Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • KSPC દ્વારા નિર્ણય શકિત પર યાદગાર સેમિનાર યોજાયો

KSPC દ્વારા નિર્ણય શકિત પર યાદગાર સેમિનાર યોજાયો

કચ્છ સૌરાષ્ટ્ર એચ.આર.ફોરમ રાજકોટ, યુ.પી.એલ. યુનીવર્સીટી, અંકલેશ્વર, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ (KSPC), ભારતીય મઝદૂર સંઘના સંયુક્ત ઉપક્રમે ગત તા.૨૧.૦૫.૨૦૨૩ને રવિવારના રોજ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રાજકોટ ખાતે એક ભવ્ય સેમિનાર“નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” વિષય પર યોજાયો હતો

Ahmedabad June 02, 2023
KSPC દ્વારા નિર્ણય શકિત પર યાદગાર સેમિનાર યોજાયો

KSPC દ્વારા નિર્ણય શકિત પર યાદગાર સેમિનાર યોજાયો

કચ્છ સૌરાષ્ટ્ર એચ.આર.ફોરમ રાજકોટ, યુ.પી.એલ. યુનીવર્સીટી, અંકલેશ્વર, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ (KSPC), ભારતીય મઝદૂર સંઘના સંયુક્ત ઉપક્રમે ગત તા.૨૧.૦૫.૨૦૨૩ને રવિવારના રોજ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રાજકોટ ખાતે એક ભવ્ય સેમિનાર“નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” વિષય પર યોજાયો હતો. જેમાં મુખ્યત્વે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરની પ્રખ્યાત કંપનીઓના  એચ.આર.પ્રોફેશનલ્સ, સર્વિસ પ્રોવાઇડરો તેમજ વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં આશીર્વચન અને આધ્યાત્મિક વિચારોના આદાન-પ્રદાન માટે BAPSના શ્રી પ્રખર અભ્યાસુ સંતશ્રી અપૂર્વમુની સ્વામીશ્રી, સ્વામી નારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટ ઉપરાંત મુખ્ય વક્તા તરીકે શ્રી પ્રવિણદાન ગઢવી, યુનિટ હેડ,યુપીએલ લીમીટેડ, વિષય અનુરૂપ ટીપ્પણીઓ માટે શ્રી હસુભાઈ દવે, પ્રમુખશ્રી કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ (KSPC), ડૉ.સ્નેહલ લોખંડવાલા, ડીનશ્રી, યુપીએલ યુનિવર્સીટી,અંકલેશ્વર દ્વારા ખાસ ઉપસ્થિત રહી સર્વેને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મુખ્ય આયોજકો સર્વ શ્રીદિલીપભાઈ પંચમીયા, સેક્રેટરીશ્રી,કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ (KSPC), ડૉ.રાજુભાઈ દવે વિભાગીયવડા શ્રી,સમાજકાર્ય ભવન, શ્રી રાજેન્દ્રભાઈ ગઢવી, ડીપાર્ટમેન્ટ હેડ-રાજકોટ નાગરિક બેંક, શ્રી સહદેવસિંહ જાડેજા, પ્રમુખશ્રી,ભારતીય મઝદૂર સંઘ, ગુજરાત પ્રદેશ,તથા શ્રી ધર્મેશભાઈ પટેલ, રજીષ્ટ્રારશ્રી, યુપીએલ યુનિવર્સીટી,અંકલેશ્વર વગેરે તરફથી સર્વે ઉપસ્થિત લોકોનું ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી નરેન્દ્રભાઈ દવે,શ્રી વિજયભાઇ રાબડિયા, RNSBના અગ્રણીઓ સર્વે શ્રી કિશોરભાઇ મુંગલપરા, શ્રી ધોળકિયાસાહેબ, ગીતાંજલી કોલેજના શ્રી શૈલેષભાઈ જાની, ભારતીય મજદૂર સંઘના સહ પ્રભારીશ્રી, શ્રી વાલજીભાઇ ચાવડા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

કાર્યક્રમમાં પ.પૂ.શ્રી અપૂર્વ મુનિ સ્વામીશ્રી દ્વારા વિધાર્થીઓ,વાલીઓ ઉપરાંત એચ.આર.પ્રોફેશનલ્સ સહિત તમામને વ્યક્તિતવ વિકાસ ઘડતર, શૅક્ષણિક ક્ષેત્રે તેમજ સામાજિક પાસાઓને ધ્યાને લઇ યોગ્ય નિર્ણય શક્તિના પાવરથી સરળતાથી આગળ વધી શકાય તેમજ HRનું મહત્વ દરેક જગ્યાએ ઘરપરિવાર હોય કે મોટી કમ્પની કે કોઈ મોટા સામાજિક મેળાવડા હોય બધે જ મહ્ત્વનું છે.સાથે સાથે વિધાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે કોર્સ નક્કી કરતી વખતે પોતાની રૂચિ અનુરૂપ પસંદગી કરવી જોઈએ, તેમજ વાલીઓ માટે પણ કોર્સ પસંદગી કરવી એક વિકરાળ પ્રશ્ન હોય તેઓને પણ વિવિધ દાખલાઓ આપી કઈ રીતે બાળકને તેના વિકાસમાં મદદરૂપ થઈ શકાય ઉપરાંત જીંદગીની નિષ્ફળતાઓ દરમ્યાન નાસીપાસ થયા વગર સત્તત હકારાત્મકતાથી આગળ વધવું જોઈએ તે માટે ખાસ વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. 

