Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • કેપી શર્મા ઓલી ચોથી વખત નેપાળના વડાપ્રધાન બન્યા, પીએમ મોદીએ આપ્યા અભિનંદન

કેપી શર્મા ઓલી ચોથી વખત નેપાળના વડાપ્રધાન બન્યા, પીએમ મોદીએ આપ્યા અભિનંદન

રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે કેપી શર્મા ઓલીને પીએમ પદના શપથ લેવડાવ્યા હતા. નેપાળમાં તખ્તાપલટ બાદ ઓલી દેશના વડાપ્રધાન બન્યા છે. તેમણે પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'ની જગ્યા લીધી છે. શુક્રવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 'પ્રંચદ' વિશ્વાસ મત હારી ગયા હતા.

Kathmandu, Nepal July 15, 2024
કેપી શર્મા ઓલી ચોથી વખત નેપાળના વડાપ્રધાન બન્યા, પીએમ મોદીએ આપ્યા અભિનંદન

કેપી શર્મા ઓલી ચોથી વખત નેપાળના વડાપ્રધાન બન્યા, પીએમ મોદીએ આપ્યા અભિનંદન

નેપાળમાં તખ્તાપલટ બાદ કેપી શર્મા ઓલી ચોથી વખત દેશના વડાપ્રધાન બન્યા છે. તેમણે સોમવારે નેપાળના ચોથા પીએમ તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે ઓલીને પીએમ પદના શપથ લેવડાવ્યા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલીને ચોથી વખત પીએમ બનવા પર અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ લખ્યું, ચોથી વખત નેપાળના વડાપ્રધાન તરીકે નિયુક્ત થવા પર કેપી શર્મા ઓલીને અભિનંદન. અમને આશા છે કે અમારા બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બનશે અને બંને દેશો પરસ્પર સહયોગ વધારવા માટે સાથે મળીને કામ કરશે.

તખ્તાપલટ બાદ ઓલી પીએમ બન્યા હતા

કેપી શર્મા ઓલી સીએમએન-યુએમએલ પાર્ટીના અધ્યક્ષ છે. નેપાળી સંસદમાં સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસના સમર્થનથી તેઓ વડાપ્રધાન બન્યા. નેપાળમાં તખ્તાપલટ બાદ ઓલી દેશના વડાપ્રધાન બન્યા છે. તેમણે પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ની જગ્યા લીધી છે. શુક્રવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 'પ્રાંચદ' વિશ્વાસ મત હારી ગયા હતા. આ પછી, બંધારણની કલમ 76 (2) અનુસાર નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ.

ઓલીએ સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિને 165 સભ્યોના હસ્તાક્ષર રજૂ કર્યા, ત્યારબાદ રાષ્ટ્રપતિએ તેમને સરકાર બનાવવાની મંજૂરી આપી. આ 165 સભ્યોમાંથી 77 સભ્યો ઓલીના પક્ષ (CPN-UML)ના હતા જ્યારે 88 સભ્યો નેપાળી કોંગ્રેસના હતા.

ઓલી નેપાળના પીએમ ક્યારે બન્યા?

કેપી શર્મા ઓલીએ 2015માં પ્રથમ વખત નેપાળની કમાન સંભાળી હતી. 12 ઓક્ટોબરના રોજ તેઓ પ્રથમ વખત નેપાળના વડાપ્રધાન બન્યા. તેઓ 4 ઓગસ્ટ, 2016 (297 દિવસ) સુધી આ પદ પર રહ્યા. આ પછી, 15 ફેબ્રુઆરી 2018 ના રોજ, તેઓ ફરી એકવાર નેપાળના પીએમ બન્યા અને 13 મે 2021 સુધી આ પદ પર રહ્યા. આ પછી તેઓ ફરી 60 દિવસ માટે નેપાળના પીએમ બન્યા. તે જ સમયે, 15 જુલાઈ, 2024 ના રોજ, તેઓ ચોથી વખત નેપાળના પીએમ બન્યા છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

Trump vs Iran:
March 18, 2026

Trump vs Iran: "ઈરાન દાયકાઓ સુધી બેઠું નહીં થઈ શકે", ટ્રમ્પની મોટી જાહેરાત

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઓબામા સમયના ઈરાન પરમાણુ કરારને રદ કરવાથી પરમાણુ યુદ્ધ ટળી ગયું હતું. તેમણે ઈરાન સાથેના વર્તમાન યુદ્ધ અને ભવિષ્યની યોજનાઓ વિશે મહત્વના ખુલાસા કર્યા.

March 18, 2026

"પાકિસ્તાન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે": કાબુલ એરસ્ટ્રાઈક બાદ અફઘાન વિદેશ મંત્રીનું નિવેદન

કાબુલમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં 400થી વધુ નિર્દોષ લોકોના મોત બાદ અફઘાન વિદેશ મંત્રી મુત્તકીએ પાકિસ્તાન પરથી વિશ્વાસ ગુમાવ્યો હોવાનું કહી આકરી ટીકા કરી છે.

શ્રીલંકાના દરિયામાં ઈરાની ફ્રિગેટ ડૂબ્યું: રાષ્ટ્રપતિ પેઝેશ્કિયનનું મોટું નિવેદન
March 18, 2026

શ્રીલંકાના દરિયામાં ઈરાની ફ્રિગેટ ડૂબ્યું: રાષ્ટ્રપતિ પેઝેશ્કિયનનું મોટું નિવેદન

ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને શ્રીલંકાના દરિયાકાંઠે અમેરિકી ટોર્પિડો દ્વારા ડૂબાડવામાં આવેલા IRIS દેના જહાજના ખલાસીઓને શ્રદ્ધાંજલિ આપી છે. જાણો શું છે સમગ્ર મામલો.

Braking News

ગોધરા ખનન માફિયાઓનો આતંક! ખાણખનિજ અધિકારીઓ પર જાનલેવા હુમલો – લેટેસ્ટ ન્યૂઝ
ગોધરા ખનન માફિયાઓનો આતંક! ખાણખનિજ અધિકારીઓ પર જાનલેવા હુમલો – લેટેસ્ટ ન્યૂઝ
May 25, 2025

"ગોધરા ખનન માફિયાઓએ રણછોડપુરામાં ખાણખનીજ અધિકારીઓ પર પથ્થરમારો કરી ધમકી આપી. ગેરકાયદે રેતી ખનન રોકવા ગયેલા અધિકારીઓ પર હુમલો. વધુ જાણો!"

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી નો કેસ સાંભળવા વાળા જજનું કોંગ્રેસ કનેક્શન જાહેર: જાણો શું છે રહસ્ય
July 21, 2023
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
June 26, 2023
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express