કેટરિના કૈફે બનાવ્યો નવો રેકોર્ડ, મળ્યા એટલા ફોલોઅર્સ કે માર્ક ઝકરબર્ગ પણ પાછળ રહી ગયા!
કેટરિના કૈફ માર્ક ઝકરબર્ગ અને બેડ બન્નીને પાછળ છોડીને WhatsApp ચેનલ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી સેલિબ્રિટી બની ગઈ છે.
બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફના દેશમાં લાખો ચાહકો છે, પરંતુ તમે કદાચ વિશ્વાસ નહીં કરો કે તેનો ક્રેઝ આખી દુનિયામાં એક ઉદાહરણ બની ગયો છે. કારણ કે હવે કેટરિના કૈફ ફોલોઅર્સના મામલામાં દુનિયાની સૌથી વધુ ફોલો કરવામાં આવતી સેલિબ્રિટી બની ગઈ છે. તેની વોટ્સએપ ચેનલે ફોલોઅર્સની બાબતમાં માર્ક ઝકરબર્ગ અને બેડ બન્નીને પણ પછાડી દીધા છે.
વોટ્સએપ ચેનલ પર કેટરીનાએ માત્ર થોડા જ દિવસોમાં આ રેકોર્ડ બનાવ્યો છે, તેણે 13 સપ્ટેમ્બર, 2023 ના રોજ ચેનલ શરૂ કરી હતી અને હવે માત્ર થોડા જ દિવસોમાં, અભિનેત્રી 15 મિલિયન ફોલોઅર્સ સાથે પ્લેટફોર્મ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતી સેલિબ્રિટી બની ગઈ છે. આ સિદ્ધિ વધુ પ્રભાવશાળી છે કારણ કે તેણે વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાના માલિક માર્ક ઝુકરબર્ગ અને અમેરિકન ગાયક અને રેપર બેડ બન્ની જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓને પાછળ છોડી દીધા છે.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, કેટરીના કૈફ છેલ્લે સુપરનેચરલ કોમેડી ફિલ્મ ફોન ભૂતમાં મોટા પડદા પર જોવા મળી હતી. હવે તે જલ્દી જ સલમાન ખાન સાથે 'ટાઈગર 3'માં અને પછી એક્ટર વિજય સેતુપતિ સાથે થ્રિલર ફિલ્મ 'મેરી ક્રિસમસ'માં જોવા મળશે.
બોલિવૂડમાં પોતાની શાનદાર અભિનય માટે પ્રખ્યાત કેટરીના કૈફે પોતાની એક્ટિંગથી માત્ર લાખો લોકોના દિલ જ જીત્યા નથી, પરંતુ પોતાની બ્રાન્ડ 'કે બ્યૂટી' સાથે બિઝનેસ વુમન તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે અને પોતાની જાતને સાબિત કરી છે. કેટરીનાની વ્હોટ્સએપ ચેનલ તેના ચાહકોને દરેક અપડેટ આપે છે જેઓ તેના જીવન પર નજીકથી નજર રાખે છે. જેમાં પડદા પાછળની વાતો અને અભિનેત્રીની લાઈવ ચેટ પણ સામેલ છે.
ફિલ્મ 'KD: ધ ડેવિલ' ના ગીત 'સરકે ચુનર' માં અશ્લીલ શબ્દોને લઈને વિવાદ વકર્યો છે. રવિ કિશને સંસ્કૃતિ અને મૂલ્યોની જાળવણી માટે આવા ગીતોનો વિરોધ કર્યો છે. જાણો સમગ્ર મામલો.
પશ્ચિમ એશિયા સંકટને કારણે LPG પુરવઠામાં અવરોધ વચ્ચે અક્ષય કુમારે ઇન્ડક્શન સ્ટવ ખરીદવાની સલાહ આપી છે. જાણો શું કહ્યું 'ખિલાડી' કુમારે અને શું છે સરકારનો પક્ષ.
આમિર ખાન અને કિરણ રાવે મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ સાથે 'પાણી ફાઉન્ડેશન' અંગે મહત્વની બેઠક કરી. જાણો કેવી રીતે ખેડૂતો બનશે વોટર લિટરેટ અને શું છે પ્લાન.