પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાની સાથે હેલ્પ ડેસ્ક ઉભી કરી થઈ રહેલી સઘન સુરક્ષા વ્યવસ્થા
મેળામાં શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ સુવિધાઓ, પોલીસ દ્વારા સુરક્ષાની સાથે હેલ્પ ડેસ્ક ઉભી કરી થઈ રહેલી સઘન સુરક્ષા વ્યવસ્થાનું આયોજન.
રાજપીપલા: સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આવેલા યાહા મોગી માતા પાંડુરી માતાના મંદિરે ચાલી રહેતા ભાતીગળ મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા પૂરતી સુરક્ષા
વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કણબીપીઠાથી લઈને છેક દેવમોગરા મંદિર સુધી રાઉન્ડ-ધી-ક્લોક સુરક્ષા વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી રહી છે.
માર્ગમાં વિવિધ સ્થળોએ પોલીસના જવાનોને ડિપ્લોઈડ કરવામાં આવ્યા છે. તેમજ ૨૪ કલાક પેટ્રોલિંગની કામગીરી પણ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
પોલીસ વિભાગ દ્વારા મંદિર પરિસર અને પ્રવેશદ્વાર ઉપર હેલ્પ ડેસ્ક ઊભી કરી સુરક્ષાલક્ષી માર્ગદર્શન પુરું પાડતું સાહિત્ય વિતરણ સાથે પોલીસ હેલ્પલાઈનની જરૂરી જાણકારી આપવામાં આવી રહી છે. સાથે સાથે ગ્રામ પંચાયત દ્વારા નક્કી કરવામાં આવેલા પાર્કિંગ સ્થળોએ વાહનોનું યોગ્ય પાર્કિંગ થાય તે માટે પણ ખડે પગે કામગીરી કરવામાં આવી રહી છે.
સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ ચાલુ રાખી કન્ટ્રોલરૂમ થકી નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.