“કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત ચયન પામેલ “ગ્રામ જાગૃત કિશોરીઓની” ભરૂચ ખાતે સરકારી કચેરીઓમાં માહિતીપ્રદ મુલાકાત
સમાજની કિશોરીઓમાં દેશના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં યોગદાન આપવાની અપાર ક્ષમતા હોય છે. પરંતુ તેઓના જીવનને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર માહિતીના અભાવ અને મર્યાદિત અવકાશને કારણે ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં કિશોરીઓ અનેક સામાજિક અને આરોગ્યલક્ષી પડકારોનો સામનો કરે છે ત્યારે કિશોરીઓને ગુણાત્મક તાલીમ થકી તેઓની ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરાવીને વિવિધ વિષયો પર સ્વ-જાગૃતતા મેળવે તથા રોજિંદા જીવનમાં થતી કોઈપણ અનૈચ્છિક સમસ્યાઓનો સ્વયંભૂ સામનો કરવા માટે તૈયાર થાય એ અત્યંત જરૂરી છે.
આપણા સમાજની કિશોરીઓમાં દેશના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં યોગદાન આપવાની અપાર ક્ષમતા હોય છે. પરંતુ તેઓના જીવનને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર માહિતીના અભાવ અને મર્યાદિત અવકાશને કારણે ખાસ કરીને ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં કિશોરીઓ અનેક સામાજિક અને આરોગ્યલક્ષી પડકારોનો સામનો કરે છે ત્યારે કિશોરીઓને ગુણાત્મક તાલીમ થકી તેઓની ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરાવીને વિવિધ વિષયો પર સ્વ-જાગૃતતા મેળવે તથા રોજિંદા જીવનમાં થતી કોઈપણ અનૈચ્છિક સમસ્યાઓનો સ્વયંભૂ સામનો કરવા માટે તૈયાર થાય એ અત્યંત જરૂરી છે.
વિશેષત: જાન્યુઆરી ૨૪, ૨૦૨૩, રાષ્ટ્રીય બાલિકા દિવસના રોજ જિલ્લા સ્થિત તમામ અભિલાષી કિશોરીઓ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા, ઉત્તમ પોષણ, કૌશલ્ય વિકાસ, ચોક્કસ અધિકારો અને વિવિધ સરકારી યોજનાઓ અંગે ગુણાત્મક તાલીમ થકી સ્વ-જાગૃતતા મેળવે અને મહત્તમ કિશોરીઓ “આદર્શ કિશોરી”નું બિરુદ મેળવે એવા હેતુસર જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ દ્રારા સૂચિત “કિશોરી ઉત્કર્ષ પહેલ”નો સુચારું આયોજનસહ તમામ સહભાગીઓ (મુખ્યત્વે ડીસીએમ શ્રીરામ ફાઉન્ડેશન, ભારત કેર્સ (એસએમઈસી ટ્રસ્ટ), યુનિસેફ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પંચાયત, ભરૂચની આરોગ્ય શાખા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, આઇસીડીએસ સેલ) અરસપરસ્પર સુસંકલિત થઈને શુભારંભ કરવામાં આવ્યો હતો.
પ્રથમપણે, સદર સીએસઆર પહેલ અંતર્ગત ઝઘડિયા તાલુકામાં બેઝલાઇન સર્વે હાથે ધરી અને કુલ ૯૫ શિક્ષકોને ગુણાત્મક તાલીમ આપી “માસ્ટર ટ્રેનર” તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકામાં યુનિવર્સ કુલ ૬૧૭૪ કિશોરીઓમાંથી કુલ ૫૨૧૭ (શાળાએ જતી-ના જતી) કિશોરીઓ સુધી ડોર-ટુ-ડોર કેમ્પેનના માધ્યમથી પોંહચી કુલ ૪૧૮૦ કિશોરીઓ (કુલ ૩૮૯૪ કિશોરીઓ ‘શાળાએ જતી’ અને ૨૮૬ કિશોરીઓ ‘શાળાએ ના જતી’)ની આ પહેલમાં નોંધણી કરીને વિવિધ મોડ્યુલ્સ પર ગુણાત્મક તાલીમ આપવામાં આવી છે.
