જેલમાં બંધ પૂર્વ PM ઈમરાન ખાનના રાજકીય સલાહકારનું લાહોરથી અપહરણ, પાકિસ્તાનમાં હંગામો
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના રાજકીય સલાહકારના અપહરણની ઘટનાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. આ મામલે પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોંધાવી છે.
લાહોરઃ પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના રાજકીય સલાહકારનું લાહોરથી અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટનાથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રાજધાની લાહોરથી કેટલાક અજાણ્યા લોકોએ ઇમરાનના રાજકીય સલાહકાર ગુલામ શબ્બીરનું કથિત રીતે અપહરણ કર્યું છે. ગુરુવારે મીડિયા રિપોર્ટ્સમાં આ માહિતી આપવામાં આવી હતી. 'એક્સપ્રેસ ટ્રિબ્યુન' અખબારે અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતા શાહબાઝ ગિલના મોટા ભાઈ ગુલામ શબ્બીરનું બે દિવસ પહેલા જ્યારે તેઓ ઈસ્લામાબાદ જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું.
ઈમરાન ખાનના રાજકીય સલાહકારના અપહરણની ઘટનાથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે કાન્હા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆર તેમના પુત્ર બિલાલે નોંધાવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે શબ્બીર મોડી રાત્રે લાહોરના ખયાબાન-એ-અમીનમાં પોતાનું ઘર છોડીને ઈસ્લામાબાદ તરફ ગયો હતો. વધુ માહિતી ઉપલબ્ધ નથી. પીટીઆઈ પાર્ટીના સ્થાપક ખાન, 71, કેટલાક કેસોમાં દોષિત જાહેર થયા બાદ ગયા વર્ષે ઓગસ્ટથી જેલમાં છે. તેની સામે 200 જેટલા કેસ નોંધાયેલા છે.
ઘટનાને 24 કલાક વીતી ગયા છે, પરંતુ હજુ સુધી પાકિસ્તાની પોલીસ ઇમરાનના રાજકીય સલાહકારના અપહરણકર્તાઓને શોધી શકી નથી. આ કારણે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન-તેહરીક-એ-ઈન્સાફ (PTI)ના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેલમાં રહેલા ઈમરાન ખાન પણ આ ઘટનાથી ખૂબ જ આશ્ચર્યમાં છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાનનો સૌથી મોટો સમર્થક બનેલા ચીનમાં એક મોટો વિનાશક હુમલો થયો છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિસ્ફોટ પછી કાળો ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે. પાકિસ્તાનના મંત્રી તલાલ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભારત ભૂલ કરશે તો પાકિસ્તાન જવાબમાં નવી તારીખ લખશે.
"પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને 130 અણુબોમ્બની ધમકી આપી. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી, જેનાથી પાકિસ્તાનમાં હડકંપ મચ્યો. જાણો વિવાદની સંપૂર્ણ માહિતી."