જેકે ટાયરે ગાંધીધામમાં તેના નવા ટ્રક વ્હીલ્સ સેન્ટર સાથે ગુજરાતમાં રિટેઇલ ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું
ભારતીય ટાયર ઉદ્યોગમાં પ્રમુખ કંપની તથા રેડિયલ ટાયર સેગમેન્ટમાં અગ્રેસર જેકે ટાયર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગાંધીધામમાં નવા જેકે ટ્રક વ્હીલ્સ સેન્ટરનું ઉદઘાટન કર્યું છે, જે કંપનીની વૃદ્ધિ અને બજાર વિસ્તરણમાં મહત્વપૂર્ણ પગલું છે.
ગાંધીધામ : ભારતીય ટાયર ઉદ્યોગમાં પ્રમુખ કંપની તથા રેડિયલ ટાયર સેગમેન્ટમાં અગ્રેસર જેકે ટાયર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગાંધીધામમાં નવા જેકે ટ્રક વ્હીલ્સ સેન્ટરનું ઉદઘાટન કર્યું છે, જે કંપનીની વૃદ્ધિ અને બજાર વિસ્તરણમાં મહત્વપૂર્ણ પગલું છે. આદિનાથ ટાયર્સ દ્વારા સંચાલિત આ સુવિધાનું ઉદઘાટન જેકે ટાયર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અંશુમન સિંઘાનિયાએ કર્યું હતું તથા કમર્શિયલ વ્હીકલ સેક્ટરમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સ અને સર્વિસિસ ડિલિવર કરવાની કંપનીની કટીબદ્ધતાને વધુ મજબૂત કરી હતી.
ગુજરાત પ્રમુખ ઔદ્યોગિક અને વેપાર કોરિડોરને જોડતું મુખ્ય કેન્દ્ર છે ત્યારે જેકે ટ્રક વ્હીલ્સ સેન્ટર ગાંધીધામમાં વ્યૂહાત્મકરૂપે સ્થિત છે, જે નેશનલ હાઇવે સાથે યોગ્ય રીતે જોડાયેલું છે તથા મુંદ્રા અને કંડલા પોર્ટ્સની નજીક છે, જે તેને મહત્વપૂર્ણ લોજિસ્ટિક્સ અને વેપાર કેન્દ્ર બનાવે છે.
આ અદ્યતન સુવિધા ફ્લીટ ઓપરેટર્સ અને ટ્રાન્સપોર્ટર્સની વિકસતી જરૂરિયાતોને પૂર્ણ કરવા ડિઝઆઇન કરાઇ છે. અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ તે જેકે ટાયરની પ્રીમિયમ કમર્શિયલ વ્હીકલ ટાયર્સની વ્યાપક શ્રેણી ઓફર કરે છે તેમજ કમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ એલાઇનમેન્ટ, ટાયર રોટેશન અને ટાયર હેલ્થ મોનિટરીંગ સહિતની અદ્યતન સેવાઓથી સજ્જ છે. આ ઉપરાંત એક્સપર્ટ ટેક્નિકલ એડવાઇઝર્સ ગ્રાહકોને ટાયરના પર્ફોર્મન્સને મહત્તમ બનાવવા તથા સંચાલકીય ખર્ચ ઘટાડવામાં મદદરૂપ બનવા ઉપલબ્ધ છે.
આ ઉદઘાટન વિશે પ્રતિક્રિયા આપતાં જેકે ટાયર એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અંશુમન સિંઘાનિયાએ કહ્યું ગતું કે, “જેકે ટાયર ખાતે અમે મજબૂત સર્વિસ નેટવર્ક દ્વારા સુવિધાના વિસ્તરણ અને ગ્રાહક અનુભવમાં વધારો કરવા માટે કટીબદ્ધ છીએ. ગુજરાત એક પ્રમુખ બજાર છે અને ગાંધીધામમાં અમારું નવું ટ્રક વ્હીલ્સ સેન્ટર ફ્લીટ ઓપરેટર્સને વિશ્વ-સ્તરીય પ્રોડક્ટ્સ, નિષ્ણાંતોનું માર્ગદર્શન અને અદ્યતન સર્વિસ સોલ્યુશન્સ પ્રદાન કરવાની અમારી કટીબદ્ધતાને વધુ મજબૂત કરે છે. અમે સમગ્ર ભારતમાં વૃદ્ધિ સાધી રહ્યાં છીએ ત્યારે અમારું ધ્યાન હાઇ-પર્ફોર્મન્સ, કાર્યક્ષમ અને સસ્ટેનેબલ ટાયર્સ ડિલિવર કરવા ઉપર કેન્દ્રિત છે. ટાયર્સના વેચાણથી આગળ વધીને અમે સંચાલકીય કાર્યક્ષમતા દ્વારા ટ્રકર્સની નફાકારકતા વધારવા પ્રયત્નશીલ છીએ તથા તેને વધુ મૂલ્ય પ્રદાન કરતાં વ્યાપક સોલ્યુશન્સ ઓફર કરીએ છીએ.”
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.