Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • કલોલ રેલવે સ્ટેશનનો ધમાકેદાર કાયાપલટ! ₹44 કરોડમાં બનશે એરપોર્ટ જેવું સ્ટેશન

કલોલ રેલવે સ્ટેશનનો ધમાકેદાર કાયાપલટ! ₹44 કરોડમાં બનશે એરપોર્ટ જેવું સ્ટેશન

કલોલ રેલવે સ્ટેશનનો ₹44.22 કરોડનો મેગા પુનર્વિકાસ ઝડપથી ચાલુ! 40 ફૂટ પહોળો FOB, લિફ્ટ, AC વેઇટિંગ હોલ, 4 નવી ટ્રેનોનો સ્ટોપેજ – સંપૂર્ણ માહિતી.

Ahmedabad November 20, 2025
કલોલ રેલવે સ્ટેશનનો ધમાકેદાર કાયાપલટ! ₹44 કરોડમાં બનશે એરપોર્ટ જેવું સ્ટેશન

કલોલ રેલવે સ્ટેશનનો ધમાકેદાર કાયાપલટ! ₹44 કરોડમાં બનશે એરપોર્ટ જેવું સ્ટેશન

શહેરના બંને છેડા અને તમામ પ્લેટફોર્મને જોડતા 40 ફૂટ પહોળા ફૂટ ઓવર બ્રિજના નિર્માણથી મુસાફરોની અવરજવર વધુ સરળ બનશે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના કલોલ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ઝડપ  થી કરવામાં આવી રહ્યો છે. આશરે ₹44.22 કરોડના ખર્ચે થી આ  સ્ટેશનને આધુનિક, સુરક્ષિત, સુગમ અને આકર્ષક દેખાવ આપવામાં આવી રહ્યો છે. પુનર્વિકાસના હેઠળ  સ્ટેશન બિલ્ડિંગમાં અપગ્રેડ, એક નવો પ્રવેશદ્વાર અને પોર્ચ, ભવ્ય ફસાડ, વિસ્તૃત સર્કુલેટિંગ  વિસ્તાર અને પાર્કિંગ સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.  સ્ટેશન પરિસરને સૌંદર્યકરણ હેતુ  આકર્ષક ભીંતચિત્રો (Murals) પણ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.

સ્ટેશનને આધુનિક અને સુવ્યવસ્થિત બનાવવા ઉદ્દેશ્ય થી 70 અને 80 ચોરસ ફૂટ પહોળા બે નવા પ્રવેશદ્વાર અને સમાન કદના બે બહાર નીકળવાના દરવાજા વિકસિત કરવામાં આવી રહ્યા છે, જેથી  મુસાફરોની અવરજવર વધુ અનુકૂળ થશે. આની સાથે જ  આશરે 14,000 ચોરસ ફૂટની જગ્યા ધરાવતી સ્ટેશન ઇમારતનું આધુનિક ધોરણો અનુસાર નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. પ્લેટફોર્મ પર વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે આશરે 20,000 ચોરસ ફૂટનો કવર શેડ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જ્યારે 2,370 ચોરસ ફૂટનો વિશાળ વેઇટિંગ હોલ મુસાફરો માટે આરામદાયક વાતાવરણ પૂરું પાડશે.

સ્ટેશન પરિસરમાં વાહનોની પાર્કિંગ ક્ષમતા વધારવા માટે 18,750 ચોરસ ફૂટ વિસ્તારમાં 55 ફોર-વ્હીલર અને 110 ટુ-વ્હીલર માટે સુવ્યવસ્થિત પાર્કિંગ જગ્યા વિકસિત કરવામાં આવી રહી છે. વધુમાં મુસાફરોની સલામત અને સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે, આશરે 7,000 ચોરસ ફૂટ વિસ્તાર ધરાવતો 40 ફૂટ પહોળો અને  173 ફૂટ લાંબો ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જે શહેરના બંને છેડા અને બધા પ્લેટફોર્મને જોડતા સુગમ કનેક્ટિવિટી પ્રદાન કરશે. પ્લેટફોર્મ વિસ્તાર, કવર શેડ અને બીજા પ્રવેશદ્વારનો વિકાસ કાર્ય પણ સમાન્તર રૂપ થી કરવામાં આવી રહ્યો છે.

