Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • રોયલ એનફિલ્ડ જેવું રાજ ખતમ? ના, ખેડૂતોનું રાજ આવે છે! AAPની જામખંભાળિયા સભામાં ઈસુદાનનો વિસ્ફોટ

રોયલ એનફિલ્ડ જેવું રાજ ખતમ? ના, ખેડૂતોનું રાજ આવે છે! AAPની જામખંભાળિયા સભામાં ઈસુદાનનો વિસ્ફોટ

ભાણખોખરીમાં AAP જનસભા: ઈસુદાન ગઢવીએ કંપનીઓ દ્વારા પોલીસ ભાડે લેવાનો ખુલાસો કર્યો. ફાર્મહાઉસ વેચીને ખેડૂતો-મહિલાઓને મદદ. 8 માર્ચે ગાંધીનગરમાં મહાસંમેલન.

Ahmedabad February 27, 2026
રોયલ એનફિલ્ડ જેવું રાજ ખતમ? ના, ખેડૂતોનું રાજ આવે છે! AAPની જામખંભાળિયા સભામાં ઈસુદાનનો વિસ્ફોટ

રોયલ એનફિલ્ડ જેવું રાજ ખતમ? ના, ખેડૂતોનું રાજ આવે છે! AAPની જામખંભાળિયા સભામાં ઈસુદાનનો વિસ્ફોટ

અમદાવાદ / દેવભૂમિ દ્વારકા / ગીર સોમનાથ / જુનાગઢ / ગુજરાત : આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો માટે શરૂ કરેલ “પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા” અંતર્ગત તારીખ 26 ફેબ્રુઆરીના રોજ ભાણખોખરી, જામ ખંભાળિયા ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં જામખંભાળિયાના ખેડૂતો અને યુવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીને પોતાનું સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓએ ખેસ પહેરાવીને તમામ લોકોનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. ખેડૂતોનું સમર્થન અને યુવાઓનો જોશ દર્શાવી રહ્યો હતો કે આમ આદમી પાર્ટી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇતિહાસ લખશે.

આ જનસમા દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, હવે આપણા અસ્તિત્વની છેલ્લી લડાઈ છે. ભાજપે છેલ્લા 30 વર્ષથી જાતિના નામે જ્ઞાતિના નામે ધર્મના નામે આપણને લૂંટ્યા છે  અને જો આપણે હજુ પણ નહીં જાગીએ તો આપણા બાળકોનું ભવિષ્ય પણ ધૂંધળું થઈ જશે. હાલ ખેડૂતો માટે એટલી કપરી પરિસ્થિતિ પેદા થઈ છે કે ખેતી કરનાર  દીકરાને કોઈ પોતાની દીકરી આપવા પણ તૈયાર નથી. અમેરિકાની સરકાર અમેરિકાના ખેડૂતને 54 લાખ રૂપિયાની સબસીડી આપે છે જ્યારે આપણી સરકાર “ બાબાજીનું ઠુલ્લું” આપે છે. અત્યારે ખેડૂતોના ખેતરોમાં મરજી પડે એમ થાંભલાઓ અને પવનચક્કીઓ રાખવામાં આવી રહ્યા છે. ખેડૂત જ્યારથી ખેડૂત મટીને જાતિ જ્ઞાતિમાં વહેંચાઈ ગયો છે, ત્યારથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેતરોમાં થાંભલા નાખવા માટે કંપનીઓ જે પોલીસને લઈને આવે છે એ પોલીસને ભાડે રાખવામાં આવે છે. આ બાબતનો ખુલાસો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વિધાનસભામાં કર્યો હતો. આ લોકોને હું એટલું જ કહીશ કે તમારે ખેતરમાંથી થાંભલા નાખવા હોય તો મંત્રીના કે મુખ્યમંત્રીના ખેતરોમાં થાંભલા નાખો.  જે દિવસે અમારા હાથમાં સત્તા આવશે ત્યારે આ લોકોના ફાર્મ હાઉસ વેચાવીને એના પૈસા આપણી માતા બહેન દીકરીઓના ખાતામાં નાખીશું. હું ખેડૂતો માટે, માતા બહેન દીકરીઓ માટે, ગરીબો વંચિતો અને શોષિતો માટે એક વાર નહીં પરંતુ 100 વાર પોતાનું ગળું કપાવવા માટે તૈયાર છું. 

આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ સભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે  ભાજપની એવી સરકાર છે જેને એ વાતનો અહંકાર છે કે ગુજરાતની અંદર તેઓ સતત ચૂંટણી જીતે છે. આ અહંકારના કારણે આજે ગુજરાતમાં લોકોનો અવાજ સાંભળવા માટે સરકાર તૈયાર નથી. આમ આદમી પાર્ટીના નેતાઓ જ્યારે જનતાના પ્રશ્નો ઉઠાવે છે, ત્યારે સરકારને એ ગમતું નથી. એટલા માટે અનેક કેસો, લાઠીચાર્જ અને જેલમાં નાખવાના બનાવો કરવામાં આવ્યા છે. ભાજપ સરકાર દ્વારા આમ આદમી પાર્ટીના અનેક નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા છે. પછી વિસાવદરથી એક સંદેશ મળ્યો કે ગુજરાતની જનતાએ પરિવર્તનની દિશા પકડી છે અને આ રાજ્યમાં બેઠેલા તાનાશાહોને હરાવી શકાય છે. ત્યારથી લઈને આજ સુધી તમે જોશો તો આમ આદમી પાર્ટીના અનેક નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા છે. ગુજરાતમાં લોકપ્રિય અને જનતાની લડાઈ લડનારા લોકો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે. અમે સોમનાથ દાદાના દર્શન કરીને પરિવર્તનનો સંકલ્પ લીધો છે અને આ સંદેશ લઈને તમારી વચ્ચે આવ્યા છીએ કે જ્યારે અમે આઠમી તારીખે ગાંધીનગર પહોંચીશું ત્યારે ત્યાં એક વિશાળ ખેડૂત સંમેલન યોજાશે. ગુજરાતની જનતા જાગે, તમામ જાતિ-ધર્મના લોકો એક થાય, ખેડૂતો અને મજૂરો એક થાય અને રાજ્યની રાજનીતિની દિશા નક્કી કરે, ત્યારે જ સાચો બદલાવ શક્ય બનશે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીને જીતાડવાનું કામ પ્રજાએ કરવું પડશે.

આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે સભાને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે પાર્ટીને મજબૂત બનાવવા માટે ઘણા કાર્યકર્તાઓએ અઢળક પ્રયત્નો કર્યા છે. મેં 108 દિવસની જેલ કાપી છે, પરંતુ એ મારી માટે નહીં, મારા ગુજરાતના ખેડૂતો માટે કાપી છે. એ વાતનો મને ગર્વ છે. ખેડૂતો માટે જ્યારે અમે લડવા ગયા, ત્યારે ખેડૂતો શાંતિથી બેઠા હતા અને પોતાની વાત કહેતા હતા. પરંતુ ભાજપી સરકાર દ્વારા અમારા પર ષડયંત્ર કરવામાં આવ્યું. સામાન્ય અને નિર્દોષ ખેડૂતો પર ગંભીર કલમો લગાવી દેવામાં આવી. અમે ખેડૂતો માટે અવાજ ઉઠાવવા ગયા હતા, છતાં અમારી પર હત્યાની કલમો લગાવી દેવામાં આવી. અમને 108 દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યા. ઘણા ખેડૂતો એવા હતા કે જે ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ જેલમાં જતા, તો તેમના પરિવારને ચલાવવા કોઈ નહોતું. તેમ છતાં ભાજપ સરકારને દયા નહોતી આવતી, તેઓ માત્ર ખેડૂતો સામે બદલો લેવા માગતા હતા. 108 દિવસ જેલમાં રહીને આવ્યા પછી પણ એક દિવસનો આરામ કર્યા વગર હું ફરી ખેડૂતો વચ્ચે આવ્યો છું, કારણ કે ગુજરાતના ખેડૂતો માટે લડવું છે, લડવું છે અને લડવું જ છે. જેલ કોઈ નાની વાત નથી. પરંતુ અમને આનંદ એ વાતનો હતો કે બહાર ગુજરાતના ખેડૂતો અમારું સમર્થન કરતા હતા. આમ આદમી પાર્ટીએ કાયદાકીય રીતે ખેડૂતોને બહાર લાવવા માટે મહત્વપૂર્ણ સહયોગ આપ્યો. હું એટલું જ કહું છું કે 108 દિવસ જે પીડા ભોગવવી પડી તે મેં મારા ગુજરાતના ખેડૂતો માટે ભોગવી છે. આ નબળી અને અયોગ્ય સરકાર સામે મેં ઘૂંટણ ટેક્યાં નથી, અને એ વાતનો મને ગૌરવ છે.

