મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
પરિચાલન દક્ષતાની સમીક્ષા, આધારભૂત માળખાના વિકાસ કાર્યોના મૂલ્યાંકનના ઉદ્દેશ્યથી વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું. આ દરમિયાન તેમણે મોડાસા રેલવે સ્ટેશન પર માનનીય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બરૈયા તથા અન્ય જનપ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો અને પરિચાલન સંબંધિત મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી.
વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી શ્રી અનુભવ સક્સેના દ્વારા જારી એક પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે તોરણા ગુડ્સ શેડમાં માલ ઢુલાઈ કાર્યોની સમીક્ષા કરી તથા સ્થા બેઠકમાં તેમણે ટ્રેન પરિચાલનમાં સુધારણા, માલની સુગમ આવાજાહી તથા વપરાશકર્તાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા નિક હિતધારકો સાથે સંવાદ કર્યો. પરિચાલન સંબંધિત મુદ્દાઓના ઉકેલ પર ચર્ચા કરવામાં આવી. શ્રી ભડકેએ સમયબદ્ધ લોડિંગ અને અનલોડિંગની ખાતરી કરવા માટે માલ ગ્રાહકો સાથે વધુ સારું સમન્વય કરવા પર ભાર મૂક્યો.
કપડવંજ રેલવે સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકેએ મંડળના અધિકારીઓ સહિત નગરપાલિકાના સભ્યો તથા સ્થાનિક નાગરિકો સાથે બેઠક કરી. બેઠકમાં રોડ અંડર બ્રિજ (RUB)ના વિસ્તારણ અને સંપર્ક માર્ગોના સુધારા જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થઈ, જેથી યાત્રાવ્યવહાર સુગમ બને અને યાત્રીઓને વધુ સારી સુવિધા મળી શકે. શ્રી ભડકેએ આશ્વાસન આપ્યું કે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર સંબંધિત પ્રાધિકારીઓ સાથે સમન્વય કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
મોડાસા રેલવે સ્ટેશન પર મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકેએ માનનીય સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બરૈયા, નગરપાલિકાના સભ્યો તથા APMCના પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો. બેઠકમાં નડિયાદ-શામળાજી રેલ જોડાણને મજબૂત કરવા, સુરક્ષાની દૃષ્ટિએ લેવલ ક્રોસિંગ (LC) ગેટોના યુક્તિકરણ અને બંધ કરવા, ઘઉંની લોડિંગ, ખાતરની અનલોડિંગ તથા અન્ય પરિચાલન સંબંધિત વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. શ્રી ભડકેએ ફરી જણાવ્યું કે વડોદરા મંડલ સુરક્ષિત, કુશળ અને યાત્રી-હિતેષી રેલ સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
આ મુલાકાત જનપ્રતિનિધિઓ, નાગરિક સંસ્થાઓ અને વેપારી હિતધારકો સાથે સક્રિય સહભાગિતાનું પ્રતીક છે, જેથી વિકાસાત્મક અને પરિચાલન સંબંધિત પ્રાથમિકતાઓને સમયબદ્ધ રીતે પૂર્ણ કરી શકાય.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.
નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.
જૂનાગઢ-ભાવનગરમાં 300+ સરપંચ-વોર્ડ સભ્ય સીટો ખાલી – અનામત-ઉમેદવાર ન મળતા! AAP MLA ગોપાલ ઇટાલિયાએ કહ્યું: ગ્રામ વિકાસ ઠપ્પ, ગ્રાન્ટનો દુરુપયોગ. ભાજપની નીતિઓને કારણે ગામોમાં અન્યાય.