પુનર્વિકાસ ના કાર્ય હેઠળ કેટલાક મોટા  કર્યો પૂર્ણ થઇ ગયા છે. જુના સ્ટેશન ભવનને હટાવ્યા પછી બુકિંગ ઓફિસ, વેઇટિંગ હોલ અને પેનલ રૂમને અસ્થાયી રૂપે સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. નવા  મુખ્ય ભાવનાનો પાયો, પ્રથમ અને બીજા માળનું RCC કાર્ય પૂર્ણ થઈ ગયું છે. પ્લાસ્ટર, ટાઇલ્સ અને ફસાડ ક્લેડીંગ નું કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને અન્ય ફીનીશિંગ કાર્ય ચાલી રહ્યું છે. સ્કાયવોક અને લિફ્ટનું નિર્માણ નું કાર્ય  પણ શરૂ થઈ ગયું છે.

હાલમાં દરરોજ આશરે 2,000 મુસાફરો કલોલ સ્ટેશનનો ઉપયોગ કરે છે, અને 24 ટ્રેનો નિયમિતપણે ત્યાં ઉભી રહે છે. મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને તાજેતરમાં ચાર મુખ્ય ટ્રેનો ના સ્ટોપેજ ને પણ  મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં શામેલ છે:

1. ટ્રેન નંબર 20959/60 વલસાડ-વડનગર એક્સપ્રેસ
2. ટ્રેન નંબર 16507/08 જોધપુર-કેએસઆર બેંગલુરુ એક્સપ્રેસ
3. ટ્રેન નંબર 15269/70 મુઝફ્ફરપુર-સાબરમતી એક્સપ્રેસ
4. ટ્રેન નંબર 12215/16 દિલ્હી સરાઈ રોહિલ્લા-બાંદ્રા ટર્મિનસ ગરીબ રથ એક્સપ્રેસ

આ ચાર ટ્રેનોના સ્ટોપેજથી સ્થાનિક મુસાફરોને વિવિધ દિશામાં મુસાફરીના વધુ વિકલ્પો મળશે, જેનાથી અવરજવર વધારે સુલભ અને અનુકૂળ બનશે. આનો સીધો લાભ વ્યવસાય, રોજગાર, શિક્ષણ અને તબીબી હેતુઓ માટે મુસાફરી કરનારાઓને થશે.

ભવિષ્યની જરૂરિયાતો અને વિસ્તારની વધતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને, કલોલ સ્ટેશનને દરરોજ આશરે 40,000 મુસાફરોની અવરજવરને સંભાળવાની ક્ષમતાને સમાવવા માટે તેને વિકસિત કરવામાં આવી રહ્યું છે. સ્ટેશનના પુનઃવિકાસ કર્યો થી મુસાફરોની સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે જ, પરંતુ કનેક્ટિવિટીમાં સુધારો થવાથી સ્થાનિક સમુદાયને પણ ફાયદો થશે.
કલોલ સ્ટેશનનો આ પુનર્વિકાસ ન માત્ર મુસાફરોના અનુભવને બેહતર બનાવશે   પરંતુ આધુનિક રેલ અવસંરચના ના માધ્યમથી  પ્રાદેશિક વિકાસને નવી ગતિ પણ આપશે. પુનર્વિકાસિત કલોલ સ્ટેશન આવનારા સમયમાં કલોલ અને આસપાસના વિસ્તારો માટે સ્માર્ટ, સુગમ અને આધુનિક રેલ
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો, ૧૩ સૈનિકો માર્યા ગયા
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો, ૧૩ સૈનિકો માર્યા ગયા
June 28, 2025

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં કાર બોમ્બ દ્વારા કરાયેલા આત્મઘાતી હુમલામાં ૧૩ સૈનિકો માર્યા ગયા છે અને ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે. TTP જૂથ ઉસુદ-ઉલ-હર્બે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
March 31, 2023
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
February 22, 2023
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
August 03, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express