આમ આદમી પાર્ટી ગુજરાત


 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

આમ આદમી પાર્ટીના નેતાઓને મળી મોટી જીત, ખોટા કેસો સંપૂર્ણ રીતે રદ્દ થયા : દુર્ગેશ પાઠક
ahmedabad
February 27, 2026

આમ આદમી પાર્ટીના નેતાઓને મળી મોટી જીત, ખોટા કેસો સંપૂર્ણ રીતે રદ્દ થયા : દુર્ગેશ પાઠક

આજે માત્ર ટ્રાયલમાં નહીં, પરંતુ સીબીઆઈનો કેસ સંપૂર્ણ રીતે ખતમ થયો,આ કેસમાં મને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો : દુર્ગેશ પાઠક AAP

કોર્ટે સાબિત કર્યું: કેજરીવાલ-સિસોદિયા કટ્ટર ઈમાનદાર, ચૈતર વસાવાનું નિવેદન
ahmedabad
February 27, 2026

કોર્ટે સાબિત કર્યું: કેજરીવાલ-સિસોદિયા કટ્ટર ઈમાનદાર, ચૈતર વસાવાનું નિવેદન

પુરાવાના અભાવે નિર્દોષ જાહેર થતાં AAPમાં નવી ઊર્જા. ચૈતર વસાવાએ કહ્યું - ભાજપના દુરુપયોગ પછી સત્ય જીત્યું, ગુજરાતના કાર્યકરો ઉત્સાહિત. આવનારા દિવસોમાં સત્ય ખુલ્લું પાડીશું.

કેજરીવાલજી-સિસોદિયાજી નિર્દોષ, ભાજપના જૂઠનો પર્દાફાશ: ગોપાલ રાય
new delhi
February 27, 2026

કેજરીવાલજી-સિસોદિયાજી નિર્દોષ, ભાજપના જૂઠનો પર્દાફાશ: ગોપાલ રાય

હજારો વખત જૂઠું બોલીને AAPને નષ્ટ કરવાનો પ્રયાસ. કોર્ટે કહ્યું - કોઈ પુરાવો નથી. ગોપાલ રાયે કહ્યું - એજન્સીઓનો દુરુપયોગ કરી સત્તા ટકાવી છે ભાજપે. લોકતંત્ર જીવંત છે.

Braking News

લોકસભા ચૂંટણી 2024: ભગવંત માન દિલ્હીમાં આ ઉમેદવારો માટે રોડ શો કરશે, જાણો ક્યારે
લોકસભા ચૂંટણી 2024: ભગવંત માન દિલ્હીમાં આ ઉમેદવારો માટે રોડ શો કરશે, જાણો ક્યારે
May 09, 2024

લોકસભા ચૂંટણી 2024: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પૂર્વ અને દક્ષિણ દિલ્હી લોકસભા બેઠકો પર 'આપ' ઉમેદવારો માટે રોડ શો કરશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ચાર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
પ્રેમમાં બિલાડી અને કૂતરાની અદ્ભુત વાર્તા: જાતિઓથી આગળનો સંબંધ
April 01, 2023
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
July 21, 2023
મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
June 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express