જમ્મુ-કાશ્મીર: પૂંચમાં ભારતીય સેનાની ટ્રક 300 ફૂટ ઊંડી ખીણમાં પડી, ઘણા સૈનિકો ઘાયલ
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડી ગયું છે. આ ઘટનામાં 5 જવાન શહીદ થયા છે અને 12 ઘાયલ થયા છે. એક જવાન સુરક્ષિત છે. કારમાં કુલ 18 સૈનિકો સવાર હતા.
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં મંગળવારે ભારતીય સેનાની એક ટ્રકને અકસ્માત નડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પૂંચમાં સેનાની એક ટ્રક 300 ફૂટ ઊંડી ખીણમાં પડી છે. આ દુર્ઘટનામાં ઘણા જવાનો ઘાયલ થયાના સમાચાર છે. સેનાએ બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. રિપોર્ટ અનુસાર, નીલમ હેડક્વાર્ટરથી બાલનોઈ ઘોરા પોસ્ટ તરફ જઈ રહેલી 11 MLIની આર્મી ટ્રક ગોરા પોસ્ટ પર પહોંચતા જ અકસ્માતનો ભોગ બની હતી.
આર્મીની ટ્રક ઊંડી ખાઈમાં પડી હોવાની માહિતી મળતાની સાથે જ 11 એમએલઆઈની ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી) ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ પછી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર ટ્રકમાં 8 સૈનિકો હતા. આ તમામ 11 મરાઠા રેજિમેન્ટના છે અને નિયંત્રણ રેખા (LOC) તરફ જઈ રહ્યા હતા.
આ પહેલા 4 નવેમ્બરે રાજૌરીમાં રોડ અકસ્માતમાં બે નાઈક સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા. 2 નવેમ્બરના રોજ રિયાસી જિલ્લામાં કાર ખાડામાં પડતાં 3 લોકોનાં મોત થયાં હતાં.
વાદળ ફાટવાના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૪ પર ભૂસ્ખલન થયું છે. જેના કારણે હાઇવે પર લાંબો જામ જોવા મળે છે. હાઇવે બંને બાજુથી બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ ટીમ અને સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે છ કથિત પાકિસ્તાની નાગરિકોના દેશનિકાલ પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે સરકારી અધિકારીઓ દ્વારા યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી પરિવાર સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.
ભારતમાં બનેલી LEGACY ને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. લેગસી એ બકાર્ડી દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ ભારતીય પ્રીમિયમ વ્હિસ્કી છે. વર્લ્ડ વ્હિસ્કી એવોર્ડ્સમાં મળેલી જીત દર્શાવે છે કે ભારતમાં બનેલી પ્રીમિયમ વ્હિસ્કીને આજે સમગ્ર વિશ્વમાં ખૂબ જ માન્યતા મળી છે.