Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

Gandhinagar March 20, 2026
જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને કેન્દ્રના પેયજળ અને સ્વચ્છતા વિભાગ વચ્ચે જલ જીવન મિશન 2.0 અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સુવિધા વધુ સુલભ બનાવવા મહત્વપૂર્ણ એમઓયુ (MoU) સંપન્ન થયાં છે.
 
આ વેળાએ કેન્દ્રીય મંત્રીશ્રી સી. આર. પાટીલ અને રાજ્યના પાણી પુરવઠા મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, રાજ્યના છેવાડાના વિસ્તારો સહિત દરેક ખૂણે પૂરતું સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સરકાર દ્વારા કરાયેલા આ એમઓયુ રાજ્યના પેયજળ વ્યવસ્થાપન તેમજ ગ્રામ્ય જનજીવનના ગુણાત્મક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
 
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્રની દરેક યોજનાઓનું અગ્રતાના ધોરણે સફળ અમલીકરણ કરે છે. જલ જીવન મિશન 2.0 અંતર્ગત થયેલા આ એમ.ઓ.યુ. રાજ્યના ગ્રામ્ય વિકાસમાં એક માઈલસ્ટોન સાબિત થશે. દરેક ઘરમાં સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી પહોંચાડવાનો સંકલ્પ હવે વધુ દ્રઢતા સાથે આગળ વધશે. જલ જીવન મિશનની શરૂઆત 15 ઓગસ્ટ 2019ના રોજ “હર ઘર જલ”ના સંકલ્પ સાથે કરવામાં આવી હતી, જેમાં દરેક ગ્રામ્ય ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. ગુજરાતે આ લક્ષ્યાંક ઓક્ટોબર 2022 સુધીમાં સફળતાપૂર્વક હાંસલ કર્યો છે, જે રાજ્ય માટે ગૌરવની બાબત છે.
 
હવે જલ જીવન મિશન 2.0 અંતર્ગત 2028 સુધી પાણી પુરવઠા વ્યવસ્થાનું વધુ મજબૂતીકરણ, નિયમિતતા અને સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. આ એમઓયુ દ્વારા યોજનાઓના અસરકારક અમલીકરણ, મોનીટરીંગ અને પારદર્શિતામાં વધારો થશે.આ એમ.ઓ.યુ. મુજબ રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સતત અને ગુણવત્તાયુક્ત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવશે તેમજ “Har Ghar Jal” પ્રમાણપત્ર પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો વધુ વેગવાન બનશે.
 
એમ.ઓ.યુ. અંતર્ગત પાણી પુરવઠા યોજનાઓ સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરી ગામ પંચાયતોને સોંપવી, ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) સુનિશ્ચિત કરવું, ગામ સ્તરે વિલેજ વોટર એન્ડ સનિટેશન કમિટિ(VWSC) દ્વારા પાણી વ્યવસ્થાનું સંચાલન, પાણી સ્ત્રોતોની લાંબા ગાળાની સુરક્ષા અને સસ્ટેનેબિલિટી પર ભાર મૂકવો વગેરે બાબતોનો સમાવેશ થાય છે.આ ઉપરાંત ડિજિટલ મોનીટરીંગ માટે ‘સુજલમ ભારત’ અને ‘પીએમ ગતિશક્તિ’ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી પારદર્શિતા વધારવામાં આવશે. પાણીની ગુણવત્તા ચકાસણી, નાણાંકીય શિસ્ત, ‘નલ જલ મિત્ર’ જેવી પહેલો થકી માનવ સંસાધન વિકાસ અને પાણી સંરક્ષણ માટે જલ ઉત્સવ જેવા જનજાગૃતિ અભિયાનો પણ આ મિશનનો અભિન્ન ભાગ રહેશે.
 
આ એમ.ઓ.યુ. હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારોની જવાબદારીઓ પણ સ્પષ્ટ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર માર્ગદર્શન, ફંડિંગ અને મોનીટરીંગ કરશે, જ્યારે રાજ્ય સરકાર અમલીકરણ, નીતિ સુધારા અને ટેકનિકલ સપોર્ટની જવાબદારી નિભાવશે. આ અવસરે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રિંકીંગ વોટર એન્ડ સેનિટેશનના સચિવ શ્રી અશોક મીના વીડિયો કોન્ફરન્સના  જોડાયા હતા, જ્યારે રાજ્ય સરકાર વતી પાણી પુરવઠાના અગ્ર સચિવ શ્રીમતી શાહમીના હુસેન, પાણી પુરવઠાના મુખ્ય ઈજનેર સર્વશ્રી શ્રી નીરવ સોલંકી, કુ. ધરા વ્યાસ તેમજ શ્રી ભાવિક રાઠોડ પ્રત્યક્ષ જોડાયા હતા.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

રાશિદ ખાને બનાવ્યો આ મોટો રેકોર્ડ, આમ કરનાર ચોથો અફઘાન ખેલાડી બન્યો
રાશિદ ખાને બનાવ્યો આ મોટો રેકોર્ડ, આમ કરનાર ચોથો અફઘાન ખેલાડી બન્યો
October 30, 2023

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાને શ્રીલંકા સામેની મેચમાં પ્રવેશતાની સાથે જ શાનદાર પ્રદર્શન કર્યું છે. તે અફઘાનિસ્તાન માટે તેની 100મી વનડે મેચ રમી રહ્યો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
May 17, 2023
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
February 20, 2023
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express