Jiah Khan Case : જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલીને મોટી રાહત, પુરાવાના અભાવે CBI કોર્ટે નિર્દોષ છોડ્યો
જિયા ખાન આત્મહત્યા કેસનો ચુકાદોઃ અભિનેત્રી જિયા ખાનના મૃત્યુના કેસમાં CBIની વિશેષ અદાલતે આજે ચુકાદો આપ્યો છે. કોર્ટે અભિનેતા સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો છે, જેઓ કથિત રીતે જીયા ખાનને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપી હતા. CBI કોર્ટના નિર્ણયથી અસંતુષ્ટ જિયા ખાનની માતા રાબિયા ખાને આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરવાનો નિર્ણય કર્યો છે.
સીબીઆઈની વિશેષ અદાલતે આજે અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યો છે. ચુકાદા સમયે સુરજ કોર્ટ રૂમમાં હાજર હતો. કોર્ટે કહ્યું, 'તમારી વિરૂદ્ધ પુરાવા પૂરતા નથી, તેથી નિર્દોષ છૂટ આપવામાં આવે છે.' સૂરજ પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો.
જિયાએ 3 જૂન 2013ના રોજ મુંબઈમાં તેના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. હવે ઘટનાના 10 વર્ષ બાદ આ અંગે નિર્ણય આવ્યો છે. જિયાની માતાની ફરિયાદ પર અભિનેતા અને બોયફ્રેન્ડ સૂરજ પંચોલીની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.
પોલીસને જિયાના ઘરેથી 6 પાનાની સુસાઈડ નોટ મળી હતી. આ મુજબ જીયા સૂરજ સાથેના તેના વણસેલા સંબંધોને કારણે ખૂબ જ પરેશાન હતી. આ પછી જિયાની માતા રાબિયા ખાને સૂરજ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સૂરજ અભિનેતા આદિત્ય પંચોલી અને ઝરીના વહાબનો પુત્ર છે.
નિર્દોષ છૂટ્યા પછી સૂરજની પોસ્ટ - સત્યનો વિજય
સૂરજ પંચોલી આજે સવારે 10 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. 10.30 વાગ્યે કોર્ટમાં પહોંચ્યા. સૂરજની સાથે તેની માતા ઝરીના વહાબ પણ હતી. જોકે, સૂરજના પિતા આદિત્ય પંચોલી ક્યાંય દેખાતા ન હતા. કોર્ટે ચુકાદો સંભળાવવા માટે સવારે 10.30 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો, પરંતુ જિયાની માતા રાબિયા કેટલીક દલીલો રજૂ કરવા માગતી હતી, જેના કારણે સુનાવણી બે કલાક માટે ટાળી દેવામાં આવી હતી. બપોરે 12.30 વાગ્યે કોર્ટે ચુકાદો આપ્યો. નિર્દોષ જાહેર થયા બાદ સૂરજે સોશિયલ મીડિયા પર લખ્યું, 'સત્યની હંમેશા જીત થાય છે. ભગવાનથી મોટું કોઈ નથી.
ફિલ્મ રિલીઝ થતાં જ અભિનેતા માટે ખરાબ સમાચાર આવ્યા. સમાચાર આવ્યા કે અજય દેવગનની ફિલ્મ રિલીઝ થયાના થોડા સમય પછી જ ઓનલાઈન લીક થઈ ગઈ.
આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ પર, કરિશ્મા કપૂરે પણ સોશિયલ મીડિયા પર એક ખૂબ જ સુંદર તસવીર શેર કરી. અભિનેત્રીએ પોતાના દાદા અને શોમેન રાજ કપૂર સાથે ડાન્સ કરતી એક તસવીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા યુઝર્સના દિલ જીતી રહી છે.
બોલિવૂડ અભિનેત્રી પલક તિવારી તાજેતરમાં એક કાર્યક્રમમાં ગઈ હતી જ્યાં તે ચાહકોથી ઘેરાયેલી હતી. તેના માટે કારમાંથી બહાર નીકળવું એટલું મુશ્કેલ થઈ ગયું કે એક માણસે તેને ખોળામાં ઉઠાવી લીધી અને કારમાંથી બહાર કાઢી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.