આ તાલીમ સમયગાળા દરમિયાન ઉત્તમ પોષણ, યોગ્ય આરોગ્ય અને સ્વચ્છતા, વોટનો અધિકાર, સરકારી યોજનાઓની માહિતી, બાળ સુરક્ષા અને કલ્યાણકારી યોજનાઓની માહિતી વગેરે પર બાહ્ય તજ્જ્ઞ (ખાસ કરીને આરોગ્ય શાખા, ઇલેકશન શાખા, સમાજ સુરક્ષા વિભાગ, યુનિસેફ, સ્ત્રી ચિકિત્સક) વગેરેને આમંત્રિત કરીને તાલીમાર્થી કિશોરીઓમાં જ્ઞાનગંગાનો પ્રસાર કરવામાં આવ્યો છે. કુલ ૦૪ મહિનાના તાલીમ સમયગાળા બાદ તમામ કિશોરીઓનું માઇક્રો અને મેક્રો એસેસમેન્ટ થકી ઝઘડિયા તાલુકાનાં પ્રત્યેક ગામદીઠ ૦૧ એમ કુલ ૧૨૨ “ગ્રામ જાગૃત કિશોરી”નું ચયન કરવામાં આવ્યું છે. જેમાંથી, ૧૧૫ ગ્રામ જાગૃત કિશોરીઓ ‘શાળાએ જતી’ છે અને ૦૭ ગ્રામ જાગૃત કિશોરીઓ ‘શાળાએ ના જતી’ છે.
નવા શૈક્ષણિક સત્રમાં, “કિશોરી ઉત્કર્ષ પહેલ” અંતર્ગત “ગ્રામ જાગૃત કિશોરી”નું બિરુદ પ્રાપ્ત કરેલ તમામ ૧૨૨ કિશોરીઓમાંથી કુલ ૬૦ કિશોરીઓને પ્રથમ તબક્કામાં ભરૂચ ખાતે શિક્ષણ શાખા, આરોગ્ય શાખા, મહિલા અને બાળ વિકાસ વિભાગ વગેરે સરકારી કચેરીઓની માહિતીપ્રદ મુલાકાત કરાવવા હેતુસર જૂન ૧૯, ૨૦૨૩ના રોજ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
નારી સંરક્ષણ કેન્દ્ર, ભરૂચ ખાતે તમામ ૬૦ ગ્રામ જાગૃત કિશોરીઓને એકત્રિત કરીને મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી અને અન્ય પ્રતિનિધિશ્રી દ્રારા વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, ‘સંગત સખી’ એપ્લીકેશન વગેરે જેવી સરકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વિશેષત: ગ્રામ જાગૃત કિશોરીઓને માસિક ચક્ર, શારીરિક ફેરફાર અને અંગત સ્વચ્છતા અંગે માહિતીપ્રદ વિડીયો થકી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
તમામ ઉપસ્થિત ૬૦ ગ્રામ જાગૃત કિશોરીઓની હોસ્ટેલ ગ્રાઉન્ડ સ્થિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની મુલાકાત દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી, શિક્ષણ નિરીક્ષક અને અન્ય સ્ટાફકર્મીઓની ઉપસ્થિતિમાં દરેક વિભાગની મુલાકાત કરાવી પ્રાથમિક, માધ્યમિક, ગ્રાન્ટ-ઇન-એઇડ શિક્ષણ, શિષ્યવૃતિ અર્થે થતી કામગીરી, શિક્ષકોની ભરતી સંબધિત, પેન્શન વિભાગ, પગાર વિભાગ વગેરે અંગે વિસ્તારપૂર્વક જ્ઞાન આપવામાં આવ્યું.
અંતમાં, જિલ્લા પંચાયત, ભરૂચ સ્થિત આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્રારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કિશોર કાર્યક્રમ, એડોલેસન્ટ ફ્રેંડલી હેલ્થ ક્લિનિક્સ એસ્ટાબ્લીશમેન્ટ, એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે, આયુષમાન ભારત, આભા કાર્ડ, પોષણ, જિલ્લા સ્થિત PHC, CHC, UPHC, સબ-સેન્ટર્સ, આશાવર્કરો, પીયર એડયુકેટર, ANMની કામગીરી વગેરે સંબંધિત PPT પ્રેઝન્ટેશન આપી તથા મહત્તમ ગ્રામ જાગૃત કિશોરીઓ દ્રારા પ્રશ્નોતરી અને પ્રત્યુત્તરની આપ-લે કરી સંપૂર્ણ સત્રને શરૂઆતથી લઈને અંત સુધી જીવંત રાખ્યું હતું.
હવે, આગામી સપ્તાહમાં દ્વિતીય તબક્કામાં બાકી રહેલ ૬૨ ‘ગ્રામ જાગૃત કિશોરીઓ’ને ભરૂચસ્થિત આ તમામ સરકારી કચેરીઓની મુલાકાત કરાવીને તેઓમાં સરકારી યોજનાકીય અને વહીવટી બાબતો અંગેની જ્ઞાનગંગાનો બહોળો પ્રસાર થાય એવું માહિતપ્રદ સ્થાન પૂરું પાડવામાં આવશે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."