સટ્ટાબાજી અને ઓનલાઈન જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ સંબંધિત જાહેરાતો અંગે જારી કરવામાં આવેલ સૂચનાઓ
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ સટ્ટાબાજી અને ઓનલાઈન જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંબંધિત જાહેરાતો અંગે સૂચનાઓ જારી કરી છે.
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ સટ્ટાબાજી અને ઓનલાઈન જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંબંધિત જાહેરાતો અંગે સૂચનાઓ જારી કરી છે. આવી પ્રવૃતિઓની વધતી જાહેરાતો અંગે ઓથોરિટીએ કહ્યું છે કે પબ્લિક ગેમ્બલિંગ એક્ટ 1867 હેઠળ તેના પર પ્રતિબંધ છે. તેમ છતાં તેમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે ગ્રાહકો ખાસ કરીને યુવાનો પર આર્થિક બોજ પડી રહ્યો છે.
ઓથોરિટીએ ચેતવણી આપી હતી કે કાયદાકીય રીતે પ્રતિબંધિત પ્રવૃત્તિઓની જાહેરાતો પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આ કાયદાનું ઉલ્લંઘન કરનારા જાહેરાતકર્તાઓ, નિર્માતાઓ, પ્રકાશકો અને સંબંધિત લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઓથોરિટીએ સેલિબ્રિટીઝ અને સામાજિક પ્રભાવકોને પણ આવી પ્રવૃત્તિઓની જાહેરાત કરવાથી દૂર રહેવા જણાવ્યું છે.
20થી 28 ફેબ્રુઆરી 2026 વચ્ચે શરૂ થયા વધારાના હોલ્ટ્સ – ગુવાહાટી-સિલચર, ગુવાહાટી-ડિબ્રુગઢ સહિત ઘણી ટ્રેનોમાં નવા સ્ટેશનો જેમ કે બારપથર, લંકા, હોજાઈ.
કેન્દ્ર સરકારે દેશના રેલ્વે માળખાને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું ભર્યું છે. મંત્રીમંડળે આશરે ₹9,072 કરોડના ત્રણ મુખ્ય રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સ 4 રાજ્યોના 8 જિલ્લાઓમાં કનેક્ટિવિટી અને વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે.
મુંબઈ પોલીસે શહેરમાં ડ્રગ માફિયાઓ સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ચાર વર્ષમાં, તેઓએ ₹6,738 કરોડથી વધુના ડ્રગ્સ જપ્ત કર્યા છે, જેના કારણે ડ્રગ માફિયાઓને નોંધપાત્ર નુકસાન થયું છે.