બિગ ડેટા: ધ થ્રી-વે ટગ ઓફ વોર"
March 31, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express