Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • સરહદ પર આતંકવાદી ગતિવિધિઓને જોતા જમ્‍મુ-કાશ્‍મીરમાં હાઈ એલર્ટ

સરહદ પર આતંકવાદી ગતિવિધિઓને જોતા જમ્‍મુ-કાશ્‍મીરમાં હાઈ એલર્ટ

ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, IEDથી સજ્જ વાહન દ્વારા જમ્‍મુ-શ્રીનગર રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ અથવા કોઈપણ મહત્‍વપૂર્ણ મથક પર હુમલો કરી શકે છે, આવો વધુ જાણીએ

New delhi May 03, 2023
સરહદ પર આતંકવાદી ગતિવિધિઓને જોતા જમ્‍મુ-કાશ્‍મીરમાં હાઈ એલર્ટ

સરહદ પર આતંકવાદી ગતિવિધિઓને જોતા જમ્‍મુ-કાશ્‍મીરમાં હાઈ એલર્ટ

જમ્‍મુ અને કાશ્‍મીરમાં પાકિસ્‍તાનની જાસૂસી સંસ્‍થા ISI અને તેના દ્વારા ટ્રેન કરેલા આતંકવાદી સંગઠનો પુલવામા જેવા હુમલાનું પુનરાવર્તન કરવાનું નાપાક કાવતરું ઘડી રહ્યાની માહિતી મળી છે. ગુપ્તચર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, VBIED (શક્‍તિશાળી IEDથી સજ્જ વાહન) દ્વારા જમ્‍મુ-શ્રીનગર રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ અથવા કોઈપણ મહત્‍વપૂર્ણ મથક પર હુમલો કરી શકે છે.

સૂત્રોએ જણાવ્‍યું કે પાકિસ્‍તાની સેનાએ LOC પાર POKના ફોરવર્ડ બોર્ડર વિસ્‍તારોમાં ઘણા લોન્‍ચિંગ પેડ તૈયાર કર્યા છે. તેના પર બે ડઝનથી વધુ આતંકીઓને જમ્‍મુ-કાશ્‍મીરમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર રાખવામાં આવ્‍યા છે. આ આતંકવાદીઓને અલગ-અલગ જૂથોમાં તૈયાર કરવામાં આવ્‍યા છે.

નૌગામ સેક્‍ટરમાં સરહદ નજીક ખર્જનમાં ચાર, ખુઇ રટ્ટામાં પાંચ અને ઉરી-બારામુલ્લાના જંગલમાં પાંચ આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર બેઠા હોવાની માહિતી ગુપ્તચર સંસ્‍થાઓને સાંપડી છે. સૂત્રોનું માનીએ તો આ આતંકવાદીઓ પાસે ઓટોમેટિક હથિયારો છે અને છેલ્લા કેટલાક સપ્તાહમાં સરહદ પારના વિસ્‍તારોમાં પણ તેમની ગતિવિધિઓ જોવા મળી રહી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે સરહદ પારથી ભારતમાં ઘૂસણખોરીની તૈયારી કરી રહેલા આ આતંકવાદીઓ અફઘાનિસ્‍તાનથી પાછા ફર્યા છે અને તેઓ લશ્‍કર અને જૈશ સાથે સંબંધિત છે. આતંકવાદીઓની ઘૂસણખોરીને લઈને સુરક્ષા દળોએ તેમનું પેટ્રોલિંગ વધારી દીધું છે. સરહદની આસપાસ દરેક નાની-મોટી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

વાસ્‍તવમાં કાશ્‍મીરમાં સરહદી વિસ્‍તારો માટે ઉનાળાના ત્રણથી ચાર મહિના ખૂબ જ મહત્‍વપૂર્ણ હોય છે. ઠંડી અને બરફમાં ઘટાડો થયા બાદ આ મહિનામાં આતંકવાદીઓ મોટાપાયે ઘૂસણખોરી કરે છે. આ પછી, જ્‍યારે ઠંડી શરૂ થાય છે, ત્‍યારે ઘૂસણખોરી કરવી મુશ્‍કેલ બની જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત હાલમાં G-૨૦ ની અધ્‍યક્ષતા કરી રહ્યું છે. જમ્‍મુ-કાશ્‍મીરમાં ૨૨-૨૩ મે વચ્‍ચે G-૨૦ બેઠક યોજાવાની છે. સુરક્ષા સહિત અનેક મુદ્દાઓને લઈને મંગળવારે અધિકારીઓની ઉચ્‍ચ સ્‍તરીય બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં સંવેદનશીલ ગણાતા વિસ્‍તારોમાં સુરક્ષા વ્‍યવસ્‍થા વધારવા પર ભાર મૂકવામાં આવ્‍યો હતો.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ચોમાસું 5 દિવસ વહેલું! ભારતમાં મોનસૂન 2025ની લેટેસ્ટ આગાહી અને શું થશે અસરો તે જાણો
ahmedabad
May 10, 2025

ચોમાસું 5 દિવસ વહેલું! ભારતમાં મોનસૂન 2025ની લેટેસ્ટ આગાહી અને શું થશે અસરો તે જાણો

"ભારતમાં ચોમાસું 2025ની શરૂઆત 5 દિવસ વહેલી થશે! હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, 27 મેના રોજ કેરળમાં ચોમાસાનો પ્રારંભ થશે. જાણો આની અસરો, વરસાદની સ્થિતિ અને ખેતી પર શું થશે પ્રભાવ."

પાકિસ્તાન સોશિયલ મીડિયા પર જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે, સંરક્ષણ મંત્રાલયે ભારતીયોને કરી આ અપીલ
new delhi
May 10, 2025

પાકિસ્તાન સોશિયલ મીડિયા પર જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે, સંરક્ષણ મંત્રાલયે ભારતીયોને કરી આ અપીલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવના વાતાવરણમાં, સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે, જેના સંદર્ભમાં સંરક્ષણ મંત્રાલયે ભારતીય લોકોને મંત્રાલયની સત્તાવાર વેબસાઇટને ફોલો કરવાની અપીલ કરી છે.

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર વિદેશ મંત્રી એસ જયશંકરનું પહેલું નિવેદન
new delhi
May 10, 2025

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર વિદેશ મંત્રી એસ જયશંકરનું પહેલું નિવેદન

ભારત અને પાકિસ્તાન વચ્ચે તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું છે કે ભારત અને પાકિસ્તાન આજે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે.

Braking News

સુપ્રીમ કોર્ટે 16 વર્ષથી જેલમાં બંધ વ્યક્તિને વચગાળાના જામીન મંજૂર કર્યા, ચુકાદામાં વિલંબની ટીકા કરી
સુપ્રીમ કોર્ટે 16 વર્ષથી જેલમાં બંધ વ્યક્તિને વચગાળાના જામીન મંજૂર કર્યા, ચુકાદામાં વિલંબની ટીકા કરી
May 17, 2023

અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા ફોજદારી અપીલના ચુકાદાની ડિલિવરીમાં નોંધપાત્ર વિલંબને કારણે, ઉમેશ રાયને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે, જે 16 વર્ષથી જેલમાં બંધ હતો

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
July 21, 2023
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
March 06, 2023
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express