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી પ્રવિણદાન ગઢવી, યુનિટ હેડ, યુપીએલ લીમીટેડ,તથા ડૉ.સ્નેહલ લોખંડવાલા, ડીનશ્રી, યુપીએલ યુનિવર્સીટી,અંકલેશ્વર દ્વારા વિધાર્થીઓને યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ કોર્સ વિષે માહિતગાર કરવા ઉપરાંત શ્રી પ્રવીણદાન ગઢવી દ્વારા સમાજમાં વિવિધ પાસાઓ પર યોગ્ય નિર્ણાયશક્તિ દ્વારા કેવી રીતે હેતુઓ પાર પાડી શકાય તેના વિષે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. તેઓ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને યુ.પી.એલ. યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસ્ક્ર્મોમાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી તથા જરૂરિયાતમંદ વિધ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવે છે તે અંગે વિગતો આપવામાં આવી હતી. 

કાર્યક્રમમાં અગ્રણી શ્રી હસુભાઈ દવે, પ્રમુખશ્રી કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ (KSPC), દ્વારા જી-20 એ આંતરરાષ્ટ્રીય ઇકોનોમિક કો-ઓપરેશનનું અત્યંત મહત્વનુ ફોરમ છે. વર્ષ 2007 તથા 2009ની આર્થિક મંદીમાંથી સમગ્ર વિશ્વને બહાર લાવવાની કામ G-20 સંગઠને કરેલ હતું.ત્યાર બાદ વસુદેવ કુટુંબકમનો દાખલો આપી ભારત જન,જલ,જમીન,જાનવર અને જંગલનો સામૂહિક વિકાસ થાય તે વડાપ્રધાન શ્રી નરેંન્દ્રભાઈ મોદી દ્વારા વિશેષ કામગીરી થઈ રહ્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેમજ G-20 અને L-20 વિષે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા.

શ્રીદિલીપભાઈ પંચમીયા, સેક્રેટરીશ્રી,કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ દ્વારા સૌને આવકારવામાં આવેલ હતા. ડૉ.સ્નેહલ લોખંડવાલા, ડીનશ્રી, યુપીએલ યુનિવર્સીટી,અંકલેશ્વર દ્વારા પ્રેસેંટેશનના માધ્યમથી યુ.પી.એલ. યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસ્ક્ર્મોની માહિતી સાથે યોગ્ય નિર્ણય શક્તિનો ઉપયોગ કરી વ્યક્તિત્વ ઘડતર કરી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આભાર વિધિ શ્રી સહદેવસિંહ જાડેજા, પ્રમુખશ્રી,ભારતીય મઝદૂર સંઘ, ગુજરાત પ્રદેશ,દ્વારા કરવામાં આવી હતી.

કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી રાજેન્દ્રભાઈ ગઢવી, ડીપાર્ટમેન્ટ હેડ-રાજકોટ નાગરિક બેંક,દ્વારા કરવામાં આવ્યું હતું,

કાર્યક્રમને સફળ બનાવવા સંયોજકો સર્વ શ્રી દિલીપભાઈ પંચમીયા,શ્રી રોહિતભાઈ હિંડોચા, શ્રી ધર્મેશભાઈ પટેલ, ડૉ. રાજુભાઈ દવે,શ્રી રાજેન્દ્રભાઈ ગઢવી,શ્રી સહદેવસિંહ જાડેજા શ્રી ધર્મેન્દ્રભાઈ રોહડિયા. શ્રી પુલ્કેશિભાઈ જાની, શ્રી રૂપાલી સિંઘ,વગેરેએ ખાસ જહેમત ઉઠાવી હતી.

આ તકે આ સામાજિક કાર્યને વેગવંતુ બનાવામાં સહભાગી થયેલ પ્રિન્ટ મીડિયા, ઈલેકટ્રોનીક મીડિયા, સોશિયલ મીડિયા સહીત તમામનો કમિટી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ના સમાજ કાર્ય ભવનના વડા ડો. રાજુભાઈ દવે અને તેની સમગ્ર ટીમ દ્વારા શિક્ષણ જગતના અનેક લોકોને આ કાર્યક્રમમાં સહભાગી બને તે હેતુથી ખૂબજ સુંદર અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તર અંગે ચિંતા વ્યક્ત કરી
પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તર અંગે ચિંતા વ્યક્ત કરી
November 14, 2024

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું હોવાથી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સ્વચ્છ હવાની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડતા તેમની ચિંતા વ્યક્ત કરી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
July 25, 2023
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
પાકિસ્તાની યુનિવર્સિટીમાં ભાઈ-બહેનના સંબંધો પર અશ્લીલ સવાલ પર આક્રોશ
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express