એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત, આ દિવસે India-Pakistanની ટક્કર થશે
ઇમર્જિંગ વિમેન્સ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. હોંગકોંગમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં શ્વેતા સેહરાવત 14 સભ્યોની ટીમની કેપ્ટનશીપ કરવા જઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં તમામની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચે 17 જૂને રમાનારી મેચ પર રહેશે.
હોંગકોંગમાં 12 જૂનથી રમાનાર ઇમર્જિંગ વિમેન્સ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્વેતા સેહરાવત 14 સભ્યોની ટીમનું સુકાન સંભાળશે. આ ટૂર્નામેન્ટમાં ભારત-A ટીમ પોતાની પ્રથમ મેચ 13 જૂને યજમાન હોંગકોંગ સામે રમશે. આ ટૂર્નામેન્ટમાં તમામની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચે 17 જૂને રમાનારી મેચ પર રહેશે.
BCCIએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, "શુક્રવારે અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ આગામી ACC ઇમર્જિંગ વિમેન્સ એશિયા કપ માટે ભારત A ટીમની પસંદગી કરી છે."
આ ટુર્નામેન્ટમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે, જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. ભારતને ગ્રુપ-Aમાં હોંગકોંગ, થાઈલેન્ડ-A, પાકિસ્તાન-A સાથે જ્યારે બાંગ્લાદેશ-A, શ્રીલંકા-A, મલેશિયા અને સંયુક્ત આરબ અમીરાત ગ્રુપ-Bમાં છે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 21 જૂને રમાશે.
ઈન્ડિયા-એ ટીમમાં તે ખેલાડીઓ સામેલ છે જેમણે આ વર્ષે જાન્યુઆરીમાં આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તે ટુર્નામેન્ટમાં ટીમની કેપ્ટનશીપ શેફાલી વર્માએ કરી હતી, જ્યારે શ્વેતાએ બેટથી સૌથી વધુ રન બનાવ્યા હતા. શ્વેતા સેહરાવતે સાત મેચમાં 99ની શાનદાર એવરેજ અને ત્રણ અડધી સદીની મદદથી 297 રન બનાવ્યા હતા.
ઇન્ડિયા A (ઇમર્જિંગ ટીમ): શ્વેતા સેહરાવત (કેપ્ટન), સૌમ્ય તિવારી, ત્રિશા ગોંગડી, મુસ્કાન મલિક, શ્રેયંકા પાટીલ, કનિકા આહુજા, ઉમા છેત્રી, મમતા માડીવાલા, તિતાસ સાધુ, યશશ્રી એસ, કાશવી ગૌતમ, પાર્શ્વી ચોપરા, મન્નત કશ્યપ, બી. અનુષા.
મુખ્ય કોચ: નુશીન અલ ખાદીર
ઇન્ડિયા-એનું શેડ્યૂલ:
12 જૂન વિ. હોંગકોંગ
15 જૂન વિ થાઈલેન્ડ-એ
17 જૂન વિ. પાકિસ્તાન એ
RCB vs KKR: IPL 2025 સીઝનની 58મી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે રમાશે. આ મેચમાં પણ વરસાદની અપેક્ષા છે, જે ચાહકોની મજા બગાડી શકે છે.
WTC Prize Money India Pakistan: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને હોવા છતાં, ભારતીય ટીમને મોટી રકમ આપવામાં આવી છે, જ્યારે પાકિસ્તાનને અહીં પણ ખૂબ ઓછા પૈસા મળ્યા છે.
IPL 2025: ગુજરાત ટાઇટન્સની ટીમે ભલે હજુ સુધી IPL 2025ના પ્લેઓફમાં પોતાનું સ્થાન કન્ફર્મ કર્યું ન હોય, પરંતુ ભવિષ્યની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, તેમણે જોસ બટલરના સ્થાને રિપ્લેસમેન્ટ ખેલાડીનું નામ જાહેર કર્યું છે.